android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kedarnath Dham માં આગામી 3 દિવસ બરફવર્ષાની ચેતવણી, વહીવટીતંત્રે જાહેર કરી માર્ગદર્શિકા
calendar_today October 22, 2026

Kedarnath Dham માં આગામી 3 દિવસ બરફવર્ષાની ચેતવણી, વહીવટીતંત્રે જાહેર કરી માર્ગદર્શિકા

વિશ્વપ્રસિદ્ધ શ્રી કેદારનાથ ધામમાં હવામાનનો મિજાજ બદલાયો છે અને સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર ખીણ વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. બુધવારે બપોર પછી શરૂ થયેલી હિમવર્ષાના કારણે ધામમાં કડકડાતી ઠંડી વધી ગઈ છે. ઉત્તરાખંડ હવામાન વિભાગે કેદારનાથ સહિત રાજ્યના ચાર ઊંચાઈવાળા જિલ્લાઓમાં આગામી બે થી ત્રણ દિવસ માટે ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. આમ છતાં, સ્થાનિક અને વિદેશથી આવતા યાત્રાળુઓ બરફાચ્છાદિત પહાડોની અલૌકિક સુંદરતાનો આનંદ માણતા બાબા કેદારના દર્શન કરી રહ્યા છે.કપાટ બંધ થવાને માત્ર 20 દિવસ બાકીવધતી જતી ઠંડી અને પારો સતત ગગડવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. ચાલુ યાત્રા ધામ સિઝનમાં અત્યાર સુધીમાં રેકોર્ડ 17,84,760 ભક્તોએ બાબા કેદારના પાવન દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. યાત્રા હવે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે અને શિયાળાની ઋતુ માટે આગામી 11 નવેમ્બર, 2026 ના રોજ ઉત્સવના વિધિ-વિધાન સાથે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવશે. કપાટ બંધ થવાને હવે માત્ર 20 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભક્તોની અવરજવર સતત ચાલુ છે.હેલિકોપ્ટરની સેવાઓ કાર્યરતજિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં અનુકૂળ હવામાનને કારણે યાત્રા વ્યવસ્થા સુચારુ રૂપે ચાલી રહી છે. હેલિકોપ્ટર સેવાઓ પણ નિયમિત રીતે કાર્યરત છે. જિલ્લા વહીવટીતંત્ર બાકીના દિવસોમાં ધામમાં આવતા તમામ ભક્તો માટે સલામત, સુવિધાજનક અને સુગમ દર્શનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાન ક્ષણભરમાં બદલાઈ શકે છે, તેથી યાત્રાળુઓએ યાત્રા શરૂ કરતા પહેલા તાજેતરના વેધર રિપોર્ટની માહિતી મેળવી લેવી. આ ઉપરાંત, પૂરતા પ્રમાણમાં ગરમ કપડાં, જરૂરી દવાઓ અને આવશ્યક સામાન સાથે રાખવા તેમજ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી સુરક્ષા માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Amit Shah birthday: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસે PM મોદીએ ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા

Read Full Story arrow_forward
Gujarat Weather News: સૂકા પવનો ફૂંકાવાથી ગરમીની અસર વધી, જાણો તાપમાનનો પારો ક્યાં સુધી પહોંચશે
calendar_today October 22, 2026

Gujarat Weather News: સૂકા પવનો ફૂંકાવાથી ગરમીની અસર વધી, જાણો તાપમાનનો પારો ક્યાં સુધી પહોંચશે

રાજ્યમાં હજી આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી અને તેની અસર યથાવત રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે.જેમાં સૌથી વધુ રાજકોટમાં 40 ડિગ્રી અને અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોના કારણે ગરમીનું પ્રમાણ અને તેની અસર વધુ અનુભવાઈ રહી છે.રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયુંસૌરાષ્ટ્ર-કચ્છમાં આસો મહિનામાં પણ ઉનાળા જેવો આકરો તાપ પડી રહ્યો છે.રાજકોટમાં ગરમીનો પારો સ્થિર થયો હોય તેમ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું હતું તો ભુજ, નલીયા, કંડલા અને સુરેન્દ્રનગરમાં પણ પારો 39 ડિગ્રીને પાર થઈ ગયો હતો.ચોમાસાની વિદાય પછી હવામાન અસ્થિર થઈ ગયું છે નલીયા, પોરબંદરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીએ પહોંચી ગયું છે સાથે અમરેલી, મહુવા, કેશોદમાં પણ તાપમાન નીચું ઉતરતા હવે ધીમે પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું હોય તેવા એંધાણ મળી રહ્યા છે.સવારમાં હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટી ગયું છે. ઓખા અને દ્વારકામાં 94 ટકા ભેજ થઈ જતા આ વિસ્તારમાં ધુમ્મસ છવાયું હતું. પોરબંદરમાં 38.6, કેશોદમાં 38.5, વેરાવળમાં 38.3, મહુવા-ભાવનગરમાં 36.8, અમરેલીમાં 36.7, દીવમાં 36.3, ઓખામાં 32.8 અને દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.કચ્છમાં પણ તાપમાનનો પારો ઊંચકાયોકચ્છમાં મહત્તમ તાપમાનનો પારો સતત 38થી 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો હોવાથી લોકોને દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.ચોમાસાની વિદાય બાદ પણ ગરમીમાંથી રાહત મળી ન હોવાથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.દિવસ દરમિયાન આકરો તાપ અને ગરમીનો અહેસાસ થાય છે, જ્યારે રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.કંડલા પોર્ટ વિસ્તારમાં 39.5 ડિગ્રી, નલિયામાં 39.3 ડિગ્રી અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં 38.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યું હતું.દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેતાં ઉકળાટ અને બફારાથી લોકો અકળાઈ ઊઠ્યા હતા.ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબરમાં ઠંડીની શરૂઆત સાથે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થતો હોય છે, પરંતુ આ વખતે મહત્તમ તાપમાન ઊંચું રહેતાં ગરમીનો અનુભવ યથાવત્ છે.આ પણ વાંચોઃ Gandhinagar News: તલાટી અને નાયબ મામલતદારોની દિવાળી બગડશે, ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની તૈયારી શરૂ

Read Full Story arrow_forward
Kachchh News: ગાંધીધામમાં 2.11 કરોડના ચેક રિટર્ન કેસમાં 4.22 કરોડનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
calendar_today October 22, 2026

Kachchh News: ગાંધીધામમાં 2.11 કરોડના ચેક રિટર્ન કેસમાં 4.22 કરોડનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

ગાંધીધામ શહેરમાં વેપારીને બે ભાગસોરા ભાગના નીકળતા પૈસા પેટે રૂ.2.11 કરોડના ચેક આપ્યા હતા.પરંતુ આ ચેક બેંકમાં અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યા હતા.ત્યારે આ મામલે ગાંધીધામ કોર્ટે ધાક બેસાડતો હુકમ કર્યો હતો.બાદ બંને ભાગીદારોને 1 વર્ષની સજા તથા રૂપિયા 4.22 કરોડ ચૂકવવા આદેશ કર્યો હતો.ત્રણેય ભાગીદારો વચ્ચે અંતર્ગત વિવાદ થયો હતોપ્રાપ્ત વિગતો મુજબ વેપારી ભવનેશ ઉર્ફે પંડ્યા,કાંતિલાલ દેવજી પટેલ,દિનેશ ભગવાનજી મારવાણીયા જેઓ ત્રણેય ભચાઉ તાલુકાના ચોપડવા મધ્યે રંગોલી વુડઝ પ્રાઇ.લી વેપાર શરૂ કર્યો હતો.જેમાં ભવનેશ પંડ્યાની 30 ટકાની ભાગીદારી હતી.ત્રણેય ભાગીદારો વચ્ચે અંતર્ગત વિવાદ થયો હતો.બાદ વેપારમાંથી 30 ટકા શેર હોલ્ડિંગ પાર્ટ કાનજી ભાઈજી અને નાનજી નાથુ ભાઈજીને વેચી દેવાનું નક્કી કર્યું હતું.તેમજ 30 ટકા હિસ્સો ભવનેશનો રાખવાનું નક્કી કરાયું હતું.વેપારી અને ભાગીદારો વચ્ચે મનમેળ ન બેસતા ભવનેશ અલગ થવાનું નક્કી કર્યું હતું.જેમાં ભાગ પેટે રૂ.2,11,00,000નો ચેક આપ્યો હતો.આ ચેક બેંકમાં રજૂ કરાતાં અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. વેપારીએ બંને આરોપી પાર્થ કાનજી ભાઈજી અને નાનજી નાથુ ભાઈજી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. 4.22 કરોડનો સંયુક્ત દંડ ભરવાનો આદેશઆ દરમ્યાન આ કેસ ચાલી ગયો હતો જેમાં ગાંધીધામ કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ હેઠળ બંને આરોપીને તકસીરવાન ઠેરવ્યા હતા અને બંનેને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.4.22 કરોડનો સંયુક્ત દંડ ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે.દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો.કોર્ટના ચુકાદા મુજબ બંને આરોપીઓએ એક-એક વર્ષની સાદી કેદની સજા સાથે 4.22કરોડનો સંયુક્ત દંડ ફટકારવામાં આવ્યો હતો.જો આરોપીઓ દંડની રકમ ન ભરે તો વધુ છ મહિનાની સાદી કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત,દંડની રકમ ભવનેશ પંડ્યાને વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો.ચુકાદામાં બંને આરોપીઓના જો કોઈ જામીન હોય તો રદ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો.આ પણ વાંચોઃ Gandhinagar News: તલાટી અને નાયબ મામલતદારોની દિવાળી બગડશે, ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની તૈયારી શરૂ

Read Full Story arrow_forward