android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: સોમનાથના સાનિધ્યમાં અંબાણી પરિવાર, નૂતન વર્ષે મહાદેવને 'શિવાર્પણ', 5 કરોડનું માતબર દાન
calendar_today January 2, 2026

Gir Somnath: સોમનાથના સાનિધ્યમાં અંબાણી પરિવાર, નૂતન વર્ષે મહાદેવને 'શિવાર્પણ', 5 કરોડનું માતબર દાન

વર્ષ 2026ના પ્રારંભિક દિવસોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતાબેન અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંતભાઈ અંબાણીએ સહપરિવાર સોમનાથ દાદાના આશીર્વાદ લીધા હતા.વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચનાનૂતન વર્ષના મંગલ પ્રારંભે અંબાણી પરિવારે પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં તેઓએ મહાદેવનો ગંગાજલ અભિષેક કર્યો હતો. આ અવસરે તેઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'કુલસોમેશ્વર મહા પૂજા' કરી હતી. આ ઉપરાંત, ભક્તોમાં અત્યંત મહત્વ ધરાવતી 'ધ્વજા પૂજા' અને 'પાઘ પૂજા' કરીને સમગ્ર રાષ્ટ્રની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પ્રાચીન વિજ્ઞાનને વંદનદર્શન બાદ અંબાણી પરિવારે સોમનાથ મંદિરના પટાંગણમાં આવેલા ઐતિહાસિક બાણ સ્તંભ’ની મુલાકાત લીધી હતી. પૃથ્વીના દક્ષિણ ધ્રુવ સુધીના અબાધિત સમુદ્રમાર્ગને દર્શાવતા આ વૈજ્ઞાનિક વારસાને નિહાળી અંબાણી પરિવારે ભારતની ભવ્ય વિરાસત પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.લોકકલ્યાણ અર્થે ₹5 કરોડનું દાનસેવા અને સમર્પણની ભાવના સાથે મુકેશભાઈ અંબાણીએ શ્રી સોમનાથ ટ્રસ્ટને રૂ. 5 કરોડનું દાન (શિવાર્પણ) કર્યું હતું. આ રકમનો ઉપયોગ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતા લોક કલ્યાણના કાર્યો અને દેશ-વિદેશથી આવતા કરોડો શ્રદ્ધાળુઓની સુવિધાઓના વિકાસ માટે કરવામાં આવશે.આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશભાઈ ચાવડાએ અંબાણી પરિવારનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.આ પણ વાંચો: ઉત્તરાયણ પર્વ પૂર્વે પોલીસ એક્શન મોડમાં, સંવેદનશીલ વિસ્તારોમાં 'ફ્લેગ માર્ચ' યોજી સુરક્ષાનો ભરોસો અપાયો

Read Full Story arrow_forward
Aravalli : એલસીબીનું સફળ ઓપરેશન: બાઈક ચોરી કરતી ગેંગના ચાર આરોપીઓ ઝડપી પડાયા
calendar_today January 2, 2026

Aravalli : એલસીબીનું સફળ ઓપરેશન: બાઈક ચોરી કરતી ગેંગના ચાર આરોપીઓ ઝડપી પડાયા

અરવલ્લી જિલ્લાના એલસીબી દ્વારા બાઈક ચોરી કરતી એક સક્રિય ગેંગને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આ ગેંગ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાંથી બાઈકની ચોરી કરતી હતી. ગુપ્ત માહિતી મળી મળતાં એલસીબીએ કાર્યકારી કાર્યવાહી કરી રાજસ્થાનના ચાર યુવકોને ઝડપી પાડ્યા છે.તક મળતાં જ બાઈક ચોરી કરીને ફરાર થઈ જતા પ્રાપ્ત માહિતી મુજબ, પકડાયેલા આરોપીઓ જી.આઇ.ડીઆઈસી વિસ્તારમાં અને હોટલોમાં નોકરી કરતા હતા. તેઓ નોકરીના બહાને શહેરોમાં આવ-જાવ કરતા અને તક મળતાં જ બાઈક ચોરી કરીને ફરાર થઈ જતા. મોડાસા તાલુકાના ગાજણ વિસ્તાર નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા આ આરોપીઓને એલસીબી પોલીસે અટકાવી પૂછપરછ કરી હતી.  અમદાવાદ અને ગાંધીનગરમાંથી અનેક બાઈક ચોરીના બનાવમાં સંડોવાયેલા છે પોચપરછ દરમિયાન, તેઓ બાઈક ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું જાહેર થયું. પોલીસે વધુ તપાસ કરી જોઈને જાણવા મળ્યું કે તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાંથી અનેક બાઈક ચોરીના બનાવમાં સંડોવાયેલા છે. આરોપીઓ પાસેથી વિવિધ કંપનીઓના ચોરાયેલા બાઈક સહિત કુલ 4.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ પણ વાંચો---   Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward
Gandhinagar: રાજ્યના ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો
calendar_today January 2, 2026

Gandhinagar: રાજ્યના ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો

ગુજરાત સરકારે થર્ટી ફર્સ્ટની મોડી રાત્રે જ 27 IAS અને 49 IPSને પ્રમોશન આપતા આદેશો પ્રસિદ્ધ કર્યા હતાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કેટલાક IAS અધિકારીઓની બદલી કરવાની તૈયારીઓ શરૂ કરી છે. તેવામાં રાજયમાં ત્રણ IAS અધિકારીઓને વધારાનો સાર્જ સોંપવામાં આવ્યો છે. વધુ આદેશ ના થાય ત્યાં સુધી આ ત્રણ અધિકારીઓએ વધારાનો હવાલો સંભાળવો પડશે. 3 IAS અધિકારીને વધારાનો ચાર્જ સોંપાયો રાજ્ય સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશનર ડો. રાજેન્દ્ર કુમારને GPSCનો વધારાનો હવાલો સોંપી GPSCના ઈન્ચાર્જ MD બનાવ્યા છે. આ ઉપરાંત GNVFCના મેનેજિંગ ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલને શહેરી વિકાસ વિભાગના ઈન્ચાર્જ સચિવનો વધારાનો ભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે કમિશનર ઓફ ઈન્ફર્મેશન ગાંધીનગર કે.એલ. બચાણીને સિવિલ એવિએશનના ઈન્ચાર્જ કમિશનર તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Read Full Story arrow_forward