android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : “VCના બંગલાની ફાઇલ ત્રણ મહિનામાં મંજૂર, તો વિદ્યાર્થીઓની લેબ કેમ નહીં?”: HODના સત્તાધીશો સામે આકરા સવાલ
calendar_today October 22, 2026

Ahmedabad News : “VCના બંગલાની ફાઇલ ત્રણ મહિનામાં મંજૂર, તો વિદ્યાર્થીઓની લેબ કેમ નહીં?”: HODના સત્તાધીશો સામે આકરા સવાલ

રાજ્યની અગ્રણી અને સૌથી મોટી એવી ગુજરાત યુનિવર્સિટીમાંથી શિક્ષણ જગતને હચમચાવતો એક મોટો વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા M.Sc. (રસાયણશાસ્ત્ર) ના વિદ્યાર્થીઓ માટે અત્યંત જરૂરી એવી કેમિસ્ટ્રી લેબ સમયસર ન બનવાને કારણે માહોલ ગરમાયો છે. વિદ્યાર્થીઓના પ્રાયોગિક અભ્યાસ પર સીધી અસર પડતી હોવા છતાં લેબનું કામ અટવાઈ જતાં શૈક્ષણિક વર્તુળોમાં ભારે નારાજગી ફેલાઈ છે.લેબની રીનોવેશન ફાઇલ ત્રણ વખત ગુમ થયાનો આક્ષેપ અને ચેટ વાયરલઆ વિવાદે તે સમયે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે લેબના રીનોવેશન માટે તૈયાર કરવામાં આવેલી મહત્વપૂર્ણ ફાઇલ એક કે બે વાર નહીં પરંતુ પૂરી ત્રણ વખત રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની ચર્ચા કરતી એક વોટ્સએપ ગ્રુપની ચેટ પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ છે, જેના કારણે યુનિવર્સિટીના વહીવટી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ખડા થયા છે.“બંગલાનું રીનોવેશન જરૂરી તો લેબ કેમ નહીં?”આ સમગ્ર મામલે વિભાગના વડા (HOD) દ્વારા યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધીશો સામે તીખા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વાયરલ થયેલી ચેટ અને વિરોધ વચ્ચે એવો દાવો કરવામાં આવ્યો છે કે વાઇસ ચાન્સલર (VC) ના બંગલાના રીનોવેશનની ફાઇલ માત્ર ત્રણ મહિના જેવા ટૂંકા સમયમાં જ મંજૂર થઈને કામ પૂર્ણ થઈ શકે છે, તો પછી ભવિષ્યના નિર્માતા સમાન વિદ્યાર્થીઓની કેમિસ્ટ્રી લેબની ફાઇલ બાબતે કેમ લાપરવાહી દાખવવામાં આવી રહી છે? સત્તાધીશો સામે ઉઠેલા આ સવાલો બાદ યુનિવર્સિટી પરિસરમાં રાજકારણ અને ચર્ચાઓનું જોર વધી ગયું છે.આ પણ વાંચો : Suratની મહેશ્વરી વિદ્યાપીઠમાં વાલીઓનો ભયંકર હલ્લાબોલ, હજારોની સંખ્યામાં વાલીઓ ઉમટી પડતા સર્જાયો હોબાળો!

Read Full Story arrow_forward
Sabarkanthaમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, હિંમતનગર નજીકથી 7.70 લાખનો વિદેશી દારૂ પકડાયો
calendar_today October 22, 2026

Sabarkanthaમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, હિંમતનગર નજીકથી 7.70 લાખનો વિદેશી દારૂ પકડાયો

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાંથી દારૂની તસ્કરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે હિંમતનગર નજીક આવેલા સુરજપુરા સ્ટેશન પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂથી ભરેલી એક કારને આંતરી લીધી હતી. બુટલેગરો દ્વારા પોલીસની નજર ચૂકવીને ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો કારસો રચવામાં આવ્યો હતો, પરંતુ SMC ની સતર્કતાથી આ આખો પ્લાન નિષ્ફળ ગયો છે.રૂપિયા 7.70 લાખનો વિદેશી દારૂ જપ્તપોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ કાર ભિલોડા તરફથી આવી રહી હતી. કારની તલાશી લેતાં તેમાંથી રૂપિયા 7.70 લાખની મસમોટી કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. SMC ની ટીમે મુદામાલ સાથે કારચાલક સહિત બે આરોપીઓની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો રાણી બોર્ડરથી ક્રોસ કરાવીને પ્રાંતિજ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.ગાંભોઈ પોલીસે છ આરોપીઓ સામે નોંધ્યો ગુનોપકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ દારૂનો જથ્થો પ્રાંતિજના બે સ્થાનિક બુટલેગરો દ્વારા ખાસ ઓર્ડર આપીને મંગાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે SMC ની કાર્યવાહી બાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં દારૂ મંગાવનાર, હેરાફેરી કરનાર અને સપ્લાય કરનાર સહિત એકંદર છ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંભોઈ પોલીસે હવે ફરાર બુટલેગરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને આગળની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો : Suratની મહેશ્વરી વિદ્યાપીઠમાં વાલીઓનો ભયંકર હલ્લાબોલ, હજારોની સંખ્યામાં વાલીઓ ઉમટી પડતા સર્જાયો હોબાળો!

Read Full Story arrow_forward
Gorakhpur: હડકાયા શ્વાને કરડેલી ગાયના દૂધનું ચરણામૃત પીતાં 450 ગ્રામજનોને હડકવા વિરોધી રસી મુકાઈ, લોકોમાં ભારે ફફડાટ
calendar_today October 22, 2026

Gorakhpur: હડકાયા શ્વાને કરડેલી ગાયના દૂધનું ચરણામૃત પીતાં 450 ગ્રામજનોને હડકવા વિરોધી રસી મુકાઈ, લોકોમાં ભારે ફફડાટ

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ગોલા બ્લોક સ્થિત દાડી ખાસ ગામમાં દુર્ગાપૂજા દરમિયાન પ્રસાદીનું ચરણામૃત બે ગામના લોકો માટે ભારે ચિંતાનું કારણ બન્યું છે. હડકાયા શ્વાનના હુમલા બાદ ગાયનું મોત થતાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ગાયના દૂધમાંથી બનેલું ચરણામૃત પીનારા દાડી અને ગોવિંદપુર ગામના 450 લોકોએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક એન્ટી-રેબીઝ વેક્સિન મુકાવી હતી.ગાયને કોઈ રખડતા હડકાયા શ્વાને ક્યારે બચકું ભરી લીધુંદાડી ખાસ ગામના પશુપાલક નવમી યાદવની ગાયનું દૂધ દરરોજ સ્થાનિક બે દુકાનો અને કેટલાક ઘરોમાં પહોંચાડવામાં આવતું હતું. જોકે, આ ગાયને કોઈ રખડતા હડકાયા શ્વાને ક્યારે બચકું ભરી લીધું તેની પશુપાલકને કોઈ જાણ નહોતી. છેલ્લા એકાદ-બે દિવસથી ગાય અસ્વસ્થ જણાતી હતી અને મંગળવારે તેની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી. ગાય કૂતરાની જેમ વિચિત્ર રીતે ભસવા લાગી પશુની તબિયત લથડતાં નવમી યાદવે પશુ હોસ્પિટલના તબીબનો સંપર્ક કર્યો હતો. તબીબોએ ગાયની તપાસ કરીને શ્વાન કરડ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પશુપાલકના દાવા મુજબ થોડા સમય પછી ગાય કૂતરાની જેમ વિચિત્ર રીતે ભસવા લાગી હતી અને મંગળવારે મોડી સાંજે તેનું મોત નીપજ્યું હતું. ગાયના અસામાન્ય વર્તન અને મોતના સમાચાર મળતાં જ દાડી અને ગોવિંદપુર ગામના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.ચરણામૃત સેંકડો શ્રદ્ધાળુઓએ પ્રસાદ તરીકે ગ્રહણ કર્યું દુર્ગાપૂજા મહોત્સવ દરમિયાન આ જ ગાયના દૂધમાંથી તૈયાર કરવામાં આવેલું ચરણામૃત સેંકડો શ્રદ્ધાળુઓએ પ્રસાદ તરીકે ગ્રહણ કર્યું હોવાથી બંને ગામોમાં ગભરાટનું મોજું ફરી વળ્યું હતું. ગ્રામજનોને પણ હડકવા વિરોધી રસી લેવી પડીસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંગળવારે જ 50 જેટલા ગ્રામજનો સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી) ખાતે પહોંચ્યા હતા અને રસી મુકાવી હતી. ત્યારબાદ બુધવારે 21 ઓક્ટોબરના રોજ આરોગ્ય વિભાગની ખાસ ટીમ ફાર્માસિસ્ટ સિદ્ધાર્થ સિંહના નેતૃત્વ હેઠળ સીધી દાડી ગામે પહોંચી હતી. ત્યાં ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરીને સાંજ સુધીમાં અન્ય 400 લોકોને સાવચેતીના ભાગરૂપે એન્ટી-રેબીઝ વેક્સિન આપવામાં આવી હતી. તબીબોના જણાવ્યા અનુસાર સંપૂર્ણ રસીકરણ માટે તમામ લોકોએ 0, 3, 7, 14 અને 28મા દિવસે તેમજ છેલ્લે 90મા દિવસે બૂસ્ટર ડોઝ લેવો અનિવાર્ય રહેશે.સાવચેતીરૂપે 450 લોકોને રસી આપવામાં આવીગોલા બ્લોકમાં ગાયને શ્વાને બચકું ભર્યું હતું અને દુર્ગાપૂજામાં તેના દૂધમાંથી ચરણામૃત બન્યું હતું. ગાયના મોતના લીધે ગ્રામજનોમાં ફેલાયેલા ભયને કારણે સાવચેતીરૂપે 450 લોકોને રસી આપવામાં આવી છે. તબીબોએ લોકોને અપીલ કરતાં જણાવ્યું કે ચરણામૃત બનાવતા પહેલાં દૂધ ઉકાળવામાં આવે છે અને તેમાંથી દહીં બનતું હોવાથી વાયરસ નષ્ટ થઈ જાય છે, જેથી કોઈ જોખમ રહેતું નથી. માત્ર લોકોનો ડર દૂર કરવા માટે જ આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવામાં આવી છે. આ પણ વાંચો :    Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો

Read Full Story arrow_forward