Bayad : મોડાસામાં મોડિફાઇડ સાઇલેન્સર લગાવી ફરતાં 8 બુલેટચાલકો વિરુદ્ધ કાર્યવાહી
અરવલ્લી જીલ્લામાં ઉપરાંત જિલ્લા મથક મોડાસા શહેરમાં મોડિફાઇડ સાઇલેન્સર લગાવી ફુલ સ્પીડથી બુલેટ હંકારી કાનના પરદા ફાડી નાંખે તેવા ચિત્ર વિચિત્ર અવાજો કરી શહેરીજનોમાં આતંક મચાવતા ધૂમ સ્ટાઇલ બાઇક ચાલકોનો ત્રાસ વધી ગયો છે. ત્યારે મોડાસા શહેરમાં મોડિફાઇડ સાઇલેન્સરો લગાવીને વધુ પડતો અવાજ કરતા બુલેટ બાઈકના ચાલકો વિરૂદ્વ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ટાઉન પોલીસે નવરાત્રિમાં પેટ્રોલિંગ દરમિયાન આવી 8 બુલેટો ડિટેઇન કરી તેના ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવને ધ્યાને લઇને જિલ્લા પોલીસ દ્વારા નાઇટ પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યારે મોડાસા ટાઉન પોલીસની ટીમ નવરાત્રિ બંદોબસ્ત માટે પેટ્રોલિંગમાં તૈનાત હતી. તે વેળાએ મોડિફાઇડ સાઇલેન્સર લગાવીને શહેરમાં અશાંતિ ફેલાવતા અને મોટા અવાજ ઘોંઘાટ કરતી 8 બુલેટ બાઈકો મળી આવી હતી. પોલીસે આ તમામ વાહનોને ડીટેઈન કરી તેના ચાલકો વિરૂદ્ધ મોટર વાહન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોઈ પણ નાગરિક પોતાના વાહનોમાં મોડિફાઇડ સાઇલેન્સર ન લગાવે અને ટ્રાફ્કિના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે મોડાસા ટાઉન પોલીસ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward