RSS : મોટો નિર્ણય હવે દર વર્ષે નહીં પણ દર 3 વર્ષે મળશે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા,જાણો શું છે કારણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના 101 વર્ષના ઈતિહાસ પર નજર નાખો તો ખ્યાલ આવે કે સંઘ પોતાની કાર્યપદ્ધતિમાં બહુ સમજી-વિચારીને બદલાવ કરે છે. તાજેતરમાં સંઘની અંદર એક એવો જ મોટો સંગઠનાત્મક ફેરફાર થયો છે, જેની બહાર કદાચ ઓછી ચર્ચા છે પણ સંઘના આંતરિક માળખા માટે આ ઐતિહાસિક પગલું છે. સંઘની નીતિઓ, વિચારધારા અને ભાવિ રોડમેપ નક્કી કરતી સર્વોચ્ચ સંસ્થા એટલે કે 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા'(ABPS)જે અત્યાર સુધી દર વર્ષે માર્ચમાં નિયમિત મળતી હતી તે હવે દર ત્રણ વર્ષે એક વાર મળશે. હવે સવાલ એ થાય કે સંઘ માટે આટલી મહત્ત્વપૂર્ણ ગણાતી બેઠકનું ફોર્મેટ કેમ બદલવું પડ્યું? અને વચ્ચેના બે વર્ષોમાં સંઘનું કામકાજ કેવી રીતે ચાલશે? ચાલો આ આખી વાતને સરળ ભાષામાં સમજીએ.RSSની કાર્યશૈલીમાં મોટો ફેરફાર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ પોતાની આંતરિક કાર્યપ્રણાલી અને સંગઠનાત્મક માળખામાં એક ઐતિહાસિક અને મોટો ફેરફાર કર્યો છે. સંઘની નીતિઓ અને ભાવિ કાર્યક્રમો નક્કી કરનારી સર્વોચ્ચ નિર્ણયક સંસ્થા એટલે કે 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા' (ABPS) ની જે બેઠક અત્યાર સુધી દર વર્ષે (સામાન્ય રીતે માર્ચ મહિનામાં) યોજાતી હતી, તે હવે દર ત્રણ વર્ષે એક વખત આયોજિત કરવામાં આવશે. વાર્ષિક બેઠકનું સ્થાન હવે 'ક્ષેત્રીય પ્રતિનિધિ સભા' લેશે.આ નવા નિર્ણય અનુસાર, જે વર્ષોમાં કેન્દ્રીય સ્તરે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નહીં મળે.તે વર્ષો દરમિયાન ઝોનલ એટલે કે 'ક્ષેત્રીય પ્રતિનિધિ સભા'નું આયોજન કરવામાં આવશે. સંઘના કાર્યો અને શાખાઓનો વ્યાપ દેશભરમાં ખૂબ મોટો થઈ ચૂક્યો હોવાથી, કેન્દ્રિય સ્તરે એક જ જગ્યાએ હજારો પ્રતિનિધિઓને બોલાવવાને બદલે પ્રાદેશિક સમસ્યાઓ, સંઘકાર્ય અને યોજનાઓ પર સ્થાનિક સ્તરે ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ વિકેન્દ્રીકરણનો નિર્ણય લેવાયો છે.અખિલ ભારતીય પ્રતિનિધિ સભા શું છે?RSS અંતર્ગત અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. અહીં જ સંઘ સાથે જોડાયેલા મોટા નિર્ણયો લેવામાં આવે છે. સંઘના સર્વોચ્ચ કાર્યકારી અધિકારીની ચૂંટણી પણ આ જ બેઠકમાં થાય છે.અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં સંઘ વર્ષભરનો એજન્ડા રજૂ કરે છે.આના પર ચર્ચા અને વિચાર-વિમર્શ કરવામાં આવે છે. આ ઉપરાંત તે વર્ષની પ્રમુખ ઘટનાઓ પર પણ બેઠકમાં ચર્ચા થાય છે.પ્રતિનિધિ સભાની બેઠકમાં સંઘના સરસંઘચાલક અને સરકાર્યવાહ જેવા વરિષ્ઠ પદાધિકારીઓ સામેલ થાય છે. RSS સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં આશરે 1,500 જેટલા પ્રતિનિધિઓ સામેલ થાય છે.ABPS બેઠકમાં કોણ-કોણ સામેલ થાય છે?સંઘના બંધારણની કલમ 15માં અખિલ ભારતીય પ્રતિનિધિ સભા વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. તેના અનુસાર પ્રતિનિધિ સભાની બેઠકમાં નીચે મુજબના સભ્યો સામેલ થશે:પ્રતિનિધિમંડળોના પ્રતિનિધિઓ.વિભાગો, પ્રાંતો અને પ્રાંતીય કેન્દ્રોના સંઘચાલક અને પ્રચારક.કેન્દ્રીય કાર્યકારી મંડળના સભ્યો.આ ઉપરાંત દરેક પ્રાંતની પ્રતિનિધિ સભાના ચૂંટાયેલા સભ્યો, અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં મોકલવા માટે પોતાના પ્રાંતમાંથી કુલ સભ્યોના આઠમા ભાગ (1/8th) બરાબર પ્રતિનિધિઓની ચૂંટણી કરશે.RSS માટે આ બેઠક કેમ જરૂરી છે?- તમામ મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવાનો અધિકાર અખિલ ભારતીય પ્રતિનિધિ સભા પાસે છે. સંઘમાં સરસંઘચાલકનું પદ ભલે સર્વોચ્ચ હોય, પરંતુ વાસ્તવિક કાર્યકારી સત્તા 'સરકાર્યવાહ' પાસે હોય છે. તેમની ચૂંટણી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા દ્વારા જ કરવામાં આવે છે. દર 3 વર્ષે આ ચૂંટણી યોજવી ફરજિયાત છે.આ જ કારણ છે કે સંઘે અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકને સંપૂર્ણપણે બંધ નથી કરી. હવે દર 3 વર્ષે આ બેઠક બોલાવવામાં આવશે.- કોઈપણ રાષ્ટ્રીય કે મોટો મુદ્દો હોય, તેના પર સંઘ આ જ બેઠકમાં સત્તાવાર નિર્ણય લે છે. ઉદાહરણ તરીકે, રામ મંદિર વિવાદ હોય કે સમલૈંગિક લગ્નનો મુદ્દો, સંઘે પોતાના સત્તાવાર વિચારો આ જ મંચ પરથી રજૂ કર્યા છે. સંઘ મહત્વના વિષયો પર આ જ બેઠકમાં ઠરાવો પસાર કરે છે, જેને આગળ જતાં સ્વયંસેવકો પાયાના સ્તરે લઈ જાય છે.- સંઘના તમામ વરિષ્ઠ પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી ગંભીર ચર્ચા-વિચારણા બાદ નિર્ણયો લે છે.આથી જ તેને સંઘની સર્વોચ્ચ નિર્ણયક સંસ્થા પણ કહેવાય છે.અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક બાદ જ સંઘ પોતાના સંગઠનાત્મક વિસ્તારના સત્તાવાર આંકડા જાહેર કરે છે. દેશભરમાં શાખાઓની સંખ્યામાં કેટલો વધારો થયો અને ભવિષ્યના રોડમેપ કે લક્ષ્યાંકો શું છે, તેની જાહેરાત પણ આ જ બેઠકમાં થાય છે.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d
Read Full Story arrow_forward