android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Arvalli News: મોડાસા બાયપાસ પર સ્કૂટરમાં ભભૂકી આગ
calendar_today January 1, 2026

Arvalli News: મોડાસા બાયપાસ પર સ્કૂટરમાં ભભૂકી આગ

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના બાયપાસ સ્ટેટ હાઈવે પર આજે એકાએક આગની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ હતી. મોડાસા બાયપાસ પર આવેલી યુનિટી હોસ્પિટલ નજીક એક મોપેડમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ફાળ પડી હતી.ગેરેજ પર જતા જ આગ લાગી ઘટનાની મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા બાયપાસ સ્ટેટ હાઈવે પર સ્કૂટર સવાર યુવક પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક સ્કૂટરમાં કોઈ ખામી સર્જાતા તે બંધ પડી ગયું હતું. વાહન ચાલુ ન થતા ચાલકે તેને યુનિટી હોસ્પિટલ પાસે સુરક્ષિત રીતે સાઈડમાં પાર્ક કર્યું હતું. ત્યારબાદ ચાલક નજીકમાં આવેલા ગેરેજ પર મેકેનિકને બોલાવવા માટે ગયો હતો. હજુ તો ચાલક થોડે દૂર જ પહોંચ્યો હતો, ત્યાં જ પાર્ક કરેલા સ્કૂટરમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટનું અનુમાન આગની ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે, જોતજોતામાં આખું સ્કૂટર બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ વાહનમાં વાયરિંગમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે, ચાલક વાહન પાસે ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ માલસામાનનું નુકસાન થયું હતું. સ્થાનિકોમાં ફફડાટ ભરચક એવા બાયપાસ રોડ પર ધોળા દિવસે લાગેલી આગને કારણે થોડીવાર માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તાર પાસે આ ઘટના બની હોવાથી લોકોમાં ચિંતા જોવા મળી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં વાહન સંપૂર્ણપણે નષ્ટ પામ્યું હતું. આ પણ વાંચો - Arvalli: જિલ્લામાં બેફામ ચાલતા ખનનથી પર્વતમાળાને બચાવવા કલેક્ટરને આવેદનપત્ર

Read Full Story arrow_forward
Surendranagar News : ED રેડ કેસમાં મોટી કાર્યવાહી, ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે જેલ હવાલે કરવાનો કર્યો આદેશ
calendar_today January 1, 2026

Surendranagar News : ED રેડ કેસમાં મોટી કાર્યવાહી, ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે જેલ હવાલે કરવાનો કર્યો આદેશ

સુરેન્દ્રનગરમાં થોડા સમય પૂર્વે પડેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની રેડના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી ચંદ્રસિંહ મોરીને આજે જેલ હવાલે કરવામાં આવ્યો છે. આરોપીના રિમાન્ડની અવધિ પૂર્ણ થતા EDની ટીમ દ્વારા તેને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ EDએ આ કેસના તાર મેળવવા માટે ચંદ્રસિંહ મોરીની દિલ્હીમાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી, જેમાં મની લોન્ડરિંગ અને બેનામી મિલકતોને લગતા અનેક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે.ED રેડ કેસ કોર્ટમાં રજૂઆત દરમિયાન ED દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરવામાં આવતા, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી ચંદ્રસિંહ મોરીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ હાઈ-પ્રોફાઈલ કેસને પગલે સુરેન્દ્રનગરના રાજકીય અને વ્યવસાયિક વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપેલો છે. હવે જ્યારે આરોપી જેલ હવાલે થયો છે, ત્યારે ED દ્વારા ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે. આ કેસમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં પણ કેન્દ્રીય એજન્સી તપાસ કરી રહી છે. આ પણ વાંચો : Ambaji શિખર પર હવે માત્ર 5 મીટરની જ ધજા ચડશે, સુવર્ણ શિખરની જાળવણી માટે મોટો નિર્ણય

Read Full Story arrow_forward
Anand: ઇન્કમટેક્સ બચાવવાના બહાને મિત્રનું બેંક એકાઉન્ટ વાપરી 25 લાખનું સાયબર ફ્રોડ કરનાર બંટી-બબલી ઝડપાયા
calendar_today January 1, 2026

Anand: ઇન્કમટેક્સ બચાવવાના બહાને મિત્રનું બેંક એકાઉન્ટ વાપરી 25 લાખનું સાયબર ફ્રોડ કરનાર બંટી-બબલી ઝડપાયા

શહેરના મોગરી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને મિત્રતા કરવી ભારે પડી છે. આવકવેરા બચાવવાના બહાને મિત્રના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતા 'બંટી-બબલી' જેવી જોડીને આણંદ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી છે.મિત્રતાના ઓઠા હેઠળ છેતરપિંડીનું જાળમોગરીના વિપુલભાઈ પટેલનો પરિચય ત્રણ માસ પૂર્વે મહેસાણાના દક્ષેશ પટેલ અને સુરતની શિવાની ડબગર સાથે થયો હતો. આ બંનેએ વિપુલભાઈનો વિશ્વાસ જીતીને જણાવ્યું કે, તેમના ધંધામાં ઇન્કમટેક્સ વધુ આવતો હોવાથી જો તેઓ વિપુલભાઈનું બેંક એકાઉન્ટ વાપરે તો ટેક્સ બચાવી શકાય. મિત્રતાના દાવે વિપુલભાઈએ પોતાના બેંક એકાઉન્ટની વિગતો તેમને આપી હતી.3 દિવસમાં 25 લાખના ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટ ફ્રીઝઆરોપીઓએ નવેમ્બર ૨૦૨૫માં માત્ર ત્રણ જ દિવસમાં વિપુલભાઈના ખાતામાં ૨૫ લાખથી વધુના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આટલા મોટા પાયે શંકાસ્પદ વ્યવહારો થતા બેંક ઓફ બરોડાનું ખાતું ફ્રીઝ થઈ ગયું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ખાતામાં જે નાણાં આવ્યા હતા તે દેશના વિવિધ રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં નોંધાયેલા સાયબર ક્રાઈમના ગુનાઓના હતા.પોલીસની જાળ અને આરોપીઓની ધરપકડવિપુલભાઈની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પી.આઈ. સી.પી. ચૌધરીએ અમુલ ડેરી રોડ પર વોચ ગોઠવી કારમાં આવતા દક્ષેશ અને શિવાનીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી નીચે મુજબનો રોકડ રકમ ₹3,50,000, ડેબિટ/ક્રેડિટ કાર્ડ 10 નંગ, ચેકબુક/પાસબુક 13 નંગ, મોબાઈલ ફોન 06 નંગ, કાર સહિત કુલ મુદ્દામાલ: ₹11,80,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે.આફ્રિકાથી ચાલતું હતું કૌભાંડપોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પ્રફુલ (રહે. સુરત) હાલ આફ્રિકામાં બેસીને સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવે છે. પકડાયેલા બંને આરોપીઓ લીવ-ઈન રિલેશનમાં રહે છે અને અગાઉ પણ અમદાવાદ-આણંદમાં ગુનાઓમાં સંડોવાયેલા છે. તેઓ સાયબર ગુનેગારો વતી કમિશન પર ભાડે રાખેલા એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવાનું કામ કરતા હતા.આ પણ વાંચો: જાંબુઆ બ્રિજ પાસે રહસ્યમય સંજોગોમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ તેજ

Read Full Story arrow_forward