android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagarના લીંબડી અને સાયલામાં 60 લાખથી વધુની વીજચોરી તંત્રએ ઝડપી પાડી, જુઓ Video
calendar_today January 1, 2026

Surendranagarના લીંબડી અને સાયલામાં 60 લાખથી વધુની વીજચોરી તંત્રએ ઝડપી પાડી, જુઓ Video

તંત્ર દ્વારા આ સાથે ચેકીંગ દરમ્યાન ગેરરીતિ કરતા સો થી વધુ જોડાણ ધારકોને 60 લાખથી વધુની રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. રાજકોટ કોર્પોરેટ ઓફિસની સૂચના તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના અધિક્ષક ઇજનેર એન.એન.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ લીંબડી ડિવિઝન અંતર્ગત આવતા ત્રણ તાલુકાઓના ગામોમાં વહેલી સવારથી જ ઓચિંતું વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.તંત્રએ વીજચોરીને લઈ 60 લાખનો દંડ ફટકાર્યો લીંબડી, પાણશીણા,ચુડા ગ્રામ્ય તેમજ સાયલાના ગામોમાં એક સાથે હાથ ધરાયેલ કાર્યવાહીમાં પીજીવીસીએલની 42 જેટલી ટીમો દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. GUVNL ડ્રાઇવ અંતર્ગત યોજાયેલ વીજ ચેકિંગમાં સાયલા શહેર, વખતપર, નવા સુદામડા, કેરાળા, મદારગઢ, ડોળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધામા નાખી વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી. તંત્રની ટીમો દ્વારા કુલ 470 જેટલા ઘર વપરાશના વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 109 જોડાણોમાં ગેરરીતી બહાર આવતા તમામને મળી આશરે 60 લાખથી વધુનો દંડ ફટકારતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. આ પણ વાંચો : Gujaratમાં નવા વર્ષથી ST બસની મુસાફરી મોંઘી બની, 10 થી 60 કિમીની યાત્રામાં 1 રૂપિયાનો વધારો, જુઓ Video

Read Full Story arrow_forward
Surat News: સફાઈર કોર્ટ બિલ્ડિંગના બીજા માળે લાગી આગ
calendar_today January 1, 2026

Surat News: સફાઈર કોર્ટ બિલ્ડિંગના બીજા માળે લાગી આગ

ડાયમંડ સિટી સુરતના વેસુ વિસ્તારમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત હતું, ત્યારે વેસુના જાણીતા 'સફાઈર કોર્ટ' બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગના બીજા માળે લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, વેસુ વિસ્તારમાં આવેલા સફાઈર કોર્ટ બિલ્ડિંગના બીજા માળે મોડી રાત્રે અચાનક ધુમાડાના ગોટા દેખાવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બિલ્ડિંગમાં ઓફિસો આવેલી હોવાથી અને રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે દૂર-દૂર સુધી તેની જ્વાળાઓ દેખાઈ રહી હતી. ફાયર વિભાગની કામગીરી આગની જાણ થતા જ વેસુ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટર્સે સતત બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. બિલ્ડિંગમાં કાચ અને ફર્નિચરનું પ્રમાણ વધુ હોવાથી ધુમાડો ખૂબ જ ફેલાયો હતો, જેના કારણે જવાનોને અંદર પ્રવેશવામાં મુશ્કેલી પડી હતી. જોકે, આખરે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. નુકસાન અને કારણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે. આગની ઝપેટમાં આવતા ઓફિસમાં રહેલા એસી, સોફા, મોંઘા ફર્નિચર અને પીઓપી સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલ કેટલું નુકસાન થયું છે અને આગ લાગવાનું સચોટ કારણ શું છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Surat માં નવા વર્ષે મંદિરમાં ચોરી, ઉધનાના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક

Read Full Story arrow_forward
Surat: લિંબાયત વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પરિવાર દ્વારા એટ્રોસિટી ગુનો દાખલ કરવાની માગ
calendar_today January 1, 2026

Surat: લિંબાયત વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પરિવાર દ્વારા એટ્રોસિટી ગુનો દાખલ કરવાની માગ

સુરતના લિંબાયત વિસ્તારમાં 24 વર્ષીય જયેશ પટેલની કરાયેલી હત્યાને લઈ શહેરમાં ચકચાર મચી ગઇ છે. નજીવી બાબતે વિશાલ વાઘ અને રાકેશ ગંગે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનો આરોપ લગાવાયો છેગુનો દાખલ ન થાય તો તેઓ ડેડબોડી સ્વીકારવા તૈયાર નથી પરિવારે પોલીસ પર દબાણ બનાવ્યું છે અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવાની માગ કરી છે. પરિવારનો દાવો છે કે, જો આ ગુનો દાખલ ન થાય તો તેઓ ડેડબોડી સ્વીકારવા તૈયાર નથી. હાલ સ્વિમેર હોસ્પિટલમાં પરિવારના સભ્યો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. હત્યારાઓ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યારાઓ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. સુરત શહેરમાં આ ઘટના બાદ એક જ દિવસમાં બે હત્યાના બનાવ નોંધાઈ ચૂક્યા છે, જે સલામતીના મામલે ગંભીર ચિંતા ઉભી કરે છે. આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward