android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ID પ્રૂફ વગર નોકરીએ રાખેલો ડિલિવરીમેન 6 જ્વેલર્સના ₹1.68 કરોડના દાગીના સમેટી છૂમંતર
calendar_today October 19, 2026

Surat: ID પ્રૂફ વગર નોકરીએ રાખેલો ડિલિવરીમેન 6 જ્વેલર્સના ₹1.68 કરોડના દાગીના સમેટી છૂમંતર

સુરત શહેરમાંથી વિશ્વાસઘાત અને કરોડોની છેતરપિંડીનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જૂના અને પ્રતિષ્ઠિત સૈયદપુરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સ પેઢીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો શખ્સ અન્ય 6 જેટલા જ્વેલર્સ વેપારીઓના અંદાજે રૂપિયા 1.68 કરોડના કિંમતી દાગીના લઈને રફૂચક્કર થઈ ગયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ભાગી છૂટેલો ડિલિવરીમેન બીજો કોઈ નહીં પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકનો કુખ્યાત ઠગ રોહિતકુમાર ચંદ્રકાંત રંગાણી છે. આ બનાવને પગલે સુરતના જ્વેલરી માર્કેટમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને ભોગ બનનાર વેપારીએ લાલગેટ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.6 મોટા જ્વેલર્સના ₹1.68કરોડના ઘરેણાં ડિલિવરી કરવા નીકળ્યો ને ગાયબ થઈ ગયોસૈયદપુરાની જ્વેલર્સ કંપની દ્વારા વિવિધ પ્રોસેસિંગ, પોલિશિંગ કે હોલસેલ વેચાણ અર્થે અન્ય ૬ જ્વેલર્સ પેઢીઓને મોકલવાના થતા કિંમતી સોના-હીરાના ઘરેણાં ડિલિવરી માટે આ શખ્સને સોંપવામાં આવ્યા હતા. ઘરેણાંની કુલ બજાર કિંમત આશરે ₹1.68 જેટલી થવા જાય છે.નિર્ધારિત સમય સુધીમાં દાગીના અન્ય વેપારીઓ સુધી ન પહોંચતાં અને ડિલિવરીમેનનો ફોન સ્વિચ ઑફ આવતાં પેઢીના માલિકને પોતાની સાથે મોટો ખેલ થઈ ગયો હોવાનો અહેસાસ થયો હતો.કોઈ જ ID પ્રૂફ વગર એક મહિના પહેલાં નોકરીએ રાખ્યો હતોઆ કૌભાંડમાં વેપારી વર્ગની બેદરકારી પણ છતી થઈ છે.જ્વેલર્સના માલિકે માત્ર એક મહિના પહેલાં જ આ શખ્સને કોઈ પણ પ્રકારના ઓળખકાર્ડ, સરનામાના પુરાવા કે પોલીસ વેરિફિકેશન વિના ડિલિવરીમેન તરીકે નોકરી પર રાખી લીધો હતો.આરોપીએ પોતાની ઓળખ છુપાવી રાખીને વિશ્વાસ કેળવ્યો હતો અને મોટો હાથ મારવાની યોગ્ય તકની રાહ જોતો હતો.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભાગી છૂટેલો શખ્સ સાવરકુંડલાનો હિસ્ટ્રીશીટર અને ચીટર રોહિતકુમાર ચંદ્રકાંત રંગાણી છે, જે આ અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો હોવાની શક્યતા છે.લાલગેટ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાકરોડોના દાગીના ચોરી થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે,લાલગેટ પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની સંગીન કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.શહેરના એક્ઝિટ પોઇન્ટ્સ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ સાવરકુંડલા તરફ જતા માર્ગો પર સીસીટીવી ફૂટેજના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.સુરત ક્રાઇમ બ્રાન્ચ અને લાલગેટ પોલીસની સંયુક્ત ટીમો બનાવી આરોપી રોહિત રંગાણીને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરવા માટે રાજ્યવ્યાપી દરોડા શરૂ કરવામાં આવ્યા છે.આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં ‘લીગલ દારૂ’ પીનારાઓનો રાફડો ફાટ્યો! ‘રાત્રે ઊંઘ નથી આવતી’ કહીને 9 મહિનામાં 3,048 લિકર પરમિટ મંજૂર

Read Full Story arrow_forward
Ahmedabad: ગરબાના મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા; ‘મંડળી ગરબા’માં બાઉન્સરોનો આતંક, મોડી રાત્રે માથાકૂટ થતાં નાસભાગ!
calendar_today October 19, 2026

Ahmedabad: ગરબાના મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા; ‘મંડળી ગરબા’માં બાઉન્સરોનો આતંક, મોડી રાત્રે માથાકૂટ થતાં નાસભાગ!

ગુજરાતમાં નવરાત્રીના પાવન પર્વ પર જ્યાં એક તરફ ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે, ત્યાં બીજી તરફ મોંઘાદાટ અને હાઈ-પ્રોફાઈલ ગરબા મહોત્સવોમાં આયોજકો અને સિક્યોરિટીની દાદાગીરી સામે આવી રહી છે. નવરાત્રીના આઠમા નોરતે અમદાવાદ નજીક યોજાયેલા અત્યંત લોકપ્રિય અને ચર્ચાસ્પદ ‘મંડળી ગરબા’ માં મોડી રાત્રે મોટો હોબાળો અને જૂથ અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોડી રાત્રે પ્રવેશ (એન્ટ્રી) આપવા બાબતે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં એટલી હદે વણસી ગઈ કે મેદાનમાં તૈનાત બાઉન્સરો લાકડી-ધોકા અને ખુલ્લી તલવારો લઈને યુવકો પાછળ દોડ્યા હતા. આ ભયાનક દ્રશ્યો જોઈને હજારો રૂપિયાના પાસ લઈને આવેલા ખેલૈયાઓમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો.મોડી રાત્રે ગેટ પર પ્રવેશ મુદ્દે શરૂ થઈ તકરારઅમદાવાદ અને આસપાસના યુવા ખેલૈયાઓ મોટી સંખ્યામાં ‘મંડળી ગરબા’ના સ્થળે પહોંચ્યા હતા.મોડી રાત્રે અમુક યુવકોને અંદર પ્રવેશવા બાબતે ગેટ પર તૈનાત સિક્યોરિટી અને બાઉન્સરો સાથે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.વાતચીત દરમિયાન મામલો બિચકતાં ગેટ પરથી શરૂ થયેલી સામાન્ય ઝપાઝપી ગણતરીની મિનિટોમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.બાઉન્સરો ધોકા અને તલવારો લઈને દોડ્યા, ખેલૈયાઓમાં નાસભાગસિક્યોરિટીના નામે રખાયેલા બાઉન્સરો દ્વારા કાયદો હાથમાં લેવાની હરકત સામે આવી.ઉશ્કેરાયેલા બાઉન્સરોએ પોતાના હાથમાં લાકડાના ધોકા તેમજ તીક્ષ્ણ હથિયાર (તલવાર) કાઢીને યુવકોને મારવા માટે તેમની પાછળ દોટ મૂકી હતી.ગરબા ગ્રાઉન્ડના પરિસરમાં ખુલ્લી તલવારો અને ધોકા સાથે બાઉન્સરોને ધસી આવતા જોઈને ત્યાં હાજર યુવક-યુવતીઓ અને પરિવારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.જીવ બચાવવા માટે લોકો આમતેમ ભાગવા લાગતાં ગરબા પરિસરમાં અફરાતફરી અને નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો.મોંઘા પાસધારકોમાં રોષ: આયોજકોની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો‘મંડળી ગરબા’માં પ્રીમિયમ ચાર્જ વસૂલવામાં આવતો હોવા છતાં સર્જાયેલી અરાજકતાથી લોકોમાં રોષ છે.હજારો રૂપિયા ખર્ચીને પાસ ખરીદીને આવેલા ખેલૈયાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ફેમિલી ઈવેન્ટમાં આ પ્રકારના લુખ્ખા તત્વો જેવા બાઉન્સરો પાસે હથિયારો ક્યાંથી આવ્યા?ગરબા ગ્રાઉન્ડમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સામે પણ ગંભીર જોખમ ઊભું થયું હતું.આ સમગ્ર હંગામા બાદ સ્થાનિક પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી કે કેમ અને ગેરકાયદે હથિયારો સાથે દહેશત ફેલાવનારા બાઉન્સરો સામે કડક કાનૂની પગલાં લેવાશે કે નહીં તેની ચર્ચાએ જોર પકડ્યું છે.આ પણ વાંચો: Surat: ID પ્રૂફ વગર નોકરીએ રાખેલો ડિલિવરીમેન 6 જ્વેલર્સના ₹1.68 કરોડના દાગીના સમેટી છૂમંતર

Read Full Story arrow_forward
આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 19-10-2026
calendar_today October 19, 2026

આપ સૌને જન્મદિવસની शुभકામનાઓ 19-10-2026

Sanjay PremanandLakshmi GangaramSandeep IshwarKrishnakant BhogilalNarayan BhogilalKishan RajeshNikhil Kitriફૂલ ખીલતા રહે જીંદગી ની રાહ મા, ખુશી ચમકતી રહે તમારા હોઠો મા, કદમ કદમ મા મળે ખુશીઓ ની લહેર તમને, દિલ આપે છે આવી દુવા તમને, જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ ? હેપ્પી બર્થડેય તૂ યુ ?

Read Full Story arrow_forward