Vadodara:રાણિયાની ખાનગી કંપનીમાં નોટિસ વિના 30 કર્મીને છુટા કરાતા હોબાળો
સાવલી તાલુકાની રાણીયા ગામે એવીએન્ટ મટીરીયલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 30થી વધુ કામદારોને લેખિત નોટિસ વગર અચાનક છૂટા કરી દેવાતા કામદારોએ ગેટ પર બેસીને કંપની વિરુદ્ધ નારેબાજી કરી દેખાવો કરી હોબાળો મચાવ્યો હતો.રાણીયા ગામ ખાતે એવીએન્ટ મટીરીયલ ઇન્ડિયા પ્રા. લિ. નામની કંપની જે કલર એન્ડ વાઈટ માસ્ટર બેચ (પ્લાસ્ટિકની બોટલના ઢાંકણા)માં વપરાતા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે. જેમાં આશરે 150થી વધુ કામદારો કામ કરે છે. કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા જાણવા મળ્યા મુજબ, ગતરોજ પહેલી તારીખથી 15થી 18 વર્ષ જૂના 30 જેટલા કામદારોને કોઈ કારણ કે, નોટિસ વગર વોટ્સએપ મેસેજ કરી કામ પર નહીં આવવાની સૂચના આપીને છૂટા કરી દેવાયા છે. જેથી કામદારો કંપનીના ગેટ પર બેસીને નારેબાજી કરી હતી. ન્યાયની માંગણી કરી હતી. આ અંગે કંપનીના HRનો સંપર્ક કરતા ફોન ઉપાડયો નહતો. 17 વર્ષની નોકરીમાં આંગળી કપાવા છતાં છુટો કરાયો મિતેશ સોલંકી નામના કામદારે જણાવ્યું હતું કે, તે 17 વર્ષથી નોકરી કરે છે. લેબોટરીમાં કામ કરતા આંગળી કપાઈ હતી ત્યારે કંપનીએ કાયમી કરવાનું વચન આપ્યું હતું તેના બદલે મને કોઈપણ કારણ વગર છૂટો કરી દેવાયો છે. 15થી 18 વર્ષથી નોકરી કરતા કામદારોને માત્ર 12 અને 13 હજાર માસિક વેતન ચૂકવીને આર્થિક શોષણ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. કામદારો સ્કિલ્ડ છે પરંતુ અનસ્કિલ્ડનો પગાર ચૂકવાય છે. કંપની ઉત્પાદનથી શરદી, ખાંસી સહતિ આંખને નુકસાન રાણીયા રોડ પર એવીએન્ટ મટીરીયલ ઇન્ડિયા પ્રા. લિ.માં પ્લાસ્ટિકના દાણા બને છે. જેમાં રૉ-મટીરીયલ તરીકે કેલ્શિયમ કાર્બોનેટ, ટીટેનિયમ ડાયોક્સાઇડ, ડ્રાય પીગમેન્ટ (એડિસિવ), લો લાઇફ 77 રેડ 179 પીગમેન્ટ, મેટાલિક સિલ્વર જેવા પદાર્થો વપરાય છે. જેમાં લો લાઇફ 77ના ઉપયોગથી કામદારોને એલર્જી થાય છે. ભારે શરદી અને છીંકો આવે છે જ્યારે રેડ 179 પીગમેન્ટથી આંખોને નુકશાન થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward