android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kachchh: જિલ્લામાં 76 હજારથી વધુ ખેડૂતોને 244 કરોડની સહાય ચૂકવાઈ
calendar_today January 4, 2026

Kachchh: જિલ્લામાં 76 હજારથી વધુ ખેડૂતોને 244 કરોડની સહાય ચૂકવાઈ

રાજ્યમાં વર્ષ 2025 દરમિયાન સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબર માસના અંતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ, કઠોળ તેમજ અન્ય તૈયાર ખરીફ પાકને નુકસાન થયું હતું. ખેડૂતોની ચિંતા કરીને રાજ્ય રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજ અંતર્ગત કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં વીસીઇ મારફતે નુકસાનગ્રસ્ત ખેડૂતોની અરજીઓ મેળવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જે અન્વયે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો તરફથી રજૂ થયેલા સાધનિક પુરાવાઓ અને વિગતોની ચકાસણીની કામગીરી ગ્રામ સેવક દ્વારા કરવામાં આવી હતી. 244 કરોડની રકમ સીધી જમા કરી છે પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે કચ્છ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદ પૈકી કૃષિ રાહત પેકેજમાં અંજાર,ભચાઉ તેમજ રાપર તાલુકામાંથી કુલ 55,526 ખેડૂતે અરજી કરી હતી.આ ઉપરાંત ઓક્ટોબર માસના અંતમાં પડેલા કમોસમી વરસાદ અંતર્ગત સહાય મેળવવા અંજાર તેમજ ભચાઉ તાલુકામાંથી 22153 ખેડૂતે અરજી કરી હતી.આમ બંને પેકેજમાં મળીને કુલ 77,679 ખેડૂતો દ્વારા અરજીઓ ખેતીવાડી વિભાગને પ્રાપ્ત થઈ હતી.જે પૈકી ખેતીવાડી વિભાગે 76877 ખેડૂતોની અરજીની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી મારફતે રૂ. 244 કરોડની રકમ સીધી જમા કરી છે.જે ખેડૂતોના બેંક ખાતા આધારકાર્ડ સાથે લીંક કરવાના બાકી હોય તેઓને આધાર સીડિંગ કરાવવા માટે ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારી ભુજ-કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે. આ પણ વાંચોઃ Agriculture News: અમરેલી જિલ્લામાં ગત વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે રવિ સીઝનમાં ૧૩૩ ટકાથી વધુ વાવેતર નોંધાયું

Read Full Story arrow_forward
Indian Auto Marketમાં આવશે તેજી: મારુતિથી લઈને મહિન્દ્રા સુધીની 7 નવી કોમ્પેક્ટ SUVs થશે લોન્ચ
calendar_today January 4, 2026

Indian Auto Marketમાં આવશે તેજી: મારુતિથી લઈને મહિન્દ્રા સુધીની 7 નવી કોમ્પેક્ટ SUVs થશે લોન્ચ

ભારતમાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં આગામી સમયમાં ભારે હલચલ જોવા મળશે. ગ્રાહકોમાં વધતી જતી ડિમાન્ડને પહોંચી વળવા માટે મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી અગ્રણી કંપનીઓ નવા ફીચર્સ અને ઇલેક્ટ્રિક વેરિઅન્ટ સાથે પોતાની શ્રેષ્ઠ કારો લોન્ચ કરવા જઈ રહી છે.આગામી સમયમાં લોન્ચ થનારા મુખ્ય મોડલ્સ મારુતિ સુઝુકી બ્રેઝા ફેસલિફ્ટ: નવી બ્રેઝામાં લેવલ 2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) અને અપડેટેડ ઇન્ટિરિયર જોવા મળશે. તેના એક્સટિરિયર ડિઝાઇનમાં પણ કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે. ટાટા પંચ ફેસલિફ્ટ: ટાટા મોટર્સ 13 જાન્યુઆરીએ નવી પંચ લોન્ચ કરી શકે છે. જેમાં 360-ડિગ્રી કેમેરા, 10.25 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને કનેક્ટેડ ટેલ લેમ્પ જેવા આધુનિક ફીચર્સ હશે. તે પેટ્રોલ અને CNG બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. મહિન્દ્રા વિઝન એસ (Vision S)બોક્સી ડિઝાઈન ધરાવતી આ SUV 2027 સુધીમાં લોન્ચ થઈ શકે છે. તે પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે આવશે અને તેમાં ઓલ-વ્હીલ ડ્રાઈવ (AWD) નો વિકલ્પ પણ મળી શકે છે. નવી જનરેશન ટાટા નેક્સન: 'ગરુડ' કોડનેમ ધરાવતી નવી નેક્સન 2027માં આવી શકે છે. તે સંપૂર્ણપણે નવી ડિઝાઇન અને અત્યાધુનિક સુરક્ષા ફીચર્સ સાથે સજ્જ હશે. કિયા સાયરોસ (Syros) EV: આ ઇલેક્ટ્રિક SUV એક સિંગલ ચાર્જ પર 400 કિમીની રેન્જ આપશે તેવો દાવો કરાયો છે. તે ટાટા નેક્સન EV ને સીધી ટક્કર આપશે. મહિન્દ્રા XUV 3XO EVઆ કાર XUV400 EV નું સ્થાન લેશે તેવી શક્યતા છે. તેમાં 34.5 kWh અને 39.4 kWh ના બેટરી પેક વિકલ્પો મળશે. આ નવા મોડલ્સમાં એડવાન્સ સુરક્ષા ફીચર્સ, મોટી સ્ક્રીન અને ઇલેક્ટ્રિક પાવરટ્રેન પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. વાહનોની વધતી જતી કિંમતો વચ્ચે આ કોમ્પેક્ટ SUVs મધ્યમ વર્ગ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkotના રાજનગર ચોક પાસે હિટ એન્ડ રન, કારની ટક્કરે વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
calendar_today January 4, 2026

Rajkotના રાજનગર ચોક પાસે હિટ એન્ડ રન, કારની ટક્કરે વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

રાજકોટ શહેરમાં બેફામ વાહન ચલાવતા ચાલકોનો આતંક યથાવત છે. ગઈકાલે રાત્રે શહેરના રાજનગર ચોક પાસે એક કાળજું ધ્રુજાવતી હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક પુરપાટ ઝડપે આવતી કારે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા. આ સમગ્ર અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે અંદાજે 11 વાગ્યાની આસપાસ રામજીભાઈ પરમાર નામના 60 વર્ષીય વૃદ્ધ રાજનગર ચોક પાસેથી ચાલીને પસાર થઈ રહ્યા હતા.ગઈકાલે રાજનગર ચોક પાસે કારચાલક કર્યો અકસ્માતઆ દરમિયાન એક અજાણ્યા કાર ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધ હવામાં ફંગોળાયા હતા અને તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવાને બદલે કાર ચાલક પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં વૃદ્ધને પહોંચી હતી ગંભીર ઈજાઓબનાવની જાણ થતા જ માલવિયા નગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી કારના નંબરના આધારે ફરાર કાર ચાલકને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં રાત્રિના સમયે વધતી જતી આવી ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward