android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
હોર્મુઝમાં તેલ ટેન્કર પર મિસાઇલ હુમલો, વૈભવ સૂર્યવંશીના રમવા પર સસ્પેન્સ,શેરબજારમાં મોટો ઘટાડો સહિતના સમાચાર
calendar_today October 22, 2026

હોર્મુઝમાં તેલ ટેન્કર પર મિસાઇલ હુમલો, વૈભવ સૂર્યવંશીના રમવા પર સસ્પેન્સ,શેરબજારમાં મોટો ઘટાડો સહિતના સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Gujarat News: મંજૂરી વિના સરકારી શાળામાં પ્રવેશ્યા તો થશે કાર્યવાહી, શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો જાહેર2. Ahmedabad News: ગટરમાં ગુમ થયેલી બાળકી હવે નહીં મળે, તંત્રએ શોધવાની તપાસ પૂર્ણ કરી ખાડો પૂરી દીધો3. IND vs NZ T20I: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ, વૈભવ સૂર્યવંશીના રમવા પર સસ્પેન્સ4. Gold Silver Price Today: અચાનક ચાંદી 5000 રૂપિયા સસ્તી.. સોનામાં પણ ભાવ ઘટ્યો, જાણો 10 ગ્રામનો રેટ5.  Asian Para Games 2026: ભારતીય પેરા તીરંદાજ શીતલ દેવી અને તોમન કુમારે ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ6. Hormuz સ્ટ્રેટમાં કુવૈતી તેલ ટેન્કર પર જોરદાર મિસાઇલ હુમલો, જહાજ પર સવાર હતા 21 ભારતીયો7. Delhi CJP: સૌરવ દાસ અને આશુતોષ રાંકાની મુશ્કેલી વધી, ક્રાઇમ બ્રાંચમાં થવુ પડશે હાજર8.Kedarnath Dham માં આગામી 3 દિવસ બરફવર્ષાની ચેતવણી, વહીવટીતંત્રે જાહેર કરી માર્ગદર્શિકા9. Stock Market Opening: શેરબજારમાં મોટો ઘટાડો, 608.22 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ, નિફ્ટી 22,581 અંકે ખૂલ્યો10. Gujarat Weather News: સૂકા પવનો ફૂંકાવાથી ગરમીની અસર વધી, જાણો તાપમાનનો પારો ક્યાં સુધી પહોંચશે

Read Full Story arrow_forward
Bhavnagar News: મહુવા તાલુકાના કાકીડી ગામે ઝડપાયું ગેરકાયદે લીલા ગાંજાનું વાવેતર, એક શખ્સની ધરપકડ
calendar_today October 22, 2026

Bhavnagar News: મહુવા તાલુકાના કાકીડી ગામે ઝડપાયું ગેરકાયદે લીલા ગાંજાનું વાવેતર, એક શખ્સની ધરપકડ

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ સતત સક્રિય છે. ત્યારે મોટી ખુંટવડા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવતા ગેરકાયદે રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે.વાડીમાંથી મળી આવ્યા 19 લીલા ગાંજાના છોડપોલીસ તપાસ દરમિયાન મહુવા તાલુકાના કાકીડી ગામની એક વાડીમાં ગેરકાયદે ગાંજાની ખેતી થતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દરોડો પાડીને ત્યાંથી કુલ 19 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેનું વજન અંદાજે 5 કિલો 780 ગ્રામ જેટલું થાય છે.પરેશભાઈ ઉર્ફે પ્રવીણભાઈ ચાવડાની ધરપકડઆ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપી પરેશભાઈ ઉર્ફે પ્રવીણભાઈ ચાવડાની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ આરોપી પોતાની જ વાડીમાં આ પ્રકારે માદક પદાર્થનું વાવેતર કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.રૂપિયા 2,89,000 નો મુદ્દામાલ જપ્તપોલીસ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર જપ્ત કરવામાં આવેલા ગાંજાના છોડ અને અન્ય મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 2,89,000 દર્શાવામાં આવી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ પોતાના કબજે લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રૂપિયાની લાલચમાં શરૂ કર્યું હતું ગેરકાયદે વાવેતરપ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ઝડપાયેલા શખ્સે ઝડપથી વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આવીને પોતાની જ વાડીમાં આ ગુનાહિત અને ગેરકાયદે ગાંજાનું વાવેતર કર્યું હતું. જોકે, પોલીસની સમયસૂચકતા અને બાતમીદારીના કારણે તેનો નશાનો કાળો કારોબાર પકડાઈ ગયો છે.આ પણ વાંચો: Bhavnagarમાં ACBમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ, જયેન્દ્રસિંહ ગોહિલનો પત્તો ન મળતા ચકચાર

Read Full Story arrow_forward
અમદાવાદમાં બુટલેગરે SMCની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો, પોલીસે કર્યું ફાયરિંગ
calendar_today October 22, 2026

અમદાવાદમાં બુટલેગરે SMCની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો, પોલીસે કર્યું ફાયરિંગ

અમદાવાદમાં બુટલેગરે SMCની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો, પોલીસે કર્યું ફાયરિંગઆ સમાચાર અપડેટ થઈ રહ્યા છે...

Read Full Story arrow_forward