android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad:  અમદાવાદના શીલજમાં બન્યું હાઈટેક સ્મશાન, જાણો શું નવી મળશે સુવિધા
calendar_today January 2, 2026

Ahmedabad: અમદાવાદના શીલજમાં બન્યું હાઈટેક સ્મશાન, જાણો શું નવી મળશે સુવિધા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શીલજ ખાતે એક અત્યંત આધુનિક અને સુવિધાસભર સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજે ₹17 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સ્મશાન ગૃહ માત્ર અંતિમ સંસ્કાર માટેનું સ્થળ જ નહીં, પરંતુ એક સુવ્યવસ્થિત શાંતિ પરિસર તરીકે ઉભરી આવ્યું છે. 2 CNG ભઠ્ઠી અને 4 લાકડાની ભઠ્ઠીની કરાઇ વ્યવસ્થા 12 હજાર ચોરસ મીટરમા ફેલાયેલી ભવ્યતા આ સ્મશાન ગૃહ વિશાળ જમીનમાં ફેલાયેલું છે. અહીં પર્યાવરણ અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. અંતિમ સંસ્કાર માટે અહીં 2 CNG ભઠ્ઠી અને 4 લાકડાની ભઠ્ઠીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો પોતાની પરંપરા કે અનુકૂળતા મુજબ નિર્ણય લઈ શકે. અનેક સુવિધાઓથી સજ્જ છે આ સ્મશાન ગૃહ અન્ય વિશેષ સુવિધાઓથી સજ્જ આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા અહીં ઉપલબ્ધ કેફેટેરિયા છે.સામાન્ય રીતે સ્મશાનમાં લાંબો સમય રોકાવું પડતું હોય ત્યારે દૂરથી આવેલા સંબંધીઓ માટે ચા કોફી અને નાસ્તાની સુવિધા મળી રહે તે હેતુથી આ વ્યવસ્થા કરાઇ છે. જેમાં શોકસભા અને આત્મિક શાંતિ માટે અલગ પ્રાર્થના હોલ છે. આ સિવાય વેઇટિંગ એરિયા અને પાર્કિંગ, મુલાકાતીઓ માટે બેસવાની સુંદર વ્યવસ્થા અને વિશાળ પાર્કિંગ સ્પેસ. અસ્થિ મેળવવા માટે એક વિશેષ અને પવિત્ર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અન્ય 10 સ્મશાનગૃહોને આવી રીતે જ સુવિધા સભર બનાવાશે તંત્ર દ્વારા આગામી સમયમાં વાડજ અને જમાલપુર સહિત શહેરના અન્ય 10 સ્મશાન ગૃહોને પણ આ જ રીતે આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવાનું આયોજન છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દુખની ઘડીમાં આવેલા નાગરિકોને કોઇ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે અને તેમને સ્વચ્છ તેમજ શાંત વાતાવરણ મળી રહે તે છે. આ પણ વાંચોઃ Gujarat Police News: ગ્રાન્ટના અભાવે વિલંબ થયેલો પગાર પોલીસ કર્મીઓને ચૂકવાયો

Read Full Story arrow_forward
Ahmedabad News : ગુજરાતીઓ તૈયાર રહેજો! રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે
calendar_today January 2, 2026

Ahmedabad News : ગુજરાતીઓ તૈયાર રહેજો! રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતની સાથે જ ઠંડીનું જોર વધવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યમાં 3 જાન્યુઆરીથી ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે. પવનોની દિશામાં થયેલા ફેરફારને કારણે આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. હાલમાં કચ્છનું નલિયા 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જે આગામી દિવસોમાં હજુ પણ નીચું જઈ શકે છે.શિયાળો જમાવટ કરશે અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગના મતે, આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. વાતાવરણમાં ભેજ અને પવનોની ગતિ બદલાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. નાગરિકોને ઠંડીથી બચવા જરૂરી સાવચેતી રાખવા અને ગરમ વસ્ત્રો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad પોલીસની લાલ આંખ, વર્ષ 2025માં રેકોર્ડબ્રેક 1107 અસામાજિક તત્વોને 'પાસા'માં ધકેલ્યા

Read Full Story arrow_forward
Ahmedabad પોલીસની લાલ આંખ, વર્ષ 2025માં રેકોર્ડબ્રેક 1107 અસામાજિક તત્વોને 'પાસા'માં ધકેલ્યા
calendar_today January 2, 2026

Ahmedabad પોલીસની લાલ આંખ, વર્ષ 2025માં રેકોર્ડબ્રેક 1107 અસામાજિક તત્વોને 'પાસા'માં ધકેલ્યા

અમદાવાદ શહેરમાં ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે પોલીસ પ્રશાસને વર્ષ 2025 દરમિયાન અભૂતપૂર્વ કામગીરી કરી છે. શહેર પોલીસના આંકડા મુજબ, વર્ષ દરમિયાન કુલ 1107 અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ આક્રમક અભિગમને કારણે ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને શહેરની પીસીબી (PCB) શાખાએ બાતમીના આધારે 400 જેટલા કેસ નોંધી 407 આરોપીઓની ધરપકડ કરી છે, જે પોલીસની સતર્કતા દર્શાવે છે.શાંતિ ડહોળનારા તત્વોની ખેર નહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રહાર કરતા પોલીસે પ્રોહિબિશન અને જુગાર ધારા હેઠળ પણ મોટી સફળતા મેળવી છે. પ્રોહિબિશનના કેસોમાં પોલીસે કુલ 5.74 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે જુગારધારા હેઠળ 70 કેસ નોંધી 245 શખ્સોને ઝડપી પાડ્યા છે. પ્રોહિબિશન અને જુગાર એમ બંને મળીને કુલ 6 કરોડ રૂપિયાથી વધુની મતા જપ્ત કરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીને કારણે ગેરકાયદેસર ધંધા કરતા તત્વોની કમર તૂટી ગઈ છે અને શહેરમાં સુરક્ષાનો માહોલ વધુ સુદ્રઢ બન્યો છે. આ પણ વાંચો : Ahmedabad માં બ્રિજની હાલત કથળી, સુભાષબ્રિજ બાદ હવે દધિચી બ્રિજમાં પણ સળિયા દેખાયા

Read Full Story arrow_forward