android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sandesh Digital Explainer: ગુજરાતની શાળાઓમાં પ્રવેશનો નિયમ કેમ આવ્યો વિવાદમાં, શું POCSO હેઠળ કાર્યવાહી યોગ્ય છે?
calendar_today October 22, 2026

Sandesh Digital Explainer: ગુજરાતની શાળાઓમાં પ્રવેશનો નિયમ કેમ આવ્યો વિવાદમાં, શું POCSO હેઠળ કાર્યવાહી યોગ્ય છે?

ગુજરાતની શાળાઓમાં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે બહાર પાડેલા પરિપત્ર બાદ વિવાદ સર્જાયો છે.રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને શિક્ષણ વિભાગે એક મહત્ત્વનો પરિપત્ર જાહેર કર્યો છે.વાલી સમાન જવાબદારીના સિદ્ધાંતને અનુસરીને જાહેર કરાયેલા આ નવા નિયમો પ્રમાણે કોઈપણ બાહ્ય કે બિનઅધિકૃત વ્યક્તિએ શાળા પરિસરમાં પ્રવેશ મેળવવા માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.શાળામાં આવતા દરેક મુલાકાતીએ પ્રવેશદ્વાર પર જ મુલાકાતી રજિસ્ટરમાં પોતાની તમામ વિગતો અચૂક નોંધાવવાની રહેશે.કોઈપણ પ્રકારની મંજૂરી વિના ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કે ઓડિયો રેકોર્ડિંગ કરવા પર કાયદેસરની કાર્યવાહી થશે.આ નિયમોનો ભંગ કરનાર સામે પોક્સો અને IT એક્ટ હેઠળ પગલાં લેવાશે.રાજ્ય સરકારના પરિપત્રમાં શું આદેશ છે?શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે શાળાઓમાં આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ,શિક્ષકો અથવા શાળાકીય પ્રવૃત્તિઓની ફોટો, વીડિયો, ઈન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ કે લાઈવ સ્ટ્રીમિંગ કરી શકશે નહીં.શાળાએ પણ એ સુનિશ્ચિત કરવું પડશે કે વિદ્યાર્થીઓની કોઈ એવી વ્યક્તિગત માહિતી કે તસવીરો પ્રસારિત ન થાય કે જેનાથી તેમની સુરક્ષા જોખમમાં મૂકાય.જો કોઈ શંકાસ્પદ કે અજાણી વ્યક્તિ પરવાનગી વગર શાળામાં પ્રવેશ કરશે કે શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે તો આચાર્યએ તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવાની રહેશે.શૈક્ષણિક વાતાવરણને નુકસાન પહોંચાડતા મુલાકાતીઓને પ્રવેશ આપવાનો સીધો ઈનકાર કરવાનો અધિકાર પણ આચાર્યને આપવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023, પોક્સો એક્ટ, કિશોર ન્યાય અધિનિયમ અને આઈટી એક્ટ સહિતના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શું અન્ય રાજ્યોમાં પણ આ નિયમ લાગુ છે?ગુજરાત પહેલા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની શાળાઓમાં પણ કોઈ અજાણી અથવા અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. બિનઅધિકૃત ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગ પર કડક પ્રતિબંધો જાહેર કરાયા હતાં. ગત 17 ઓગસ્ટે રાજસ્થાન સરકારે પણ એક પરિપત્ર જાહેર કરીને અનધિકૃત વ્યક્તિના પ્રવેશ ફોટોગ્રાફી અને વીડિયો શૂટિંગ પર કડક પ્રતિબંધો જાહેર કર્યા હતાં. ત્યાર બાદ ઉત્તર પ્રદેશમાં ગત 16 ઓગસ્ટે અયોધ્યા, આઝમગઢ, બલિયા, બસ્તી, બલરામપુર, શામલી અને આગ્રા સહિતના અનેક જિલ્લાના શિક્ષણ અધિકારીઓએ આ આદેશ જાહેર કર્યા હતાં. આ ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ બાળકો વિરુદ્ધ થતા ગુનાઓ અટકાવવા માટે આ રાજ્યોમાં પણ સ્કૂલ કેમ્પસમાં સીસીટીવી ફરજિયાત કરવા અને અજાણી વ્યક્તિઓના પ્રવેશ પર આચાર્યની લેખિત કે મૌખિક મંજૂરી ફરજિયાત કરવાના આદેશો અગાઉ જાહેર કરાયેલા છે.ગુજરાતમાં કેમ આ નિયમો લાગુ કરાયા?ગુજરાતની સરકારી શાળાઓમાં ઘૂસી જઈને વારંવાર શાળાની હાલત દર્શાવતા વીડિયો ઉતારતા લોકો સામે સરકારે લાલ આંખ કરી છે. રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાઓની હાલત અંગે અવારનવાર અવાજ ઉઠાવ્યો છે.શાળાના ઓરડાની સ્થિતિ, તૂટેલી છત, પાણીની સુવિધા, બાળકો સાથે કરવામાં આવતી સફાઈની કામગીરી સામે સવાલો, બાળકો સાથે શિક્ષકો દ્વારા થતી જાતિય શોષણની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવતી હોય છે. ત્યારે સરકારે કોઈપણ વ્યક્તિ મંજૂરી વિના શાળામાં ઘૂસી જઈને ફોટો કે વીડિયો લઈ ના શકે અને બાળકોની ગરિમા અને સુરક્ષા જળવાય તે માટે એક પરિપત્ર કરીને નિયમો જાહેર કર્યા છે. સરકારના આ પરિપત્ર બાદ હવે વિપક્ષ શાળાની પોલ ખોલી નહીં શકે. બીજી તરફ સરકારી સ્કૂલોમાં યોજાતા રાજકીય અને સરકારી કાર્યક્રમોને લઈને પણ સવાલો ઉભા થયાં છે. સરકારના આ પરિપત્રને લઈને વિપક્ષ શું કહે છે? શાળામાં પ્રવેશ અંગે સરકારે જાહેર કરેલા પરિપત્રને લઈને કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષણની નિષ્ફળતા છુપાવવા માટે પ્રયાસ કર્યો છે. તેમણે શાળાઓમાં શિક્ષકોની 40 હજાર જેટલી ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શાળાઓમાં વર્ગખંડોની અછત અને વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે પણ કામગીરી નથી કરવામાં આવી.ગુજરાતની 14,565 શાળાઓમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા હોવાનો તેમણે દાવો કર્યો હતો. શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરી સોંપવા અને બાળકોને રાજકીય કાર્યક્રમોમાં લઈ જવા સામે સવાલો ઉઠાવ્યા હતાં. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે એક કાળો કાયદો બહાર પાડ્યો છે. ભાજપ રાજ્યમાં શિક્ષણને જડમૂળથી ખતમ કરવા માંગે છે તેવું લાગી રહ્યું છે. ભાજપે શિક્ષણને વેપાર બનાવીને મુકી દીધું છે. આવા પરિપત્રોથી તમારા પાપો છુપાવાના નથી. આ પરિપત્ર અંગે ગુજરાતના શિક્ષણ મંત્રી શું કહે છે?શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું છે કે આ પરિપત્રનો ઉદ્દેશ્ય કોઈને રોકવાનો નથી, પરંતુ બાળકો અને શિક્ષકોની સુરક્ષા, ગરિમા અને પ્રાઈવસી જાળવવાનો છે.શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ પરિપત્રમાં બહારની કે બિનઅધિકૃત વ્યક્તિઓ માટે પ્રવેશ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી. જો કોઈ વ્યક્તિ ખરાબ ઈરાદા વગર શાળાની મુલાકાત લેવા માંગતી હોય તો તેઓ શાળાના આચાર્ય કે વડાની લેખિત મંજૂરી મેળવીને સરળતાથી પ્રવેશ કરી શકે છે. ભારતીય બંધારણની કલમ 21 હેઠળ દરેક વ્યક્તિને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે.સુપ્રીમ કોર્ટે પણ પુટ્ટસ્વામી કેસમાં રાઈટ ટુ પ્રાઈવસીને મૂળભૂત અધિકાર માન્યો છે. તેથી બાળકો અને શૈક્ષણિક સ્ટાફની સુરક્ષા તેમજ પ્રાઈવસી સુનિશ્ચિત કરવા માટે આ નિયમ ખૂબ જરૂરી છે.શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે જે લોકો કોઈ પણ જાતના રાજકીય સ્વાર્થ કે ખોટા ઈરાદા વગર આવે છે તેમને કોઈ સમસ્યા નથી.પરંતુ શાળાના બાળકોના ફોટોગ્રાફ્સ,વીડિયો કે પર્સનલ વિગતોનો દુરુપયોગ ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે. રાજ્ય સરકારના પરિપત્રને લઈને વાલી મંડળનો વિરોધશાળામાં પ્રવેશને લઈને રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્ર અંગે વિદ્યાર્થી વાલી સુરક્ષા સમિતિ વાલી મંડળના પ્રમુખ ભાવિન વ્યાસે કહ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગે જાહેર કરેલા આ પરિપત્રથી શાળાઓની સરમુખત્યાર શાહી વધશે. સરકાર બિન અધિકૃત વ્યક્તિની વ્યાખ્યા સ્પષ્ટ કરે. આ પરિપત્રથી વાલી મંડળ અને વાલીઓમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. વાલીઓનું કહેવું છે કે, બાળકોની સુરક્ષા બાબતે પરિપત્ર યોગ્ય છે પણ ક્વોલિટી શિક્ષણ માટે આ પરિપત્ર અયોગ્ય છે. યોગ્ય શિક્ષણ મળે છે કે કેમ તે જાણવા પણ જો પરમિશન લેવી પડે તો તે અયોગ્ય છે. શાળામાં પ્રવેશ બાબતે પોક્સો હેઠળ કાર્યવાહી કરવી પણ અયોગ્ય છે. પોક્સો કોર્ટના વકીલ અને શાળા સંચાલક મંડળ શું કહે છે?પોક્સો સ્પેશિયલ કોર્ટના વકીલ દિલીપભાઈ ઠાકોરનું કહેવું છે કે, પોક્સો ના વધી રહેલા કેસોને ધ્યાને લઈ આ પરિપત્ર જાહેર કર્યો છે. પોક્સોના કેસોમાં પુરાવા મહત્વના હોય છે.અનઅધિકૃત વ્યક્તિનો પ્રવેશ કરવાનો ઇરાદો શું છે તે જાણવું જરૂરી છે. જાતીય સતામણી કે શારીરિક છેડછાડ સાબિત ન થાય તો આવા કેસો કોર્ટમાં ટકી શકતા નથી. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું હતું કે, આ નિર્ણયથી નાના મોટા રાજકીય સમૂહ ગેરકાયદેસર શાળામાં પ્રવેશતા અટકશે.શાળામાં તોડફોડની પ્રવુતિઓ અટકશે.કેટલાક કિસ્સામાં ખોટી ફરિયાદો પ્રિન્સીપાલ સામે થતી હતી.આ પરિપત્રમાં સામેલ કરાયેલી પોક્સોની બાબત પર વિચારણા કરવી જોઈએ.પોક્સો હેઠળ ગુનો દાખલ કરવાની બાબત દૂર કરવા શાળા સંચાલક મંડળ રજૂઆત કરશે.  આ પણ વાંચોઃ Ahmedabad News : શાળાઓના દરવાજા હવે કોના માટે રહેશે બંધ અને કોના માટે ખુલ્લા? DEOના આ નવા આદેશથી શિક્ષણ જગતમાં ગણગણાટ?

Read Full Story arrow_forward
Kendra Drishti Yog: આ 4 રાશિને નોકરીમાં પ્રમોશન,સેલરી વધશે.. બુધ અને મંગળ રચશે આ જબરદસ્ત યોગ
calendar_today October 22, 2026

Kendra Drishti Yog: આ 4 રાશિને નોકરીમાં પ્રમોશન,સેલરી વધશે.. બુધ અને મંગળ રચશે આ જબરદસ્ત યોગ

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિ અને તેમની વચ્ચે રચાતા વિશિષ્ટ સંબંધોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બુધ અને મંગળ વચ્ચે રચાતો 'કેન્દ્ર દ્રષ્ટિ યોગ' (એક વિશિષ્ટ કોણીય ગોઠવણી) આવી જ એક સ્થિતિ છે, જેનો સંબંધ ઘણીવાર કારકિર્દી, વ્યવસાય અને આર્થિક બાબતો સાથે જોડવામાં આવે છે.બુધ અને મંગળ વચ્ચે રચાશે કેન્દ્ર દ્રષ્ટિ યોગ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ ગોઠવણી અમુક ચોક્કસ રાશિઓમાં જન્મેલા વ્યક્તિઓ પર સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. તે નોકરી કરતા લોકો માટે નવી જવાબદારીઓ, બઢતી (પ્રમોશન)ની તકો અને વ્યવસાયમાં વૃદ્ધિની સંભાવના સૂચવે છે. આ સ્થિતિમાં બુધને બુદ્ધિ, સંચાર અને વાણિજ્યનો કારક માનવામાં આવે છે, જ્યારે મંગળને સાહસ, ઊર્જા અને પરાક્રમ સાથે જોડવામાં આવે છે. પરિણામે, આ બે ગ્રહો વચ્ચેનો સંબંધ અમુક વ્યક્તિઓને તેમના વ્યાવસાયિક ક્ષેત્રમાં નવી વ્યૂહરચનાઓ ઘડવાની અને આગળ વધવાની તક આપી શકે છે. મિથુન, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિમાં જન્મેલા લોકો માટે આ સમયગાળો વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.બુધ અને મંગળનો 'કેન્દ્ર દ્રષ્ટિ યોગ' શું છે?જ્યોતિષીય ગણતરીઓ મુજબ, 2 ઓક્ટોબર,2026ના રોજ એક 'કેન્દ્ર દ્રષ્ટિ યોગ' રચાયો હતો, જ્યારે બુધ અને મંગળ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો (ચોરસ દ્રષ્ટિ કે 'સ્ક્વેર એસ્પેક્ટ') બન્યો હતો. આ ગોઠવણી ગ્રહોની એક ચોક્કસ કોણીય સ્થિતિ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. જો કે, તેની વાસ્તવિક અસર વ્યક્તિની જન્મકુંડળીમાં ગ્રહોના ચોક્કસ સ્થાનના આધારે અલગ-અલગ હોઈ શકે છે.મિથુન: વ્યવસાયમાં નવી તકો મળી શકે છેમિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. આ ગ્રહસ્થિતિને કારણે, આ રાશિના જાતકોની કારકિર્દી અને વ્યવસાયમાં નવી તકો મળવાના સંકેત મળી રહ્યા છે. મીડિયા, માર્કેટિંગ, લેખન અને સંચાર (કોમ્યુનિકેશન) જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો પોતાની કુશળતાનો લાભ મેળવી શકે છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જ્યારે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવા ગ્રાહકો સાથે જોડાવાની તક મળી શકે છે.કન્યા રાશિ: બઢતી અને પગાર વધારાની સંભાવનાઓકન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ રાશિમાં જન્મેલા વ્યક્તિઓને કાર્યસ્થળ પર પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળી શકે છે. તમારા કામની કદર તમારા ઉપરી અધિકારીઓ દ્વારા વધુ સારી રીતે થઈ શકે છે. નવી જવાબદારીઓ મળવાની અથવા નેતૃત્વની ભૂમિકામાં આવવાની શક્યતા છે. જેઓ બઢતી અથવા પગાર વધારાની અપેક્ષા રાખી રહ્યા છે, તેમણે તેમના કાર્યપ્રદર્શન (પરફોર્મન્સ) પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.વૃશ્ચિક રાશિ: સખત મહેનત માટે સંભવિત ફળવૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. આ રાશિમાં જન્મેલા વ્યક્તિઓને તેમની કારકિર્દીમાં આગળ વધવાની તકો મળી શકે છે. લાંબા સમયથી બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવા અને નવી યોજનાઓ સાથે આગળ વધવા માટે આ સમય અનુકૂળ બની શકે છે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમણે પણ તેમના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ. આર્થિક બાબતો અંગે નિર્ણયો લેતી વખતે ખૂબ જ સમજી-વિચારીને આગળ વધવું હિતાવહ રહેશે.મકર: વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિની સંભાવનામકર રાશિના જાતકો માટે, ગ્રહોની આ સ્થિતિ કારકિર્દી અને ભૌતિક સુખ-સુવિધાઓની બાબતોમાં સકારાત્મક માનવામાં આવે છે. તમને તમારી નોકરીમાં નવી ભૂમિકા અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. જેઓ પોતાનો વ્યવસાય વિસ્તારવાનું વિચારી રહ્યા છે, તેમને નવા ક્ષેત્રોમાં આગળ વધવાની તકો મળી શકે છે. મિલકત સંબંધિત બાબતોમાં પણ પ્રગતિના સંકેતો છે.(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )

Read Full Story arrow_forward
varanasi: આકાશી કરતબો જોવા છત પર જતાં પહેલાં સાવધાન! વારાણસી વહીવટીતંત્રએ જાહેર કરી કડક એડવાઇઝરી
calendar_today October 22, 2026

varanasi: આકાશી કરતબો જોવા છત પર જતાં પહેલાં સાવધાન! વારાણસી વહીવટીતંત્રએ જાહેર કરી કડક એડવાઇઝરી

ઉત્તરપ્રદેશના વારાણસીમાં ભારતીય વાયુસેના (IAF)ના ભવ્ય એર શોને લઈને વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયા છે. આકાશમાં વાયુવીરોના અદ્ભુત કરતબો જોવા માટે હજારો દર્શકો ઉમટી પડવાની શક્યતા છે ત્યારે કોઈ પણ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય તે માટે સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 424 જેટલા જર્જરિત મકાનો છે જેની આસપાસ કે તેના પર ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ તે નિયમોનનું ઉલ્લંધન કરનારને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ગંગા ઘાટ 'નો વ્હીકલ ઝોન' જાહેર, RAF અને પોલીસ તૈનાતસુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ચંદૌલીમાં ગંગા નદી કિનારાના ઘાટ અને આસપાસના વિસ્તારોને 'નો વ્હીકલ ઝોન' જાહેર કરાયા છે. રસ્તાઓ પર ચુસ્ત બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને પદયાત્રીઓની સુવિધા તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવા સ્થાનિક પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.વિમાનોના કંપન અને અવાજથી અકસ્માતનો ખતરોગંગા તટવર્તી વિસ્તારોમાં અનેક જૂના મકાનો છે, જેમના સ્ટ્રક્ચર નબળાં છે અને દિવાલોમાં તિરાડો પડેલી છે.એર શો દરમિયાન ફાઇટર જેટ્સના પ્રદર્શનથી પેદા થતા ભારે કંપન (વાયબ્રેશન)અને તીવ્ર અવાજ તેમજ લોકોની વધુ પડતી ભીડને કારણે આ જર્જરિત ભાગો પર ભાર વધતાં મકાન ધરાશાયી થવાની ભીતિ છે. જેના સાવચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ મોડ પર છે. તેમજ સતત સલામતી જળવાઈ રહે તે માટે લોકોને અપીલ કરી રહી છે. 424 જોખમી મકાનો ચિહ્નિત: છત અને બાલ્કની પર જવા પર રોકઆ ખતરાને ધ્યાને રાખીને વારાણસી મહાનગરપાલિકાએ શહેરના ચાર ઝોનમાં 424 જર્જરિત મકાનોની ઓળખ કરી છે. પાલિકાએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે મકાનની છત કે બાલ્કનીની ક્ષમતા ચકાસ્યા વિના ત્યાં લોકોને એકઠા ન કરવા. દર્શકોને માત્ર વહીવટીતંત્ર દ્વારા માન્ય અને સુરક્ષિત જાહેર કરાયેલા સ્થળોએથી જ એર શો જોવાની મંજૂરી આપવામાં આવી છે.કમિશનરનો કડક આદેશ: નિયમ તોડ્યો તો કાનૂની પગલાંમ્યુનિસિપલ કમિશનર હિમાંશુ નાગપાલના નિર્દેશ પર કોતવાલી ઝોન સહિતના તમામ ઝોનલ અધિકારીઓએ સત્તાવાર ચેતવણી જારી કરી છે. તમામ મકાનમાલિકોને અસુરક્ષિત ભાગો ખાલી રાખવા, બેરિકેડિંગ કરવા અને ચેતવણી બોર્ડ લગાવવા જણાવાયું છે. જો કોઈ જોખમી સ્થિતિ જણાય તો તરત જ પાલિકાને જાણ કરવી પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર મકાનમાલિક કે ભાડૂત સામે ઉત્તર પ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1959ની કલમ 331 અને 308 હેઠળ સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward