android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ધર્માંતરણના મોટા રેકેટમાં મહિલા શિક્ષકની ધરપકડ, શિક્ષકો જ મોટા પાયે સંડોવાયેલા હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ
calendar_today January 3, 2026

Surat: ધર્માંતરણના મોટા રેકેટમાં મહિલા શિક્ષકની ધરપકડ, શિક્ષકો જ મોટા પાયે સંડોવાયેલા હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ

સુરત જિલ્લાના માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. હવે વધુ એક મહિલા શિક્ષક પોલીસ સકંજામાં આવી છે. સાથે જ શિક્ષિત પરિવારો ધર્માંતરણ કરાવતા હવે શિક્ષણ જગત માટે ચિંતા નો વિષય બની ગયો છે.પોલીસે અગાઉ એક શિક્ષક તેમજ અન્ય એક ઈસમ મળી બે ની ધરપકડ કરી  સુરત જિલ્લા ના માંડવી માં યુવતી ને લગ્ન ની લાલચે ધર્મપરિવર્તન કરાવ્યા ની ઘટના ગત દિવસો માં બની હતી. જેમાં યુવતી ને ધર્મપરિવર્તન કરી તરછોડી દેનાર ડો અંકિત ચૌધરી તેમજ તેના પિતા આચાર્ય રામજી ચૌધરી ની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે સમાજને નવી રાહ ચીંધનાર શિક્ષક જ આ કાળા કારોબારમાં સામેલ હતા. પોલીસે અગાઉ એક શિક્ષક તેમજ અન્ય એક ઈસમ મળી બે ની ધરપકડ કરી હતી. મીના બેન ચિરાગભાઈ ચૌધરી ની ધરપકડ લાંબી તપાસ બાદ વધુ એક શિક્ષક નું નામ બહાર આવ્યું છે. અને પોલીસે માસ્ટર માઈન્ડ રામજી ચૌધરી ના નજીક ના ગણાતા અને વ્યવસાયે મહિલા શિક્ષક એવા મીના બેન ચિરાગભાઈ ચૌધરી ની ધરપકડ કરી છે. માંડવી તાલુકા ના શિક્ષકો જ મોટા પાયે સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું ગત રોજ પોલીસે શિક્ષક રાકેશ વસાવા ની ધરપકડ કરી હતી. સમગ્ર કનેકશન માં માંડવી તાલુકા ના શિક્ષકો જ મોટા પાયે સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ઝડપાયેલ મીના બેન ચૌધરી ની પણ મુખ્ય ભૂમિકા પોલીસ ને જણાઈ હતી. કારણકે આ મીના ચૌધરી પોતે માંડવી તાલુકા ના ભાતખાઈ ની રહેવાસી અને મહુડી ગામ ખાતે પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પોતે મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરી ની નજીક નીં સાથી મનાય છે. આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા પાસ્ટર ના નજીક ના વ્યક્તિ બનીને આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હતા. સામાન્ય રીતે અંધશ્રદ્ધા ફેલાવવા અને ધર્માંતરણ માટે મહિલાઓ ને જ પ્રથમ નિશાન બનાવતા હતાં. હવે આ સમગ્ર મામલે આખું ધર્મપરિવર્તન નેટવર્ક માં એક બાદ એક શિક્ષકો ની ભૂમિકા બહાર આવતા શિક્ષણ જગત માટે પણ લાંછન લાગી રહ્યું છે. જોકે આખું ધર્મપરિવર્તન નેટવર્ક સ્થાનિક સાંસદ પરભુ વસાવા ના વિસ્તાર માં ઉભરતા નેતાગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયાં છે.આ પણ વાંચો----    ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
કલેક્ટર બાદ હવે RACનો વારો? જમીન કૌભાંડમાં 25 ટકા લાંચનો હિસ્સો આર.કે. ઓઝાને મળતો હોવાનો ખુલાસો
calendar_today January 3, 2026

કલેક્ટર બાદ હવે RACનો વારો? જમીન કૌભાંડમાં 25 ટકા લાંચનો હિસ્સો આર.કે. ઓઝાને મળતો હોવાનો ખુલાસો

જમીન કૌભાંડના ગંભીર આરોપો હેઠળ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, જેમાં નિવાસી કલેક્ટર (RAC) આર.કે. ઓઝાનું નામ પણ લાંચ લેવાના ગંભીર આક્ષેપોમાં સામે આવ્યું છે. નાયબ મામલતદારની કબૂલાત મુજબ, જમીન કૌભાંડમાં લાંચની રકમની ટકાવારી અગાઉથી નક્કી કરવામાં આવી હતી. આ ભ્રષ્ટાચારના નેટવર્કમાં લાંચની કુલ રકમના 50 ટકા હિસ્સો તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને જતો હતો, જ્યારે 25 ટકા રકમ આર.કે. ઓઝાને આપવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે. આ ખુલાસાથી સરકારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.રાજેન્દ્ર પટેલની ધરપકડથી ફફડાટ ભ્રષ્ટાચારના આ મસમોટા નેટવર્કની તપાસ હવે વધુ તેજ બની છે અને તપાસનો ધમધમાટ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને ACB (એન્ટી કરપ્શન બ્યુરો) સુધી પહોંચ્યો છે. તપાસ એજન્સીઓની રડારમાં હવે આર.કે. ઓઝા સહિત મહેસૂલ વિભાગના અનેક કર્મચારીઓ અને મધ્યસ્થીઓ આવી ગયા છે. નાયબ મામલતદારે તપાસ દરમિયાન કબૂલ્યું છે કે લાંચના નાણાંની વહેંચણી માટે પ્રોટોકોલ નક્કી હતો, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ છૂટોછવાયો કિસ્સો નહીં પણ વ્યવસ્થિત રીતે ચાલતું આખું કૌભાંડ હતું. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડો અને મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે. આ પણ વાંચો : Ahmedabad News : વાહનચાલકોમાં રોષ, 'થિગડાં મારીને સંતોષ માનતા' તંત્ર સામે દધિચી બ્રિજ પર જનતાનો આક્રોશ

Read Full Story arrow_forward
Amreli News: સાવરકુંડલામાં પુરૂષનો મૃતદેહ મળ્યો
calendar_today January 3, 2026

Amreli News: સાવરકુંડલામાં પુરૂષનો મૃતદેહ મળ્યો

અમરેલીમાં મૃતદેહ મળવાનો સિલસિલો યથવત રહ્યો છે. આવામાં જિલ્લામાંથી આજે વધુ એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. જે કારણે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. જીજુડા-પલાણીયા વિસ્તારમાંથી પુરૂષનો મૃતદેહ મળી આવવાને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે.સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી સાવરકુંડલાના બીડ વિસ્તારમાંથી પુરૂષનો મૃતદેહ મળી આવતા સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહની ઓળખ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આ મૃતદેહ સાવરકુંડલાના બાબુભાઈ મોહનભાઈ બુહાનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ સાવરકુંડલા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Amreli: દારૂ પીને ઝઘડો કરતા સગા પુત્રની હત્યા કરીને પિતાએ લાશ દાટી દીધી

Read Full Story arrow_forward