Chhota Udepur : બે માળના નવનિર્માણ પામતા મકાન પરથી મજૂર નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત
છોટાઉદેપુર શહેરની ગૃરૂકૃપા સોસાયટીમાં ચાલી રહેલા બે માળના નવનિર્માણ પામતા મકાનના કામ દરમિયાન એક મજૂર નીચે પટકાતા ઘટનાસ્થળે જ તેનુ મોત થયું છે. આ દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. ધાબાનું સેંટિંગ બાંધવાની કામગીરી દરમિયાન અચાનક ટેકો હટી જતા મજૂર નીચે પટકાયો મળતી માહિતી મુજબ, મકાનના ધાબાનું સેંટિંગ બાંધવાની કામગીરી દરમિયાન અચાનક ટેકો હટી જતા મજૂર નીચે પટકાયો હતો. નીચે પડતાં તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. મૃતક મજૂરનું નામ અરવિંદભાઈ રાઠવા મૃતક મજૂરનું નામ અરવિંદભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છોટાઉદેપુર તાલુકાના મોટી કનાસ ગામના રહેવાસીહતા અને તેમની ઉંમર આશરે 35થી 40 વર્ષ વચ્ચે હોવાનું જણાવાય છે. પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો---- Gandhinagar : 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપી સામે માત્ર 17 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઇ,આરોપી ભાગતા મહિલા પીઆઇએ ફાયરિંગ કરેલું
Read Full Story arrow_forward