Ahmedabad News: 2015માં પકડાયેલા ડ્રગ્સના આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
અમદાવાદમાં ડ્રગ્સ અને દારૂના કેસમાં પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે 2015માં ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી સામે કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે ડ્રગ્સના કેસમાં પકડાયેલા આરોપીને 10 વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો છે. ડ્રગ્સના આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી અમદાવાદમાં ડ્રગ્સના કેસમાં પકડાયેલા આરોપી શૈલેષ પ્રજાપતિ સામે 2015માં ક્રાઈમ બ્રાંચે ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ અંગે સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે સજા ફટકારતા અવલોકન કર્યું હતું કે, ડ્રગ્સનું દૂષણ દૂર કરવા સજા જરૂરી છે. કોર્ટે 21 સાક્ષી અને પુરાવાના આધારે સજા ફટકારી હતી. આ પણ વાંચોઃ Gandhinagar: 2027 સુધીમાં એસટી બસોમાં મુસાફરોની સંખ્યા 30 લાખ સુધી પહોંચાડાશે
Read Full Story arrow_forward