android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી રેલવે વહીવટી તંત્રએ શહેરીજનોને પાટા ઉપર લગાવેલા હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયરથી દૂર રહેવા અપીલ
calendar_today January 3, 2026

Railway News : ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી રેલવે વહીવટી તંત્રએ શહેરીજનોને પાટા ઉપર લગાવેલા હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયરથી દૂર રહેવા અપીલ

એ જોવામાં આવ્યું છે કે, ઉતરાયણ/મકરસંક્રાંતિ તહેવાર દરમ્યાન આ પતંગ ઉડાવતી વખતે પતંગ ની દોરી આ હાઈ વોલ્ટેજ તારોમાં ફસાઈ જાય છે. આ મામલામાં રેલવે કર્મચારી જ્યારે કામ કરે છે તો આ દોરીના સંપર્કમાં આવવાથી ગંભીર વિધ્યુત ઝટકાનો ખતરો રહે છે જેનાથી જીવને નુકસાન થઈ શકે છે. આ સિવાય કેટલીક વાર આમ નાગરીક પણ રેલવે ટ્રેક નજીક પતંગ ઉડાવે છે તથા ઓવેરહેડ તારોમાં ફસાયેલી પતંગને નીકાળવાનો પ્રયાસ કરે છે, જે અત્યંત ખતરનાક અને જીવલેણ થઈ શકે છે. રેલવે પ્રશાસન તમામ નાગરિકોને અપીલ કરે છે કે સામાજિક હિતને ધ્યાનમાં રાખીને જાતે સાવચેત રહેવા તથા વધુમાં વધુ લોકોને જાગૃત કરે. અમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાન ઉત્તરાયણ પર્વ દરમિયાન રેલવે ટ્રેકની આસપાસ તથા ઉપરથી પસાર થતી 25,000 વોલ્ટની ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઈનોને કારણે ગંભીર અકસ્માતોની શક્યતા રહે છે. જનહિતમાં રેલવે પ્રશાસન દ્વારા સામાન્ય નાગરિકોને સુરક્ષા સંબંધિત માર્ગદર્શન (કાઉન્સેલિંગ) આપવામાં આવી રહ્યું છે તથા જરૂરી સાવચેતીઓ અપનાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. તમારી તથા અન્યની સુરક્ષા માટે કૃપા કરીને નીચેની સાવચેતીઓ અવશ્ય અપનાવો * રેલવે ટ્રેક, બ્રિજ, સ્ટેશન, પોલ તથા ઓવરહેડ વિદ્યુત તારોથી દૂર રહી પતંગ ઉડાવો. * રેલવે વિસ્તારમાં પડી ગયેલી કે ફસાઈ ગયેલી પતંગ અથવા (માંઝા) દોરી ઉઠાવવાનો પ્રયાસ ન કરો * બાળકો પર ખાસ ધ્યાન રાખો અને તેમને રેલવે વિસ્તારમાંથી દૂર રાખો. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતું જાય છે, શહેરમાં AQI 200ને પાર પહોંચતા લોકોને શ્વાસ લેવામાં પડી શકે છે તકલીફ 

Read Full Story arrow_forward
Vadodara ગેસ લિમિટેડ દ્વારા CNG અને PNG ગેસના ભાવમાં વધારો જાહેર, ઘરેલુ તેમજ વાહનચાલકોને અસર
calendar_today January 3, 2026

Vadodara ગેસ લિમિટેડ દ્વારા CNG અને PNG ગેસના ભાવમાં વધારો જાહેર, ઘરેલુ તેમજ વાહનચાલકોને અસર

વડોદરા: વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ CNG અને PNG ગેસના નવા ભાવ જાહેર કર્યા છે. કંપની દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ બંને ગેસના દરમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ પડશે.PNG ગેસના ભાવમાં યુનિટ દીઠ 73 પૈસાનો વધારો મળતી માહિતી મુજબ, PNG ગેસના ભાવમાં યુનિટ દીઠ 73 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ PNG ગેસનો ભાવ રૂપિયા 49.50 પ્રતિ યુનિટ હતો, જે હવે વધીને રૂપિયા 50.23 પ્રતિ યુનિટ થયો છે.  CNG ગેસના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો તે જ રીતે, CNG ગેસના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ CNGનો ભાવ રૂપિયા 81.95 પ્રતિ કિલો હતો, જે હવે વધીને રૂપિયા 82.95 પ્રતિ કિલો થયો છે. ઘરેલુ તેમજ વાહનચાલકોને અસર વડોદરા ગેસ લિમિટેડ કંપની દ્વારા જાહેર કરાયેલા આ નવા ભાવ આજથી અમલમાં આવવાની શક્યતા છે. ગેસના ભાવમાં થયેલા વધારાથી ઘરેલુ તેમજ વાહનચાલકોને અસર થવાની સંભાવના છે.આ પણ વાંચો----   ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward
Surendranagar News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની લટકતી તલવાર, EDના રીપોર્ટના આધારે થશે કાર્યવાહી
calendar_today January 3, 2026

Surendranagar News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની લટકતી તલવાર, EDના રીપોર્ટના આધારે થશે કાર્યવાહી

રાજ્ય સરકાર પૂર્વ કલેક્ટર સામે કરશે સસ્પેન્શનની કાર્યવાહી અને સામાન્ય વહીવટ વિભાગ ધરપકડના રિપોર્ટ પર કરશે કાર્યવાહી ઈડીના રિપોર્ટના આધારે રાજેન્દ્ર પટેલ સામે થશે કાર્યવાહી, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ 7 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર જ્યાં ડિસ્ટ્રિકટ જજ કે.એમ.સોજીત્રાએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને ૭ જાન્યુઆરી સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ઈડીની પ્રાથમિક તપાસમાં ૧૦ કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જમીન એનએ કરવા માટે સિસ્ટેમિક ચાલતા જમીન કૌભાંડમાં લાંચનો ૫૦% હિસ્સો કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો. જયારે અન્ય રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર. કે. ઓઝાને ૨૫ ટકા મળતો હતો. ઈડી દ્વારા આગામી દિવસોમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના અધિકારી અને સ્ટાફની ધરપકડ કરે તેવી શકયતાઓ છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં વહીવટદારો મારફતે લાંચ લેવામાં આવતી હતી સુરેન્દ્રનગરના કલેક્ટરને રિમાન્ડ પર સોંપાતા તેમની સાથે સંકળાયેલા અન્ય બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ દિલ્હીથી બુધવાર અમદાવાદ આવીને સુરેન્દ્રનગર અને અમદાવાદમાં વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જેમાં કેવી રીતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં વહીવટદારો મારફતે લાંચ લેવામાં આવતી હતી તેની વિગતો સ્ટાફ અને વકીલો પાસેથી મેળવી હતી. 2 મોબાઈલ સહિત 12 ડિવાઈસ જપ્ત કરાયા છે જ્યાં ઈડીના ખાસ એડવોકેટ રાજેશ કાનાણી અને અનિરુદ્ધ ખંભોજે કોર્ટને જણાવ્યું હતું કે, જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. ઈડીને રાજેન્દ્રકુમાર પટેલના ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ 12 ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે. આ પણ વાંચો : Railway News : ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી રેલવે વહીવટી તંત્રએ શહેરીજનોને પાટા ઉપર લગાવેલા હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયરથી દૂર રહેવા અપીલ

Read Full Story arrow_forward