android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Reliance Industries: ઊર્જા અને ડિજિટલ ક્ષેત્રે ભારત-અમેરિકા સહકાર પર ચર્ચા
calendar_today October 21, 2026

Reliance Industries: ઊર્જા અને ડિજિટલ ક્ષેત્રે ભારત-અમેરિકા સહકાર પર ચર્ચા

21 ઓક્ટોબર 2026ના રોજ જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કર્યું હતું. બંને મહેમાનોને જામનગરમાં આવેલી રિલાયન્સની રિફાઇનરીનું નિરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન અમેરિકાના બંને મહેમાનોએ રિફાઇનરીની વિશાળતા, તેમાં વપરાતી આધુનિક ટેક્નોલોજી અને એક જ સ્થળે ચાલતી અલગ-અલગ કામગીરી વિશે જાણકારી મેળવી હતી. જામનગરનું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ વિશ્વનું સૌથી મોટું એક જ સ્થળે આવેલું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ છે. ન્યૂ એનર્જી અને ડેટા સેન્ટરની પણ માહિતી આપીરિફાઇનરીની મુલાકાત ઉપરાંત રૂબિયો અને ગોરને રિલાયન્સના ન્યૂ એનર્જી પ્રોજેક્ટ્સ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. કંપનીની ગીગા-ફેક્ટરીઓ હાલમાં તબક્કાવાર શરૂ કરવાની પ્રક્રિયામાં છે. આ ફેક્ટરીઓમાં નવી ઊર્જા સાથે જોડાયેલી ટેક્નોલોજી અને ઉત્પાદન ક્ષમતા વિકસાવવાની યોજના છે. બંને મહેમાનોને જામનગરમાં બની રહેલા ડેટા સેન્ટર્સ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ્સ રિલાયન્સના ઊર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઈ રહેલા રોકાણનો ભાગ છે. મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ જામનગર કોમ્પ્લેક્સ માટે કંપનીની લાંબા ગાળાની યોજના વિશે પણ વાત કરી હતી. તેમનો ઉદ્દેશ જામનગરને માત્ર રિફાઇનિંગ પૂરતું મર્યાદિત ન રાખીને ડીપ-ટેક, નવીનતા અને આધુનિક ઉત્પાદન ક્ષેત્રે મહત્ત્વનું કેન્દ્ર બનાવવાનો છે.વૈશ્વિક ઊર્જા અને વેપાર પર ચર્ચામુલાકાત દરમિયાન વૈશ્વિક ઊર્જા ક્ષેત્રની સ્થિતિ અને પરંપરાગત તેમજ નવી ઊર્જામાં વેપારની ભાગીદારીની શક્યતાઓ અંગે ચર્ચા થઈ હતી. તેમાં ઊર્જાનો વિશ્વસનીય અને સસ્તો પુરવઠો જાળવવો, નવી ટેક્નોલોજીનો ઉપયોગ, સપ્લાય ચેઇનને મજબૂત બનાવવી અને વધતી માગને પહોંચી વળવા જરૂરી રોકાણ જેવા મુદ્દાઓનો સમાવેશ થયો હતો. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે વૈશ્વિક ઊર્જા બજારમાં પુરવઠા અને કિંમતોને લઈને દબાણ છે. માર્કો રૂબિયોની ભારત મુલાકાતના વ્યાપક એજન્ડામાં ઊર્જા ક્ષેત્રે સહકાર વધારવાનો મુદ્દો પણ સામેલ છે. અમેરિકી કંપનીઓ સાથે ભાગીદારીની શક્યતાચર્ચામાં ઊર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે વધતા સંબંધો પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ડેટા સેન્ટર્સ ચલાવવા માટે વિશ્વસનીય વીજળીની જરૂરિયાત અને ડિજિટલ અર્થતંત્રના વિસ્તરણમાં ઊર્જાની ભૂમિકા અંગે વિચારો રજૂ કરાયા હતા. મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ અમેરિકી કંપનીઓ સાથે મળીને કામ કરવાની શક્યતાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને આધુનિક ઉત્પાદન ક્ષેત્રે ભારત અને અમેરિકાની ક્ષમતાઓ એકબીજાને પૂરક બની શકે છે, તે મુદ્દે ચર્ચા થઈ હતી.રિલાયન્સના જણાવ્યા અનુસાર, આ મુલાકાત બંને પક્ષોને ઉદ્યોગ ક્ષેત્રના અનુભવો અને વિચારોની આપ-લે કરવાની તેમજ વેપાર માટે પરસ્પર હિત ધરાવતા ક્ષેત્રો શોધવાની તક પૂરી પાડે છે. કંપનીએ અમેરિકાના વિદેશ મંત્રી અને રાજદૂતની મુલાકાત બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો: Jamnagarથી વિદેશી ડેલિગેશન પરત રવાના, માર્કો રુબિયોના નેતૃત્વમાં યોજાયેલો હાઇ-પ્રોફાઇલ પ્રવાસ સંપન્ન

Read Full Story arrow_forward
Ahmedabad : વારાણસી-સાબરમતી વચ્ચે નવી સુપરફાસ્ટ ટ્રેનને મંજૂરી, ત્રણ રાજ્યોના મુસાફરોને મળશે રાહત
calendar_today October 21, 2026

Ahmedabad : વારાણસી-સાબરમતી વચ્ચે નવી સુપરફાસ્ટ ટ્રેનને મંજૂરી, ત્રણ રાજ્યોના મુસાફરોને મળશે રાહત

રેલવે બોર્ડ દ્વારા મુસાફરો અને પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને વારાણસી અને સાબરમતી વચ્ચે નવી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના સંચાલન માટે રૂટ તેમજ સ્ટોપેજને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થશે. આ ટ્રેન શરૂ થવાથી ત્રણેય રાજ્યોના ધાર્મિક સ્થળો તથા પ્રવાસન કેન્દ્રો જોડાશે.વારાણસી-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસને મંજૂરીરેલવે બોર્ડના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 12205/12206 વારાણસી-સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસને અનેક અગત્યના મુખ્ય સ્ટેશનો પરથી ચલાવવાની મંજૂરી મળી ગઈ છે. આ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન મુખ્યત્વે ગોવિંદપુરી, ટુંડલા, ભરતપુર, જયપુર, અજમેર અને આબુ રોડ થઈને દોડાવવામાં આવશે. વારાણસી જંક્શનથી સાંજે 5:30 વાગ્યે ઉપડશે સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 12206 વારાણસી જંક્શનથી સાંજે 5:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 8:15 વાગ્યે સાબરમતી સ્ટેશને આવી પહોંચશે.સાબરમતી સ્ટેશનથી સવારે 5:20 વાગ્યે પ્રસ્થાન કરશેજ્યારે વળતી દિશામાં ટ્રેન નંબર 12205 સાબરમતી સ્ટેશનથી સવારે 5:20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 6:30 વાગ્યે વારાણસી જંક્શન પર પહોંચશે. આ ટ્રેન શરૂ થવાથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના નાગરિકોને સીધી અને ઝડપી મુસાફરીનો મોટો લાભ મળશે.અત્યાધુનિક 22 કોચ ધરાવતા એલએચબી રેકની ફાળવણીઆ નવી સુપરફાસ્ટ ટ્રેન સેવા માટે રેલવે પ્રશાસન તરફથી અત્યાધુનિક 22 કોચ ધરાવતા એલએચબી (LHB) રેકની ફાળવણી કરવામાં આવી છે. લાંબા અંતરની આ ટ્રેનનું પ્રાથમિક મેન્ટેનન્સ વારાણસી ખાતે જ પૂર્ણ કરવામાં આવશે. મુસાફરી દરમિયાન પ્રવાસીઓની સગવડ અર્થે ગોવિંદપુરી, ટુંડલા અને જયપુર સ્ટેશનો પર ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.ધાર્મિક અને પર્યટન સ્થળો વચ્ચે સીધો સંપર્ક થશેઆ સુપરફાસ્ટ ટ્રેન ખાસ કરીને ત્રણેય રાજ્યોના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને પર્યટકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. ધાર્મિક અને પર્યટન સ્થળો વચ્ચે સીધો સંપર્ક થવાથી મુસાફરોને મોટી રાહત રહેશે. રેલવે પ્રશાસન દ્વારા ટૂંક સમયમાં જ આ ટ્રેનના નિયમિત સંચાલનની શરૂઆત માટે સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે પ્રવાસીઓ માટે અત્યંત ઉપયોગી બનશે.  આ પણ વાંચો:   Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..

Read Full Story arrow_forward
GMDC Dividend: GMDCએ CMને રૂ. 223.54 કરોડના ડિવિડન્ડનો ચેક આપ્યો!
calendar_today October 21, 2026

GMDC Dividend: GMDCએ CMને રૂ. 223.54 કરોડના ડિવિડન્ડનો ચેક આપ્યો!

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા રાજ્યના આર્થિક વિકાસમાં સતત મહત્વપૂર્ણ પ્રદાન આપવામાં આવી રહ્યું છે. ખનિજ ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર રહેલી આ જાહેર ક્ષેત્રની કંપનીએ વર્ષ 2025-26 માટે ગુજરાત સરકારને એક મોટું આર્થિક રિટર્ન આપીને પોતાની સફળતા સાબિત કરી છે.CM ભૂપેન્દ્ર પટેલને 223.54 કરોડનો ચેક અર્પણગાંધીનગર ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્ય સચિવ એમ. કે. દાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂ. 223.54 કરોડનું ડિવિડન્ડ આપતો સત્તાવાર ચેક સુપ્રત કર્યો હતો. GMDC ની નાણાકીય સ્થિરતા અને નફાકારકતાને કારણે રાજ્ય સરકારની તિજોરીમાં આ મોટી રકમનો ઉમેરો થયો છે.ઓડિશાના 3 કોલસા બ્લોકથી ગુજરાતને થશે લાંબા ગાળાનો લાભGMDC દ્વારા પોતાના બિઝનેસનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ઓડિશામાં કંપનીને મળેલા 3 મોટો કોલસા બ્લોકથી આગામી સમયમાં ગુજરાતને લાંબા ગાળાનો મોટો ફાયદો થશે. આ પ્રોજેક્ટ્સને કારણે રાજ્યમાં ઊર્જા સુરક્ષા અને ખનિજ પુરવઠો વધુ સુદ્રઢ બનશે.રેર અર્થ એલિમેન્ટ્સ અને વ્યૂહાત્મક ખનિજો પર વિશેષ ફોકસઆગામી સમય માટે GMDC દ્વારા ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. કંપની દ્વારા રેર અર્થ એલિમેન્ટ્સ અને વ્યૂહાત્મક ખનિજોના શોધ અને વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ક્ષેત્રમાં કામગીરી થવાથી ગુજરાત ભવિષ્યના હાઈ-ટેક ઉદ્યોગો માટે ખનિજ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનશે.આ પણ વાંચો: Gujarat Government: સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ! હવે ડિજિટલ પ્રમાણપત્રો પર ઓનલાઈન જ લાગશે ગોળ સિક્કો

Read Full Story arrow_forward