android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : માતાના એક સામાન્ય ઠપકાથી આભ તૂટી પડ્યું, મસ્તી કરવાની ના પાડી તો 13 વર્ષના માસૂમે ગળે ફાંસો ખાધો...
calendar_today September 1, 2026

Surat News : માતાના એક સામાન્ય ઠપકાથી આભ તૂટી પડ્યું, મસ્તી કરવાની ના પાડી તો 13 વર્ષના માસૂમે ગળે ફાંસો ખાધો...

સુરતના રાંદેર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય માસૂમ કિશોરે માતાના સામાન્ય ઠપકાથી મન પર માઠું લગાડીને આપઘાત કરી લીધો છે. ઘરમાં ભાઈ-બહેન બંને સાથે મળીને મસ્તી કરી રહ્યા હતા, તે દરમિયાન માતાએ તેમને મસ્તી કરવાની ના પાડી ઠપકો આપ્યો હતો. માતાની આ વાતે કિશોરને ભારે આઘાત લાગતા તેણે ક્ષણિક આવેશમાં આવીને આત્યંતિક પગલું ભરી લીધું હતું.દાદરની ગ્રીલ પર ગળે ફાંસો ખાધોમાતાના ઠપકા બાદ આવેશમાં આવેલા કિશોરે ઘરના દાદર (સીડી)ની ગ્રીલ સાથે ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. થોડી વાર બાદ જ્યારે પરિવારજનોની નજર બાળક પર પડી ત્યારે તેને ફાંસો ખાધેલી હાલતમાં જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. માસૂમ દીકરાના અચાનક આ રીતે વિદાય લેવાથી સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.રાંદેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીઆ અરેરાટીભરી ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા જ રાંદેર પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. સમગ્ર મામલે રાંદેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ નાની વયના બાળકોમાં વધતા જતા આવેશ અને માનસિક સંવેદનશીલતા બાબતે સમાજ સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.આ પણ વાંચો : Rajkot News : ખાખીના કડક સુરક્ષાચક્ર વચ્ચે ઘેલું થવા તૈયાર રાજકોટ, કાલથી વાગશે સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળાનો ધમાકેદાર ઢોલ!

Read Full Story arrow_forward
1 સપ્ટેમ્બરથી મુંબઇવાસીઓને મોંઘવારીનો મોટો ફટકો, CNG અને PNG ના ભાવમાં ધરખમ વધારો
calendar_today September 1, 2026

1 સપ્ટેમ્બરથી મુંબઇવાસીઓને મોંઘવારીનો મોટો ફટકો, CNG અને PNG ના ભાવમાં ધરખમ વધારો

દેશની આર્થિક રાજધાની મુંબઈના રહેવાસીઓને ૧ સપ્ટેમ્બરથી મોંઘવારીનો નવો ફટકો પડ્યો છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) દ્વારા વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં CNG અને PNG ના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવા સુધારા મુજબ, CNG ના ભાવમાં ₹૨ પ્રતિ કિલો અને PNG ના ભાવમાં ₹૧ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (scm) નો વધારો કરવામાં આવ્યો છે.CNG અને PNG ના નવા દરોઆ ભાવ વધારા બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં નવો દર નીચે મુજબ છે:CNG: ₹૮૮ પ્રતિ કિલો (પહેલા ₹૮૬ હતો)DPNG (ઘરેલુ ગેસ): ₹૫૩ પ્રતિ scm (પહેલા ₹૫૨ હતો)ભાવ વધારા પાછળ MGL નું સ્પષ્ટીકરણMGL ના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇનપુટ ગેસના ભાવ વધ્યા છે. વધતી માંગને પહોંચી વળવા માટે કંપનીએ ઊંચા ભાવે સ્પોટ રિગેસિફાઇડ લિક્વિફાઇડ નેચરલ ગેસ (RLNG) ખરીદવો પડ્યો હતો. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ આંશિક વધારાથી કુદરતી ગેસનો પુરવઠો સતત અને અવિરત જાળવી રાખવામાં મદદ મળશે. આ નિર્ણયની સીધી અસર MMR ના લગભગ ૧૨.૯૩ લાખ વાહનો (ઓટો, ટેક્સી અને ખાનગી વાહનો) પર પડશે.મે મહિનામાં પણ થયો હતો વધારોઅગાઉ મે મહિનામાં પણ MGL એ સ્થાનિક ગેસ ફાળવણીમાં ઘટાડો અને ડોલર સામે રૂપિયાના મુલ્યમાં ઘટાડાને કારણે CNG નો દર ₹86 અને PNG નો દર ₹52 કર્યો હતો. તેમ છતાં, કંપનીએ જણાવ્યું છે કે તે ભવિષ્યમાં ગેસ પ્રાપ્તિ ખર્ચ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ઈંધણને પ્રોત્સાહન આપવા સતત પ્રયાસો ચાલુ રાખશે.ઓટો-ટેક્સીના લઘુત્તમ ભાડામાં પણ લીલી ઝંડીગેસના ભાવ વધારા સાથે જ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (MMRTA) એ ઓટોરિક્ષા અને કાળી-પીળી ટેક્સીના ભાડા વધારાને મંજૂરી આપી દીધી છે:ઓટોરિક્ષા: ભાડામાં ₹૧ નો વધારો થતાં હવે લઘુત્તમ ભાડું ₹૨૭ થયું છે.કાળી-પીળી ટેક્સી: ભાડામાં ₹૨ નો વધારો થતાં હવે લઘુત્તમ ભાડું ₹૩૩ થયું છે.આ પણ વાંચો : Rajasthan : અલવરમાં 9 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો, 50 ફૂટ નીચે ફસાયો

Read Full Story arrow_forward
Election Commission SIR: સમગ્ર દેશમાંથી 13 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર
calendar_today September 1, 2026

Election Commission SIR: સમગ્ર દેશમાંથી 13 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર

અત્યાર સુધી દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રક્રિયા હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13 કરોડથી વધુ નામ દૂર કરવામાં આવ્યા છે. સોમવારે જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ યાદી અનુસાર, દિલ્હીમાં મતદારોની સંખ્યામાં 32.8 ટકા અને મહારાષ્ટ્રમાં 21.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.દિલ્હીમાં SIR પહેલાં મતદારોની કુલ સંખ્યા આશરે 1.45 કરોડ હતીદિલ્હી અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દિલ્હીમાં SIR પહેલાં મતદારોની કુલ સંખ્યા આશરે 1.45 કરોડ હતી, જે હવે ઘટીને ડ્રાફ્ટ યાદીમાં 97.53 લાખ થઈ છે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં મતદારોની સંખ્યા 9.78 કરોડથી ઘટીને 7.71 કરોડ થઈ છે. SIRના ત્રીજા તબક્કામાં અત્યાર સુધી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 6.15 કરોડ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.ચૂંટણી પંચે SIRના ત્રીજા તબક્કાની જાહેરાત કરીચૂંટણી પંચે 14 મેના રોજ SIRના ત્રીજા તબક્કાની જાહેરાત કરી હતી. આ તબક્કામાં 16 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવાની યોજના છે. અત્યાર સુધી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થઈ ચૂકી છે. જ્યારે નાગાલેન્ડ અને ત્રિપુરામાં આગામી બે મહિનામાં જનગણના શરૂ થવાની હોવાથી ત્યાં પ્રક્રિયા અલગ સમયગાળા દરમિયાન આગળ વધશે.મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના આંકડા અનુસાર, 3.56 ટકા મતદારોને મૃત તરીકે ઓળખવામાં આવ્યા હતા. જ્યારે 15.78 ટકા લોકો કાયમી રીતે અન્ય સ્થળે સ્થળાંતરિત, ગેરહાજર અથવા અન્ય શ્રેણીમાં આવતા હોવાનું નોંધાયું હતું. ઉપરાંત 1.81 ટકા મતદારોના નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ કારણોસર તેમના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.દિલ્હીમાં લગભગ એક તૃતીયાંશ મતદારોની ચકાસણીદિલ્હીના આંકડા અનુસાર, 29.86 ટકા મતદારોને ગેરહાજર, સ્થળાંતરિત અથવા અન્ય શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. 1.95 ટકા મતદારો મૃત હોવાનું નોંધાયું છે, જ્યારે 0.98 ટકા લોકોના નામ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા હતા.ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, જે મતદારોનું નામ ભૂલથી ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થયું હોય તેઓ આગામી એક મહિના દરમિયાન પોતાનું નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરાવવા માટે અરજી કરી શકે છે. એટલે કે ડ્રાફ્ટ યાદીમાંથી નામ હટાવવું અંતિમ નિર્ણય નથી અને યોગ્ય પ્રક્રિયા દ્વારા વાંધો નોંધાવી શકાય છે.ત્રણ તબક્કામાં 13.37 કરોડ નામ દૂરચૂંટણી પંચના આંકડા મુજબ, અત્યાર સુધી SIRના ત્રણ તબક્કામાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કુલ 13.37 કરોડ નામ દૂર કરવામાં આવ્યા છે. આ SIR પહેલાંની મતદાર યાદીની સરખામણીમાં આશરે 14.1 ટકાનો ઘટાડો છે.દિલ્હીમાં સૌથી વધુ 32.80 ટકા નામ દૂર થયા છે. ત્યારબાદ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં 29.60 ટકા, તેલંગાણામાં 21.70 ટકા, મહારાષ્ટ્રમાં 21.10 ટકા અને અંડમાન-નિકોબાર ટાપુઓમાં 20.60 ટકા નામ દૂર કરવામાં આવ્યા છે.છેલ્લા બે દાયકાથી ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીનું આ પ્રકારનું ગહન પુનરીક્ષણ કરવામાં આવ્યું નહોતું. સામાન્ય રીતે દર વર્ષે અને ચૂંટણી પહેલાં સંક્ષિપ્ત પુનરીક્ષણ દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવા અથવા દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી.SIRની પ્રક્રિયા શું છે?SIR હેઠળ તમામ નોંધાયેલા મતદારોને નિર્ધારિત સમયગાળામાં એન્યુમરેશન ફોર્મ ભરવાનું હોય છે. ત્યારબાદ જૂની ગહન પુનરીક્ષણની યાદીમાં પોતાના અથવા માતા-પિતાના નામ સાથે વિગતોનું મેપિંગ કરવાનું રહે છે. મતદારની પાત્રતા ચકાસવા માટે જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવા પડી શકે છે.સુપ્રીમ કોર્ટમાં પણ પડકારચૂંટણી પંચના 24 જૂન 2025ના SIR આદેશને પડકારતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજદારો દ્વારા ચૂંટણી પંચની સત્તા અને SIR દરમિયાન અપનાવવામાં આવેલી પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે, આ વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં SIRના આદેશને યથાવત્ રાખ્યો હતો.

Read Full Story arrow_forward