android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: પેથાપુરમાં એક જ સ્થળે યોગા અને સ્પોર્ટ્સ પ્રવૃત્તિની સુવિધા
calendar_today January 1, 2026

Gandhinagar: પેથાપુરમાં એક જ સ્થળે યોગા અને સ્પોર્ટ્સ પ્રવૃત્તિની સુવિધા

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પેથાપુર ખાતે યોગા અને સ્પોર્ટસ સેન્ટર બનાવવામાં આવશે.અંદાજે 11.83 કરોડનું ટેન્ડર એલ-1 આવ્યું છે. જેને સ્થાયી સમિતીમાં મંજુરીની મહોર મારી દેવાતા હવે આગામી સમયમાં તંત્ર દ્વારા આગળની પ્રોસેસ પુરી કરીને એજન્સીને વર્કઓર્ડર આપવાનું કામ કરશે. જેથી એજન્સી ઝડપથી પ્રોજેક્ટનું કામ શરૂ કરી શકે. પેથાપુર અગાઉ નગરપાલિકાનો દરજ્જો ધરાવતું હતું. પરંતુ નવું સીમાંકન આવતાં પેથાપુર શહેરનો કોર્પોરેશનમાં સમાવેશ થયો છે. કોર્પોરેશનમાં સામેલ થયા બાદ પેથાપુરમાં ઘણા વિકાસ કામો ગાંધીનગર કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં ગટર-પાણીનું નેટવર્ક ઉભું કરવાથી લઈને સ્ટોર્મ વોટર લાઈનની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં અહીં શહેરના વિકાસ માટે જરૂરી એવો ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. હવે અહીં યોગ અને સ્પોર્ટસ સેન્ટર ઉભું કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudaypur:નસવાડીના ચાર ડુંગર વિસ્તારની સગર્ભાઓની આરોગ્ય ચકાસણી
calendar_today January 1, 2026

Chhotaudaypur:નસવાડીના ચાર ડુંગર વિસ્તારની સગર્ભાઓની આરોગ્ય ચકાસણી

નસવાડી તાલુકા હેઠળના સબ સેન્ટર વાડિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધારસીમલ દ્વારા આજરોજ ગણિયાબારી, ખેંદા, પીપલવાણી અને વાડિયા એમ ચાર ગામોની સગર્ભા બહેનો માટે વિશેષ આરોગ્ય તપાસ તથા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જેનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસૂતિ દરમિયાન થતાં જોખમ ઘટાડવા અને આધુનિક આરોગ્ય સુવિધા અંગે જાગૃતિ લાવવાનો હતો. શિબિરમાં 25થી વધુ સગર્ભાની નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરાઇ હતી. જેમાં હિમોગ્લોબિન ચકાસણી, બ્લડ પ્રેશર સહિત જરૂરી તપાસનો સમાવેશ થયો હતો. કાર્યક્રમમાં ઝોળી મુક્ત અભિયાન અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં જોખમી ઝોળીમાં લઈ જવાની પ્રથા બંધ કરવા અપીલ કરાઇ હતી. ઈમરજન્સીમાં સ્ટ્રેચરનો ઉપયોગ કરવા, 108 એમ્બ્યુલન્સ સેવા સંપર્ક કરવાની સમજ અપાઇ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bayad: ત્રણ માસ બાદ ગાબટ ફરીથી બાયડ તાલુકામાં
calendar_today January 1, 2026

Bayad: ત્રણ માસ બાદ ગાબટ ફરીથી બાયડ તાલુકામાં

અરવલ્લી જિલ્લામાં નવા શામળાજી અને સાઠંબા તાલુકાઓની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. 1લી ઓક્ટોબરથી નવા બંન્ને તાલુકા અસ્તિત્વમાં આવ્યા હતા.પરંતુ નવા સાઠંબા તાલુકામાં સમાવેશ કરાયા બાદ ગાબટ ગામમાં વિરોધનો વંટોળ ઉઠયો હતો. ઉપવાસ આંદોલનથી લઈને ગ્રામજનોએ રેલીઓ કાઢી વિરોધ કરી ગાબટનો પુનઃ બાયડ તાલુકામાં સમાવેશ કરવાની માગણી કરી હતી. છેવટે ગાબટના ગ્રામજનોનુ આંદોલન રંગ લાવ્યુ હતુ. રાજ્ય સરકારે વર્ષ 2025ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરે નોટિફિકેશન બહાર પાડી ગાબટને ફરીથી બાયડ તાલુકામાં સમાવેશ કરતા ગ્રામજનોમાં આનંદ ફેલાયો હતો. બાયડ તાલુકાનુ વિભાજન કરીને નવો સાઠંબા તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો. જેમાં તા. 1લી ઓક્ટોબર 2025થી સાઠંબા તાલુકા મથક ખાતે મામલતદાર, તાલુકા પંચાયત કચેરી સહિતની સરકારી કચેરીઓ કાર્યરત પણ કરવામાં આવી છે. પરંતુ નવા સાઠંબા તાલુકામાં સમાવેશ કરાયો ત્યારથી ગાબટ ગામમાં વિરોધનો વંટોળ શરૂ થયો હતો. આ મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સુધી રજુઆતો થઈ હતી. ગાબટની વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ, ગ્રામ પંચાયત, વેપારી એસોસીએશન દ્વારા આ નિર્ણયનો વિરોધ કરી ગામને ફરીથી બાયડ તાલુકામાં સમાવવા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward