android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh: સિવિલ હોસ્પિટલ બનશે હાઈટેક, 13 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર કરાશે
calendar_today January 3, 2026

Junagadh: સિવિલ હોસ્પિટલ બનશે હાઈટેક, 13 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર કરાશે

જૂનાગઢ અને આસપાસના જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન GMERS જનરલ હોસ્પિટલ (સિવિલ) ના આધુનિકીકરણ માટે મોટા નિર્ણયો લેવાયા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈ રિવ્યુ બેઠક યોજી હતી, જેમાં હોસ્પિટલના 13 ઓપરેશન થિયેટરને (OT) વૈશ્વિક સ્તરના ‘મોડ્યુલર’ થિયેટરમાં ફેરવવાની જાહેરાત કરવામાં આવી છે.GMERS જનરલ હોસ્પિટલમાં આધુનિકીકરણ માટે નિર્ણયોબેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હોસ્પિટલના તમામ 13 ઓપરેશન થિયેટરોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.  મોડ્યુલર OT ની ખાસિયત એ છે કે ત્યાં ચેપ (Infection) લાગવાનું જોખમ નહિવત થઈ જાય છે. અત્યાધુનિક મશીનરી અને સિસ્ટમને કારણે જટિલ ઓપરેશનો વધુ ચોકસાઈથી થઈ શકશે, જેનાથી રિકવરી ઝડપી આવશે. હાલ 2 ઓપરેશન થિયેટરની કામગીરી પૂર્ણતાના આરે છે, જ્યારે બાકીના OT ને તબક્કાવાર રીતે અપગ્રેડ કરવામાં આવશે.તબીબી વિદ્યાર્થીઓ માટે પણ ડિજિટલ લર્નિંગઆ સુવિધા માત્ર દર્દીઓ માટે જ નહીં, પરંતુ હોસ્પિટલમાં અભ્યાસ કરતા UG અને PG તબીબી વિદ્યાર્થીઓ માટે પણ માઈલસ્ટોન સાબિત થશે. વિદ્યાર્થીઓ આધુનિક સિસ્ટમ દ્વારા જટિલ ઓપરેશનની પ્રક્રિયાઓને લાઈવ જોઈ શકશે, જે તેમના પ્રેક્ટિકલ શિક્ષણમાં ખૂબ મદદરૂપ થશે.ધારાસભ્યની કડક સૂચનાસરપ્રાઈઝ વિઝિટ દરમિયાન ધારાસભ્ય સંજય કોરડિયાએ હોસ્પિટલના તમામ વિભાગીય વડાઓ અને PIU ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કેબાકી રહેલી નિર્માણ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવી.હોસ્પિટલનું વાતાવરણ દર્દીઓ અને સ્ટાફ બંને માટે કાર્યક્ષમ હોવું જોઈએ.સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કોઈ હાલાકી પડવી જોઈએ નહીં.આ પણ વાંચો: પોલીસ ભરતીને લઈ સૌથી મોટા સમાચાર, 21 જાન્યુઆરીથી શારીરિક કસોટીનો પ્રારંભ, 13,591 જગ્યાઓ માટે જંગ જામશે

Read Full Story arrow_forward
Sabarkantha News: સ્કૂલ બસ અને કાર વચ્ચે ટક્કર, વૃદ્ધનું મોત
calendar_today January 3, 2026

Sabarkantha News: સ્કૂલ બસ અને કાર વચ્ચે ટક્કર, વૃદ્ધનું મોત

હિંમતનગર-ધનસુરા હાઇવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આકોદરા ગામ નજીક એક ખાનગી સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કારચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સદનસીબે સ્કૂલ બસમાં કોઈ વિદ્યાર્થીઓ સવાર ન હોવાથી મોટી હોનારત ટળી હતી.કેવી રીતે સર્જાયો અકસ્માત? ઘટનાની મળતી માહિતી અનુસાર, હિંમતનગરના આકોદરા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કૂલ બસ અને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત અતિ ભયાનક હતો કે કારના કુચરા ઉડી ગયા હતા. આ ઘટનામાં કાર ચલાવી રહેલા 65 વર્ષીય વિઠ્ઠલભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. મૃતક વિઠ્ઠલ હિંમતનગરના બળવંતપુરા કંપા વિસ્તારમાં રહે છે. મોટી જાનહાનિ ટળી આ અકસ્માત સમયે સ્કૂલ બસમાં કોઈ પણ વિદ્યાર્થી સવાર ન હતા, જેને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. જો બસમાં બાળકો હોત તો મોટી જાનહાનિ થવાની ભીતિ હતી. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તંત્રની કામગીરી ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે બળવંતપુરા કંપા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પણ વાંચો - Sabarkantha News : ખેડબ્રહ્મામાં ચાઈનીઝ દોરીનો કહેર, પતંગ ચગાવતા દાદીવાડના યુવકનો ચહેરો ચીરાયો

Read Full Story arrow_forward
Agriculture News : 'દશપર્ણી અર્ક' પ્રાકૃતિક ખેતીનું શક્તિશાળી જંતુનાશક, ખેડૂતો માટે વરદાન
calendar_today January 3, 2026

Agriculture News : 'દશપર્ણી અર્ક' પ્રાકૃતિક ખેતીનું શક્તિશાળી જંતુનાશક, ખેડૂતો માટે વરદાન

પ્રાકૃતિક ખેતી એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેનો ઉત્તમ માર્ગ છે. દેશી ગાય આધારિત આ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને બદલે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તેમજ પ્રાકૃતિક ખેતી પર્યાવરણને પણ સંરક્ષિત રાખવામાં અગત્યનું યોગદાન આપે છે.ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ કરે છે પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે રસાયણ યુક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો જેવા કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી પાકને પૂરતું રક્ષણ મળે છે તેમજ ખેત ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.'દશપર્ણી અર્ક' જેવા જૈવિક કીટનાશકો પાકને રક્ષણ આપી, જમીનની ફળદ્રુપતા વધારે છે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ કરે છે. આ પદ્ધતિ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે લાભદાયી છે. ‘દશપર્ણી અર્ક’ બનાવવાની પ્રક્રિયા આવો! આજે આપણે ઉપર જણાવેલા રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો પૈકીના ‘દશપર્ણી અર્ક’ બનાવવાની પ્રક્રિયા વિશે સમજીએ. દશપર્ણી અર્ક ને બધાજ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ ગણવામાં આવે છે. તેને બનાવવા માટેની પ્રક્રિયા ત્રણ દિવસની હોય છે. જેમાં પ્રથમ દિવસે 20 લીટર ગૌમૂત્ર તેમજ 2 કિ.ગ્રા. તાજા છાણને 200 લીટર પાણીમાં નાખી લાકડીથી હલાવીને બે કલાક છાંયડામાં કોથળાથી ઢાંકવુ, આ મિશ્રણમાં 500 ગ્રામ હળદરનો પાઉડર અને 500 ગ્રામ આદુની ચટણી તથા 10 ગ્રામ હીંગનો પાઉડર નાખી આ મિશ્રણને હલાવીને આખી રાત કોથળાથી ઢાંકી દેવું જોઈએ. દશપર્ણી અર્ક 6 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે બીજા દિવસે ઉપરોક્ત મિશ્રણમાં સવારે 1થી 2 કિલો તીખા મરચીની ચટણી, 400 ગ્રામ દેશી લસણની ચટણી, 1 કિગ્રા તમાકુનો પાવડર નાખી લાકડીથી હલાવીને મિશ્રણને કોથળાથી ઢાંકી દેવું જોઈએ. ત્રીજા દિવસે “અ” શ્રેણીની કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, કરંજ, સિતાફળ, ધતુરો, એરંડા અને બિલિપત્ર જેવી વનસ્પતિ પૈકી કોઇપણ પાંચ વનસ્પતિ તથા “બ” શ્રેણીની નગોડ, તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, ગલગોટના પંચાંગ, કારેલા, બાવળના પૈડીયા, આંકડા, આંબા, જાસુદ, જામફળ, પપૈયા, હળદર, આદુ, કરેણ, દેશી રામ બાવળ, બોરડી, કુવાડીયો, જાસુદ, સરગવો, અર્જુન સાદડ, ઘા બાજરીયુ (હાડવેલ) અને ગળોની વેલના પાંદડા જેવી વનસ્પતિ પૈકી કોઇપણ પાંચ વનસ્પતિ એમ કુલ દશ વનસ્પતિના પાંદડા, દરેક વનસ્પતિના 2 કિગ્રા એટલે કે 20 કિગ્રા પાનની ચટણી બનાવી તેને બીજા દિવસે બનાવેલ મિશ્રણમાં ડુબાડો અને 30થી 40 દિવસ વરસાદ અને સૂર્યના તાપથી દુર રાખી રોજ દિવસમાં 5-5 મિનિટ બરાબર હલાવવું. 100થી 200 લીટર પાણીમાં 6થી 8 લીટર દશપર્ણી અર્ક નાંખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને 1 એકરમાં તેનો છંટકાવ કરવો જોઈએ. આ દશપર્ણી અર્ક 6 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે દશપર્ણી અર્ક પ્રાકૃતિક ખેતી માટે એક અત્યંત લાભદાયી જૈવિક કીટનાશક છે. તેના અનેક ફાયદાઓમાં મુખ્યત્વે સર્વગ્રાહી જીવાત નિયંત્રણનો સમાવેશ થાય છે, જેમાં તે ચૂસિયા પ્રકારની જીવાતો, ઈયળો અને અન્ય કીટકો સામે અત્યંત અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત, તેમાં રહેલા ફૂગનાશક ગુણધર્મો છોડને વિવિધ ફૂગજન્ય રોગો સામે રક્ષણ આપે છે. દશપર્ણી અર્ક પર્યાવરણ-મૈત્રીપૂર્ણ હોવાથી, તે રાસાયણિક જંતુનાશકોથી વિપરીત પર્યાવરણ કે જમીનને કોઈ નુકસાન પહોંચાડતો નથી, ઉલટાનું જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. આ અર્ક ખર્ચ-કાર્યક્ષમ છે કારણ કે ખેડૂતો તેને ઘરે જ સરળતાથી અને ઓછા ખર્ચે તૈયાર કરી શકે છે. તેના ઉપયોગથી પાકની ગુણવત્તામાં સુધારો થાય છે, કારણ કે તે રસાયણમુક્ત હોવાથી માનવ વપરાશ માટે વધુ સુરક્ષિત અને પૌષ્ટિક બને છે. છેલ્લે, તૈયાર થયેલા અર્કનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે, જે તેને છ મહિના સુધી ઉપયોગમાં લેવા માટે અનુકૂળ બનાવે છે. આમ, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત આચ્છાદન જેવા આયામોની સાથે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્ર જેવા જંતુનાશક શસ્ત્રોનો ઉપયોગ કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે અને આ જંતુનાશક શસ્ત્રોના ઉપયોગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણ તથા માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન કરી શકાય છે. આ પણ વાંચો: Agriculture News : પ્રાકૃતિક ખેતીમાં માટી ઉપર આવરણ જ ખાતર સમાન

Read Full Story arrow_forward