android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: સિવિલ હોસ્પિટલમાં નેપાળી યુવકનું મોત
calendar_today January 3, 2026

Rajkot News: સિવિલ હોસ્પિટલમાં નેપાળી યુવકનું મોત

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. બે દિવસ પૂર્વે સારવાર દરમિયાન એક નેપાળી યુવકનું મોત નિપજતા મામલો ગરમાયો છે. આ ઘટનાને પગલે નેપાળી સમાજના અગ્રણીઓ મેદાને આવ્યા છે અને તબીબોની બેદરકારી તેમજ વહીવટી તંત્રની નિષ્ફળતા સામે રોષ ઠાલવી રહ્યા છે.શું છે સમગ્ર ઘટના ઘટનાની મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં આમિર નામના એક યુવકને લોહીની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી. આ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી રક્તદાન માટે અપીલ કરવામાં આવી હતી. આ મેસેજ વાંચીને જયદીપ ચાવડા નામનો યુવક રક્તદાન કરવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. તબીબ સાથે ઘર્ષણ અને હડતાલ નેપાળી સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, વોર્ડમાં બ્લડ ગ્રુપની તપાસ અને લોહી ચડાવવા બાબતે ત્યાં હાજર તબીબ અને મયુર નામના શખ્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી. આ ઘટનાના વિરોધમાં હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતરી ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. નેપાળી સમાજના ગંભીર આક્ષેપો સમાજના અગ્રણીઓનો સીધો આક્ષેપ છે કે, તબીબો હડતાલ પર ઉતરી જવાથી દર્દીને સમયસર સારવાર મળી ન હતી. હોસ્પિટલ તંત્ર અને તબીબોની ગંભીર બેદરકારીને કારણે નેપાળી યુવકે જીવ ગુમાવ્યો છે. રાત્રિના સમયે યોગ્ય દેખરેખના અભાવે યુવકનું મોત નીપજ્યું છે. નેપાળી સમાજે કરી ન્યાયની માગ નેપાળી સમાજ દ્વારા આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરવામાં આવી છે. નેપાળી સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે કે, જે પણ તબીબો કે કર્મચારીઓની બેદરકારી સામે આવે તેમની સામે કડક પોલીસ કાર્યવાહી થવી જોઈએ. હાલમાં આ મુદ્દે પોલીસ તપાસ ચાલુ છે, અને હોસ્પિટલ કેમ્પસમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પણ વાંચો - Rajkot માં 'MLA ગુજરાત' લખેલી મર્સિડીઝના ચાલકની દાદાગીરી, પાર્કિંગ માટે મનપાનું બોર્ડ ઉખેડ્યું!

Read Full Story arrow_forward
Aravalli: યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂનમની ભક્તિમય ઉજવણી, ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી
calendar_today January 3, 2026

Aravalli: યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂનમની ભક્તિમય ઉજવણી, ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી

પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આજે પોષી પૂનમના પાવન અવસરે ભક્તિમય ઉજવણી કરવામાં આવી છે. ભગવાન શામળીયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે જેને કારણે મંદિર પરિસરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો. ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યોમંદિરમાં ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ ભગવાનના દર્શન કર્યા અને આ પવિત્ર દિવસે ધન્યતા અને આનંદ  ભક્તોની સુવિધા માટે શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્શન વ્યવસ્થા, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ પગલાં લીધા હતા. આ પણ વાંચો-----  ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
Gandhinagar માં ટાઈફોડનો કહેર, સેક્ટર 24 થી 26માં 67 થી વધુ કેસ નોંધાતા ફફડાટ
calendar_today January 3, 2026

Gandhinagar માં ટાઈફોડનો કહેર, સેક્ટર 24 થી 26માં 67 થી વધુ કેસ નોંધાતા ફફડાટ

ગાંધીનગર શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેમાં ખાસ કરીને સેક્ટર 24, 25, 26 અને આદિવાડા વિસ્તારમાં ટાઈફોડના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં ટાઈફોડના 67થી વધુ કેસો નોંધાતા પાટનગરમાં ઇન્દોર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર ભરત ગોહિલે જણાવ્યું હતું કે, તેમના વોર્ડમાં ટાઈફોડના અનેક શંકાસ્પદ કેસો સામે આવ્યા છે, જેનું મુખ્ય કારણ દૂષિત પાણી હોવાનું અનુમાન છે. પાણીજન્ય રોગોના ફેલાવાને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભારે ફફડાટ અને ચિંતા જોવા મળી રહી છે.દૂષિત પાણીએ નોતર્યો રોગચાળો? ટાઈફોડના કેસોની વધતી સંખ્યાને જોતા ગાંધીનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં 'હાઉસ ટુ હાઉસ' સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી નવા દર્દીઓને શોધી વહેલી તકે સારવાર આપી શકાય. કોર્પોરેટરના જણાવ્યા મુજબ, હાલ આરોગ્ય ટીમો દ્વારા સર્વે અને ક્લોરિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દૂષિત પાણીના જોખમને ટાળવા માટે તંત્ર દ્વારા રહીશોને ઉકાળેલું પાણી પીવાની અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ પણ વાંચો : કલેક્ટર બાદ હવે RACનો વારો? જમીન કૌભાંડમાં 25 ટકા લાંચનો હિસ્સો આર.કે. ઓઝાને મળતો હોવાનો ખુલાસો

Read Full Story arrow_forward