android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ગાંધીનગર એસટી ડેપોમાં 3.61 લાખ મુસાફરો વધતાં આવકમાં રૂપિયા 3 કરોડનો વધારો થયો
calendar_today January 2, 2026

Gandhinagar: ગાંધીનગર એસટી ડેપોમાં 3.61 લાખ મુસાફરો વધતાં આવકમાં રૂપિયા 3 કરોડનો વધારો થયો

સલામત સવારી એસટી અમારી પર વિશ્વાસ મુકતા ગાંધીનગર ડેપોથી છેલ્લા એક વર્ષમાં 83.93 લાખથી વધારે મુસાફરોએ બસમાં મુસાફરી કરી છે.2024માં ગાંધીનગર ડેપોમાં 80.32 લાખ મુસાફરો નોંધાયા હતા. જેમાં એક જ વર્ષમાં 3.61 લાખ મુસાફરોનો વધારો નોંધાયો છે. જેને પગલે આવકમાં પણ 3 કરોડ જેટલો વધારો થયો છે. 2024માં ગાંધીનગર ડેપોની 27.63 કરોડની આવક સામે 2025માં 30.06 કરોડને પાર પહોંચી છે. વર્ષ દરમિયાન ડેપોની 85 જેટલી બસોએ કુલ 1 કરોડ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. એટલે કે રાજ્યના પાટનગર ગાંધીનગરથી દેશની રાજધાની દિલ્હીના 10 હજારથી વધુ ફેરા થઈ શકે. ગાંધીનગર એસટી ડેપોની સેવા, સ્વચ્છતાં અને સુવિધા અનેક રીતે રાજ્યના અન્ય ડેપોથી સારી ગણાણ છે. ત્યારે વર્ષ 2025માં ગાંધીનગર ડેપોથી 83,93,482 જેટલા મુસાફરોએ એસટીની સુવિધાનો લાભ લીધો હતો. મુસાફરોને લાવવા લઈ જવા માટે ડેપોની 85 જેટલી બસો વર્ષ દરમિયાન 1,03,10,078 કિલોમીટર દોડી હતી. જેને પગલે ગાંધીનગર ડેપોને ભાડાની કુલ 30,68,42,397 રૂપિયાની આવક થઈ હતી. એટલે ગાંધીનગર ડેપોથી દૈનિક એવરેજ 23 હજાર જેટલા મુસાફરો બસમાં મુસાફરી કરી હતી. જેમાંથી ડેપોને એવરેજ દરરોજ 8.40 લાખથી વધુની આવક થઈ હતી. તેમાં પણ તહેવારો દરમિયાન ડેપો દ્વારા રજાના દિવસોમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને મુસાફરો સુવિધા આપવાની સાથે રેગ્યુલર મુસાફરોમાં આવેલી ઘટ પૂરી કરે છે. એસટીના કર્મચારીઓ દિવસ-રાત જોયા વગર મુસાફરોની સુવિધા માટે કામગીરી કરે છે. તહેવારો દરમિયાન પણ પરિવારથી દૂર રહીને મુસાફરોને સમયસર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા ફરજ અદા કરે છે. 2024માં ગાંધીનગર ડેપોથી 80,32,042 જેટલા મુસાફરોએ એસટીની સુવિધાનો લાભ લીધો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: આસિસ્ટન્ટ લાઇબ્રેરી અને ક્લાર્કની પરીક્ષા અંગ્રેજીમાં લેવા સામે વિરોધ
calendar_today January 2, 2026

Gandhinagar: આસિસ્ટન્ટ લાઇબ્રેરી અને ક્લાર્કની પરીક્ષા અંગ્રેજીમાં લેવા સામે વિરોધ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ આસીસ્ટન્ટ લાયબ્રેરી અને લાયબ્રેરી ક્લાર્કની જગ્યા માટેની ભરતીમાં પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં લેવા સામે ગુજરાતી ઉમેદવારોમાં રોષ ફાટી નિકળ્યો છે.ઉમેદવારોનો આક્રોશ છેકે, આ પ્રકારના નિયમથી ગુજરાતી ઉમેદવારોને અન્યાય થઇ રહ્યો છે જ્યારે તેનો લાભ બહારના રાજ્યના ઉમેદવારોને વધુ મળવાનો છે. જ્યારે બહારના કેટલાક રાજ્યોમાં માત્ર જે તે રાજ્યની માતૃભાષામાં જ સરકારી ભરતીની પરીક્ષા લેવામાં આવે છે. જેના કારણે ગુજરાતી ઉમેદવાર એપ્લાય થઇ શકતો નથી. ઉમેદવારી નોંધાવનાર ગુજરાતી ઉમેદવારોએ આ મુદ્દાને સરકારી ભરતીમાંથી પણ ગુજરાતીઓનો એકડો કાઢી નાખવાની ચાલ ગણાવી રહ્યા છે. એક ઉમેદવારે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, આ બંને ભરતી વર્ગ-3ની છે. જે ઉમેદવાર સિલેક્ટ થશે તે તાલુકા લેવલે કામ કરશે. જેઓેને ગુજરાતી ભાષા આવડતી હોવી જરૂરી છે. તેઓએ દાવો કર્યો છેકે, 180 જગ્યા માટે મોટી સંખ્યામાં બહારના રાજ્યોના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે. જેઓ ગુજરાતી ઉમેદવારો સામે સ્પર્ધા કરશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: એરપોર્ટથી મંજૂરી વગર ફ્યૂઅલ બ્રાઉઝર બહાર લાવીને ડીઝલની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
calendar_today January 2, 2026

Ahmedabad: એરપોર્ટથી મંજૂરી વગર ફ્યૂઅલ બ્રાઉઝર બહાર લાવીને ડીઝલની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

એરપોર્ટ ઓથોરીટીની સિક્યોરિટીમાં ચેડા કરીને ફ્યુઅલ બ્રાઉઝરની ગાડી બારોબાર એરપોર્ટમાંથી બહાર લઈને શખ્સ આવી ગયો અને એરપોર્ટ ઓથોરીટીને ગંદ સુદ્ધા આવી નહી.આ ઉપરાંત ફ્યુઅલ બ્રાઉઝરની સ્પેશિયલ ગાડીને હાંસોલ નજીક રણમુક્તેશ્વર ચાર રસ્તા પાસે ઉભી રાખીને તેમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતું હતું. ઝોન-4 એલસીબીએ ડીઝલની ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડયા છે. આ અંગે એરપોર્ટ પોલીસે બંને શખ્સો સામે ગુનો નોધ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટના પર પ્લેન સિવાયના અન્ય વાહનોમાં ભરવામાં આવતા ડીઝલ માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. એરપોર્ટ ઓથોરીટી વિભાગ દ્વારા ફ્યુઅલ બ્રાઉઝર થકી જ ડીઝલ પુરવાનો નિયમ રહેલો છે. આ ઉપરાંત આ ફ્યુઅલ બ્રાઉઝરને એરપોર્ટની હદમાંથી બહાર લઇ જવા માટે પણ ચોક્કસ નિયમો અને તેની જોગવાઈ છે જેમાં સિક્યોરીટી ઓફ્સિર સાથે રહેતો હોય છે. અત્રે નોંધનીય છે કે ઝોન-4 એલસીબી સ્કવોડને ટીમે બાતમીના આધારે હાંસોલ નજીક રણમુક્તેશ્વર ચાર રસ્તા પાસે ઉભેલ ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા ભરત પટણી અને કલ્પેશકુમાર પટણીને ઝડપી પાડયા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી ભરત પટણી ફ્યુઅલ બ્રાઉઝરને એરપોર્ટની બહાર લઈને આવ્યો હતો. પોલીસે ડીઝલ બ્રાઉઝર ગાડી સહિત કુલ રૂ. 8.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward