Ahmedabad: વિંઝોલમાં અજાણ્યા વાહનચાલકે આધેડને અડફેટે લેતાં મોત નીપજ્યું
વિંઝોલ પાસે આવેલ ગેરતપુર નજીક મોર્નિંગ વોક કરવા નીકળેલા આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યુ હતુ. જેમાં રોજીંદા સમયે ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ કરતા અકસ્માત થયો હોવાનું માલૂમ પડયું હતુ. આ અંગે જે ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.વિંઝોલમાં રહેતા 53 વર્ષીય અયોધ્યાપ્રસાદ વર્મા વટવા જીઆઇડીસીમાં એક કંપનીમાં નોકરી કરતા હતા. ગત ગુરૂવારે તે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, પરંતુ નિયત સમયે ઘરે ન આવતા પરિવારના સભ્યોએ શોધખોળ કરી હતી. આ દરમિયાન પરિવારને જાણવા મળ્યું હતું કે, એક અકસ્માત થતા 108 મારફ્તે ગેરતપુર રોડ પર આવેલા શંકર ભગવાનના મંદિર અને સ્મશાનની વચ્ચે અયોધ્યાપ્રસાદને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઇજાઓ પહોચી છે અને તેમને હોસ્પિટલ લઈ જવાયા છે, પરંતુ પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા ત્યાં જાણવા મળ્યું કે, ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. આ અંગે જે ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward