android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ચાંદખેડાના પોશ ફ્લેટમાં પીસીબીનો દરોડો, 11 જુગારીઓ 18 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
calendar_today January 3, 2026

Ahmedabad: ચાંદખેડાના પોશ ફ્લેટમાં પીસીબીનો દરોડો, 11 જુગારીઓ 18 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

શહેરના ચાંદખેડા વિસ્તારમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર અમદાવાદ શહેર પીસીબી (PCB) એ ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. સ્વામિનારાયણ સર્કલ પાસે આવેલા સેતુ સોલીડ ફ્લેટમાં પત્તા-પાનાનો જુગાર રમતા 11 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.ફ્લેટ નંબર D-701 માં ચાલતો હતો જુગારમળતી માહિતી મુજબ, ચાંદખેડા ટી.પી. 44 વિસ્તારમાં આવેલા સેતુ સોલીડ ફ્લેટના ફ્લેટ નંબર D-701 માં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પીસીબીની ટીમે દરોડો પાડતા ફ્લેટમાં જામ્યો હતો. પોલીસે સ્થળ પરથી આશિષ ઉર્ફે શેરો પટેલ નામના શખ્સ સહિત કુલ 11 ખેલાડીઓને દબોચી લીધા હતા.કુલ 11 ખેલાડીઓને દબોચી લીધા પોલીસે દરોડા દરમિયાન માત્ર રોકડ જ નહીં પરંતુ લક્ઝુરિયસ વાહનો અને મોબાઈલ પણ જપ્ત કર્યા છે. રોકડ રકમ ₹2,20,090/- (અંગજડતી અને દાવ પરના મળીને) મોબાઈલ ફોન 14 નંગ (કિંમત ₹2,80,000/-) 1 ફોર વ્હીલર અને 6 ટુ-વ્હીલર મળી કુલ 7 વાહનો (કિંમત ₹13,00,000/-) ગંજીપાના 104 નંગ કુલ મત્તા, ₹18,00,090/-ઝડપાયેલા આરોપીઓની યાદીપકડાયેલા તમામ આરોપીઓ ચાંદખેડા ગામ અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ છે. આશિષ ઉર્ફે શેરો રમેશભાઈ પટેલ, કિશનસિંહ રમેશસિંહ વાઘેલા, રણજીતસિંહ ચંદ્રસિંહ વાઘેલા, જયેશ જશુભાઈ પટેલ, દશરથસિંહ ધનાજી રાઠોડ, દિનેશ હીરાભાઈ પારેખ, રાકેશ લાલજી ઠાકોર, શૈલેષસિંહ પોપટસિંહ વાઘેલા, કેયુર ડાહ્યાભાઈ પટેલ, સમિરસિંહ જોગેન્દ્રસિંહ વાઘેલા ધુર્વાંગ ભરતભાઈ ઠાકોરજુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીપીસીબી અમદાવાદ શહેર દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રહેણાંક ફ્લેટમાં આ પ્રકારે મોટા પાયે જુગાર રમાડવામાં આવતો હોવાથી આસપાસના રહીશોમાં પણ ચર્ચા જાગી છે. હાલમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ચાંદખેડા પોલીસને સોંપી છે.આ પણ વાંચો: નીલગાયનો શિકાર કરી માંસ વેચતી ટોળકી પર ત્રાટકી વન વિભાગની ટીમ, બે શિકારી ઝડપાયા

Read Full Story arrow_forward
Bhavnagar: મેઘાણી સર્કલ પાસે મહાકાય હોર્ડિંગ ધરાશાયી, ખાનગી વાહનની ટક્કરથી સર્જાયો અકસ્માત
calendar_today January 3, 2026

Bhavnagar: મેઘાણી સર્કલ પાસે મહાકાય હોર્ડિંગ ધરાશાયી, ખાનગી વાહનની ટક્કરથી સર્જાયો અકસ્માત

શહેરના હાર્દ સમાન ગણાતા મેઘાણી સર્કલ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. જાહેરાત માટે લગાવવામાં આવેલું એક વિશાળ હોર્ડિંગ અચાનક તૂટી પડતા રસ્તા પરથી પસાર થતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.મેઘાણી સર્કલ પર હોર્ડિંગ તૂટી પડ્યુંમળતી માહિતી મુજબ, મેઘાણી સર્કલ પાસેના રોડ પર એક મહાકાય હોર્ડિંગ લગાવેલું હતું. આ દરમિયાન એક ખાનગી વાહનના ચાલકે હોર્ડિંગના સ્ટ્રક્ચર સાથે ટક્કર મારી હતી. વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે હોર્ડિંગનો પાયો નબળો પડ્યો હતો અને આખું હોર્ડિંગ કકડભૂસ થઈને નીચે ખાબક્યું હતું.વાહનની ટક્કરથી સર્જાઈ દુર્ઘટનામેઘાણી સર્કલ એ ભાવનગરનો ખૂબ જ ટ્રાફિક ધરાવતો વિસ્તાર છે. જે સમયે હોર્ડિંગ પડ્યું તે સમયે આસપાસથી વાહનો પસાર થઈ રહ્યા હતા, પરંતુ સદનસીબે હોર્ડિંગ કોઈ વાહન કે વ્યક્તિ પર ન પડતા મોટો અકસ્માત ટળ્યો હતો. જો આ હોર્ડિંગ ભરચક ટ્રાફિકમાં પડ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.આ પણ વાંચો: ડિલિવરી બોય બનીને આવ્યો અને સોનાની ચેઇન ઝૂંટવી ગયો, પાર્સલ ખોલ્યું તો અંદરથી નીકળ્યું બુંદીનું પેકેટ!

Read Full Story arrow_forward
Vadodara:  ઉત્તરાયણ પૂર્વે પોલીસ એક્શનમાં, માંડવી પતંગ બજારમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ અંગે સઘન ચેકિંગ
calendar_today January 3, 2026

Vadodara: ઉત્તરાયણ પૂર્વે પોલીસ એક્શનમાં, માંડવી પતંગ બજારમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ અંગે સઘન ચેકિંગ

ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરાના ઐતિહાસિક પતંગ બજારમાં પોલીસ દ્વારા આકસ્મિક તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને ઘાતક તુક્કલના વેચાણને અટકાવવા માટે વાડી પોલીસની ટીમ દ્વારા માંડવી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.માંડવી પતંગ બજારમાં પોલીસનો કાફલો ઉતર્યોવડોદરાનું માંડવી અને વાડી વિસ્તારનું બજાર પતંગ-દોરી માટે ખૂબ જાણીતું છે. વાડી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફે આજે બજારની મુલાકાત લીધી હતી. પોલીસ દ્વારા અનેક નાની-મોટી દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી કે ક્યાંય છુપી રીતે ચાઈનીઝ દોરી કે પ્લાસ્ટિકના દોરાનું વેચાણ તો નથી થઈ રહ્યું ને.ચેકિંગ સાથે સમજાવટ અને જાગૃતિપોલીસે માત્ર કાયદાકીય તપાસ જ નથી કરી, પરંતુ વેપારીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. પોલીસે વેપારીઓને નીચે મુજબની સમજણ આપી હતી. ચાઈનીઝ દોરી માનવીઓ અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી હોવાથી તેનું વેચાણ ન કરવા તાકીદ કરી. આગ લાગવાની ઘટનાઓને રોકવા માટે ચાઈનીઝ તુક્કલ ન વેચવા સૂચના આપી. વેપારીઓને અપીલ કરવામાં આવી કે તેઓ નફા કરતા લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપે.વેપારીઓમાં જાગૃતિનો સંદેશવાડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ ચેકિંગ દરમિયાન વેપારીઓએ પણ સહકાર આપ્યો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વેપારી પ્રતિબંધિત વસ્તુઓ વેચતા પકડાશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ઉતરાયણના તહેવારને અકસ્માત રહિત અને સુરક્ષિત બનાવવાનો છે.આ પણ વાંચો: મેઘાણી સર્કલ પાસે મહાકાય હોર્ડિંગ ધરાશાયી, ખાનગી વાહનની ટક્કરથી સર્જાયો અકસ્માત

Read Full Story arrow_forward