android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad; ડિજિટલ અરેસ્ટના નામે વૃદ્ધ પાસેથી 7.12 કરોડ પડાવ્યા, સાયબર ક્રાઇમે ચાઈનીઝ કનેક્શન ધરાવતી ગેંગના 12 સાગરીતોને ઝડપ્યા
calendar_today January 3, 2026

Ahmedabad; ડિજિટલ અરેસ્ટના નામે વૃદ્ધ પાસેથી 7.12 કરોડ પડાવ્યા, સાયબર ક્રાઇમે ચાઈનીઝ કનેક્શન ધરાવતી ગેંગના 12 સાગરીતોને ઝડપ્યા

કેન્દ્ર સરકાર અને પોલીસની વારંવારની જાગૃતિ ઝુંબેશ છતાં, સાયબર ગઠિયાઓ નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવામાં સફળ રહ્યા છે. અમદાવાદમાં એક વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કરી માત્ર 10 જ દિવસમાં રૂપિયા 7 કરોડ 12 લાખ પડાવી લેવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે સપાટો બોલાવી ગેંગના 12 સાગરીતોની ધરપકડ કરી છે.એક વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 7 કરોડ 12 લાખ પડાવ્યાગઠિયાઓએ વૃદ્ધને ફોન કરી પોતે TRAI અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપી હતી. આરોપીઓએ વૃદ્ધને ડરાવ્યા હતા કે તેઓ મની લોન્ડરિંગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 'ઈડી (ED) વેરીફિકેશન'ના બહાને વૃદ્ધના બેંક એકાઉન્ટની વિગતો મેળવી લેવામાં આવી હતી. ગઠિયાઓએ વિશ્વાસ અપાવ્યો હતો કે વેરીફિકેશન બાદ તમામ રકમ પરત કરી દેવાશે, જેના કારણે વૃદ્ધે 10 દિવસમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.ચાઈનીઝ ગેંગ અને ક્રિપ્ટોકરન્સીનું કનેક્શનસાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો છે કે આ કૌભાંડના તાર છેક કંબોડિયા અને ચીન સુધી જોડાયેલા છે. હિતેન્દ્ર સોલંકી અને નયન પટેલ રાજસ્થાનના એક વ્યક્તિના સંપર્કમાં હતા, જે બેંક એકાઉન્ટ પૂરા પાડતો હતો. જમા થયેલા રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર થતા હોવાની આશંકા છે.જનક ગઢાદરા અને અનિકેત ઢોલા નામના આરોપીઓ સીધી રીતે ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે.પોલીસની કાર્યવાહી અને 'ઓપરેશન મ્યુલ હંટસાયબર ક્રાઇમે બિહાર, આસામ અને દિલ્હીના બેંક એકાઉન્ટ્સ ટ્રેસ કરીને તપાસ તેજ કરી હતી. ઝડપાયેલા 12 આરોપીઓ પાસેથી 16 મોબાઈલ ફોન, રૂપિયા 1.73 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં એવું પણ સામે આવ્યું કે આરોપીઓ 'ઓપરેશન મ્યુલ હંટ' (બેંક એકાઉન્ટ ભાડે આપતા એજન્ટો વિરુદ્ધની ઝુંબેશ) થી માહિતગાર હતા, છતાં લાલચમાં આવી આ ગુના આચરતા હતા.ઝડપાયેલા આરોપીઓના નામદશરથ નાયક, બ્રીજેશ શાહ, હિતેન્દ્ર સોલંકી, વિજય કોરી, નયન પટેલ, જલદીપ ડાખરા, રોહન પટેલ, સુનીલ ધામેચા, જનક ગઢાદરા, રાહુલ મોરડીયા, અનિલ મોરડીયા અને અનિકેત ઢોલા.આ પણ વાંચો: રેલવે ડિવિઝનમાં ચેઇન પુલિંગનો આતંક, વર્ષ 2025માં લોકો પાસેથી 5.65 લાખનો દંડ વસૂલ્યો

Read Full Story arrow_forward
Ahmedabadમાં બેવડી ઋતુનો માર: સોલા સિવિલમાં એક જ અઠવાડિયામાં 13,000થી વધુ OPD કેસ
calendar_today January 3, 2026

Ahmedabadમાં બેવડી ઋતુનો માર: સોલા સિવિલમાં એક જ અઠવાડિયામાં 13,000થી વધુ OPD કેસ

અમદાવાદમાં હાલ બદલાતા હવામાન અને બેવડી ઋતુને કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શરદી, ઉધરસ અને તાવના કેસમાં ઉછાળો આવતા શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા માત્ર એક સપ્તાહમાં 13,446 ઓપીડી (OPD) નોંધાઈ છે.મિશ્ર ઋતુને કારણે રોગચાળો વધ્યોમિશ્ર ઋતુને કારણે ઇન્ફેક્શન ફેલાતા તાવ અને શરદીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ જે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ (Immunity) સારી હોય છે તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે, પરંતુ અન્ય લોકો માટે આ ઇન્ફેક્શન લાંબુ ચાલે છે. મચ્છરજન્ય રોગો પણ માથું ઊંચકી રહ્યા છે. સોલા સિવિલમાં નોંધાયેલા આંકડા સોલા સિવિલમાં નોંધાયેલા આંકડા મુજબ, રોજના 20થી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં 72 સેમ્પલમાંથી 5 કેસ પોઝિટિવ આવતા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. મેલેરિયાના રોજના 30થી વધુ ઓપીડી કેસ નોંધાય છે. 480 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. પાણીજન્ય રોગ ટાઇફોઇડના પણ 22 દર્દીઓ હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા, ખોરાકમાં સાવચેતી રાખવા અને મચ્છરોથી બચવા માટે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Porbandar: નેશનલ સમુદ્રી તરણ સ્પર્ધામાં અમદાવાદના વૃદ્ધાને હાર્ટ એટેક
calendar_today January 3, 2026

Porbandar: નેશનલ સમુદ્રી તરણ સ્પર્ધામાં અમદાવાદના વૃદ્ધાને હાર્ટ એટેક

પોરબંદરના સમુદ્રમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી અનેક સ્પર્ધકો ભાગ લેવા પહોંચ્યા છે. જોકે, સ્પર્ધા દરમિયાન અમદાવાદના એક વૃદ્ધાને અચાનક હાર્ટ એટેક આવતા સ્પર્ધાના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.1 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લેવા ઉતર્યા હતાઅમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય લીનાબેન વર્ધન આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા પોરબંદર આવ્યા હતા. તેઓ જ્યારે 1 કિલોમીટરની સમુદ્રી તરણ સ્પર્ધામાં ઉતર્યા હતા અને દરિયામાં તરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને હાર્ટ એટેક આવ્યો હતો.તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયાઘટનાની જાણ થતા જ આયોજકો અને બચાવ ટુકડી દ્વારા તેમને તાત્કાલિક દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ લીનાબેનને પોરબંદરની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ તબીબોની દેખરેખ હેઠળ છે.ખેલદિલી અને જોશ વચ્ચે દુખદ ઘટના69 વર્ષની વયે પણ સમુદ્રી તરણ જેવી પડકારજનક સ્પર્ધામાં ભાગ લેવો એ લીનાબેનનો રમત પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે. પરંતુ સ્પર્ધા દરમિયાન બનેલી આ ઘટનાને પગલે અન્ય સ્પર્ધકો અને ખેલપ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે, આવી સ્પર્ધાઓમાં ફિટનેસ ખૂબ જ મહત્વની હોય છે, છતાં પણ આવી આકસ્મિક ઘટનાઓ તંત્ર અને આયોજકો માટે ચિંતાનો વિષય બની છે.આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટના નામે વૃદ્ધ પાસેથી 7.12 કરોડ પડાવ્યા, સાયબર ક્રાઇમે ચાઈનીઝ કનેક્શન ધરાવતી ગેંગના 12 સાગરીતોને ઝડપ્યા

Read Full Story arrow_forward