android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India-Poland ની મિત્રતા વધુ મજબૂત બનશે! PM મોદી અને ડોનાલ્ડ ટસ્ક વચ્ચે મળશે મહત્ત્વપૂર્ણ બેઠક
calendar_today October 22, 2026

India-Poland ની મિત્રતા વધુ મજબૂત બનશે! PM મોદી અને ડોનાલ્ડ ટસ્ક વચ્ચે મળશે મહત્ત્વપૂર્ણ બેઠક

ભારત અને પોલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક ભારતની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આજે, 22 ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પોલિશ વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે.પ્રભાવશાળી વ્યાપારી પ્રતિનિધિમંડળ પણ હાજર વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીના વિશેષ આમંત્રણ પર ભારતના પ્રવાસે આવેલા ડોનાલ્ડ ટસ્કની સાથે પોલેન્ડના નાણાં અને અર્થતંત્ર પ્રધાન એન્ડ્રેજ ડોમાન્સ્કી સહિત એક વિશાળ અને પ્રભાવશાળી વ્યાપારી પ્રતિનિધિમંડળ પણ હાજર છે. =બંને દેશો વચ્ચેનો સંંબંધ બનશે વધુ મજબૂતઆ શિખર બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવામાં આવશે. મુખ્યત્વે વેપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, નવીનીકરણીય ઉર્જા, ડિજિટલ ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિ (AI), સેમિકન્ડક્ટર અને અવકાશ જેવા ઉભરતા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, શિક્ષણ, સંસ્કૃતિ, લોકો-થી-લોકોના સંપર્કો અને ભારત-યુરોપિયન યુનિયન (EU) વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના મુદ્દાઓ પણ આ વાર્તાના કેન્દ્રમાં રહેશે.દિલ્હી અને બેંગલુરુમાં મહત્વપૂર્ણ આયોજનોપોલિશ વડા પ્રધાનના આ પ્રવાસ દરમિયાન દિલ્હી અને બેંગલુરુ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે:દ્વિપક્ષીય શિખર વાર્તા: પીએમ મોદી અને ડોનાલ્ડ ટસ્ક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે તથા ભારત-પોલેન્ડ સંબંધોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે.ભારત-પોલેન્ડ બિઝનેસ ફોરમ (દિલ્હી): નવી દિલ્હી ખાતે આયોજિત આ ફોરમમાં બંને દેશોના ઉદ્યોગપતિઓ અને વ્યાપાર પ્રતિનિધિઓ નવી રોકાણ અને વેપારની તકો પર વિચાર-વિમર્શ કરશે.બેંગલુરુની મુલાકાત: દિલ્હીના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, ટસ્ક બેંગલુરુ જશે. ત્યાં 23 ઓક્ટોબરે તેઓ માહિતી ટેકનોલોજી (IT), સ્પેસ સેક્ટર અને વિવિધ આર્થિક ક્ષેત્રોના અગ્રણી વ્યાપાર નેતાઓ સાથે ખાસ બેઠક કરશે.વ્યૂહાત્મક ભાગીદારીનો નવો તબક્કોનોંધનીય છે કે ઓગસ્ટ 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોલેન્ડ મુલાકાત સમયે બંને દેશોએ પોતાના રાજદ્વારી સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી'ના સ્તર સુધી પહોંચાડ્યા હતા. આ વર્તમાન બેઠક તે મુલાકાત દરમિયાન લેવાયેલા નિર્ણયોની પ્રગતિ તપાસવા અને સહયોગના નવા માર્ગો કંડારવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. વિદેશ મંત્રાલયના મતે, આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચે સહિયારા હિતોને આગળ ધપાવવા માટે એક સુવર્ણ તક પૂરી પાડે છે.આ પણ વાંચોઃ Houthi બળવાખોરોનો સાઉદી એરપોર્ટ પર ફરી હુમલો, અનેક ફ્લાઇટ ડાયવર્ટ, અમેરિકાએ લીધો મહત્વનો નિર્ણય

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો, B.Com સેમેસ્ટર-5ના પેપરમાં ગંભીર ભૂલ
calendar_today October 22, 2026

Gujarat Latest News Live: રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો, B.Com સેમેસ્ટર-5ના પેપરમાં ગંભીર ભૂલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar News: તલાટી અને નાયબ મામલતદારોની દિવાળી બગડશે, ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની તૈયારી શરૂ
calendar_today October 22, 2026

Gandhinagar News: તલાટી અને નાયબ મામલતદારોની દિવાળી બગડશે, ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની તૈયારી શરૂ

ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.નવેમ્બરમાં સ્પેશિયલ સમરી રિવિઝન શરૂ થશે.તેને સમાંતર જ ડિસેમ્બર 2026માં રાજ્ય ચૂંટણી આયોગ 10000 ગામોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ કરી રહ્યું છે.આથી,આ વર્ષે માત્ર શિક્ષકો-બૂથ લેવલ ઓફિસરો જ નહીં,તલાટીઓથી શરૂ કરીને છેક નાયબ મામલતદારો અને મામલતદારોનું પણ દિવાળી વેકેશન બગાડશે તે નક્કી છે.વિધાનસભા 2027ની ચૂંટણી પહેલાં સાંપ્રતકાળે વીજળી-પાણી કાપ અને ગ્રામીણ ક્ષેત્રે ગુજરાતમાં વ્યાપક પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. એક વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશેઆ પરિસ્થિતિ વચ્ચે સવા મહિના પછી ડિસેમ્બર 2026માં વિશાળ ફલક ઉપર ચૂંટણીઓ યોજાનાર છે.રાજકીય પક્ષોના ચિહ્ન વગર યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી એ ગ્રાઉન્ડ ઉપર 182 ધારાસભ્યોની પહોંચ,કાર્યકરોની અને રાજકીય પક્ષોના મૂલ્યાંકન માપવા માટે લિટમસ ટેસ્ટ બની રહે છે.ડિસેમ્બર 2026માં ગ્રામ પંચાયતોની ચૂંટણી પછી એક વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે.આથી, તમામ રાજકીય પક્ષોમાં અત્યારથી ઊલટી ગણતરી શરૂ થઈ છે.મતદાન મથકોની કામગીરી જાહેર થઈ ચૂકી છેઆમ,રાજકીય પક્ષો, ગ્રામીણ ક્ષેત્રમાં સાવ માઈક્રો લેવલે કાર્યરત આગેવાનોથી લઈને નવેમ્બર આરંભે દિવાળીથી માંડીને ડિસેમ્બરમાં નાતાલ સુધી ચૂંટણીઓનું સંચાલન કરનાર શિક્ષકો, તલાટીઓ, નાયબ મામલતદારો અને મામલતદારો સહિતના સ્ટાફ પર કામગીરીનું ભારણ વધશે.રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાર યાદી તેમજ મતદાન મથકોની કામગીરી જાહેર થઈ ચૂકી છે. બાદમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા બીજી નવેમ્બરથી SSR માટે બૂથ ઉપર BLOને એક્ટિવ રહેવા કહેવાયું છે.આઠમી નવેમ્બર, રવિવારના દિવસે આ કામગીરીમાંથી ECI મુક્તિ આપશે એવું જાણવા મળ્યું છે.રાજકીય 'ચિહ્ન' વગરની ચૂંટણી કેમ મહત્વની?ડિસેમ્બર 2021માં અર્થાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં 10.879 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં 10879 સરપંચ અને 89702 વોર્ડના સભ્યો માટે અંદાજે 27000 વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા હતા.પંચાયતી રાજમાં ગ્રામ સ્વરાજ્ય એ બુનિયાદી લોકતાંત્રિક વ્યવસ્થા છે.ત્યાં રાજકીય પક્ષોના ચિહ્ન, ઓળખ કે વિચારધારા પ્રતિબંધિત છે.પક્ષના ચિહ્ન વગર યોજાતી આ ચૂંટણી પછી વિધાનસભાની ચૂંટણી યોજાતી હોવાથી દરેક રાજકીય પક્ષ, ધારાસભ્ય કે પછી ચૂંટણી લડવા ઇચ્છતા આગેવાનો માટે નવા સૈન્યને સાબદું કરવાનો આ ઉત્તમ અવસર હોય છે.ગ્રામ પંચાયતોની આ ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.આ પણ વાંચોઃ France : હિંસા વચ્ચે ભારતીયોને સાવચેત રહેવાની દૂતાવાસની સલાહ, મેક્રોને રમખાણોમાં એઆઈના દુરુપયોગનો દાવો કર્યો

Read Full Story arrow_forward