Valsad: ધરમપુરમાં મામલતદારની આકસ્મિક રેડ, પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન કરનારાઓનો લાખોનો સામાન જપ્ત
વલસાડ ના ધરમપુરના ધામણી ગામ નજીક પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન કરી રહેલા ખનીજ માફિયાઓ સામે ધરમપુર મામલતદાર એસ.એમ. ધોળીયાની આગાહી હેઠળ આકસ્મિક રેડ કરવામાં આવી. મામલતદારની ટીમના દરોડા બાદ રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો.4 જેટલી ટ્રક અને 5 જેટલી જેસીબી કબજે લેવામાં આવી રેડ દરમિયાન 4 જેટલી ટ્રક અને 5 જેટલી જેસીબી કબજે લેવામાં આવી હતી અને સંગ્રહિત સામગ્રીની તપાસ વલસાડ ખાણ અને ખનીજ વિભાગને સોંપાઈ. આ આકસ્મિક તપાસમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે. ધામણી સહિતના ગામોમાં પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન છેલ્લા કેટલાક સમયથી ધામણી સહિતના ગામોમાં પાર નદીના પટમાં ગેરકાયદે રેતીખનન ચાલી રહ્યું હતું. મામલતદારની આ આકસ્મિક રેડથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ પણ વાંચો----- ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા
Read Full Story arrow_forward