android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod:23 ચેકપોસ્ટ પર આખી રાત પોલીસનું ઘનિષ્ઠ ચેકિંગ કરાયું
calendar_today January 1, 2026

Dahod:23 ચેકપોસ્ટ પર આખી રાત પોલીસનું ઘનિષ્ઠ ચેકિંગ કરાયું

દાહોદ જિલ્લામાં થર્ટી ર્ફ્સ્ટ તથા નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. જે દરમિયાન 31 દેશી દારૂ અને 11 વિદેશી દારૂના કેસો નોંધાયા હતા.થર્ટી ર્ફ્સ્ટ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન જિલ્લા પોલીસે કુલ 23 જેટલી ચેકપોસ્ટો શરૂ કરી હતી, જ્યાં દિવસ અને રાત દરમિયાન સતત વાહન ચેકિંગ અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરાઈ હતી. આશરે 1 હજારથી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા હતા. શહેર, ગ્રામ્ય વિસ્તાર તેમજ સરહદી માર્ગો પર વધારાનું પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ખાસ કરીને મધ્યપ્રદેશને અડીને આવેલી ખંગેલા ચેકપોસ્ટ પર વિશેષ કાળજી લેવાઈ હતી, જેમાં 31 જેટલા દેશી દારૂના કેસો તથા 11 જેટલા વિદેશી દારૂના કેસો નોંધાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar:પોલીસ દ્વારા થર્ટીફર્સ્ટની પૂર્વસંધ્યાએ રૂા.1.42 કરોડના દારૂ પર રોલર ફોરવાયું
calendar_today January 1, 2026

Mahisagar:પોલીસ દ્વારા થર્ટીફર્સ્ટની પૂર્વસંધ્યાએ રૂા.1.42 કરોડના દારૂ પર રોલર ફોરવાયું

વર્ષ 2025ને વિદાય આપી 2026ના વર્ષને આવકારવા જ્યારે લોકો થનગની રહ્યા હતા, ત્યારે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલીકરણના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ, વર્ષ 2025ના છેલ્લા ચાર માસ દરમિયાન જિલ્લાના વિવિધ 10 પોલીસ મથકોમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂના મોટા જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો.મહીસાગર જિલ્લાના 10 પોલીસ મથકોમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી ગત સપ્ટેમ્બર માસથી ડિસેમ્બર માસ દરમિયાન જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નિકાલ કરવા માટે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ આ કામગીરીમાં તમામ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓનો જપ્ત કરાયેલ કુલ રૂા.1,42,81,765 નો વિદેશી દારૂનો જથ્થો જેમાં કુલ 54,106 બોટલોનો મુદ્દામાલ એકત્રિત કરાયો હતો. આ દારૂના જથ્થાને જિલ્લા પોલીસ વડા સફીન હસનની સીધી દેખરેખ હેઠળ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અને મેજિસ્ટ્રેટની હાજરીમાં ખુલ્લા મેદાનમાં તેના ઉપર રોડ રોલર ફોરવી નાશ કરાયો હતો. દારૂની હજારો બોટલો પર રોલર ફરી વળતા જ જમીન પર દારૂની નદીઓ વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.મહીસાગર જિલ્લાના પોલીસ મથકે જપ્ત કરેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશન દારૂનો જથ્થો (રૂા.માં) : 1) બાલાસિનોર ટાઉન - 84,183, 2) બાલાસિનોર તાલુકા - 4,47,489, 3) બાકોર - 35,65,132, 4) કોઠબા - 1,49,174, 5) લુણાવાડા તાલુકા - 3,96,812. પોલીસ સ્ટેશન દારૂનો જથ્થો (રૂા.માં) : 6) લુણાવાડા ટાઉન - 5,33,310, 7) વિરપુર - 5,02,550, 8) સંતરામપુર - 51,26,446, 9) કડાણા - 37,435, 10) ડીટવાસ - 34,39,234, કુલ - 1,42,81,765. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:બે બાળકોનું અપહરણ કરી હત્યા કરનારને આજીવન કેદ
calendar_today January 1, 2026

Dahod:બે બાળકોનું અપહરણ કરી હત્યા કરનારને આજીવન કેદ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામે બે વર્ષ પૂર્વે હત્યાના બનાવમાં લીમખેડાની એડિશનલ સેશન્સ કોર્ટે બે માસૂમ બાળકોનું અપહરણ કરી બંનેની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા સાથે રૂ.20 હજારનો દંડ ફ્ટકાર્યો છે.ગત તા.10-5-22ના રોજ સાંજે કાંટુ ગામના નિશાળ ફળિયામાં રહેતા નરવતભાઈ સોમાભાઈ બામણીયાના બે પુત્રો, દિલીપ (ઉં.વ. 10) અને રાહુલ(ઉં.વ.5), કાકા શંકરભાઈના ઘરે રમવા ગયા હતા. તે સમયે આરોપી રાજેશ ઉર્ફે રાજુ મોહનીયાએ બંને બાળકોને ટિફ્નિ જમાડવાની લાલચ આપી બાઇક પર અપહરણ કર્યું હતું. પ્રથમ મોટા પુત્ર દિલીપની હત્યા કરી તેની લાશને આમલી મેનપુર ગામના જંગલમાં પથ્થરો નીચે દાટી દીધી હતી. તે બાદ 5 વર્ષના નાના પુત્ર રાહુલને સીમામોઈ ગામના જંગલમાં લઈ ગયો અને ત્યાં તેની હત્યા કરી કૂવામાં નાખી દીધો હતો. આ મામલે પિતા નરવતભાઈએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લીમખેડાની એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ એસ.બી. ચૌહાણની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ એચ.એચ. ઠક્કરે આરોપી રાજેશ ઉર્ફે રાજુ મોહનીયાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ.20 હજારનો દંડ, અપહરણમાં 07 વર્ષની જેલ અને રૂ. 5 હજારનો દંડ, તેમજ હત્યાના ઈરાદે અપહરણમાં 10 વર્ષની જેલ અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward