android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod:જિલ્લા કો. ઓપરેટિવ બૅન્ક અલગ બનતાં 3.5 લાખ ખાતેદારોને લાભ થશે
calendar_today January 2, 2026

Dahod:જિલ્લા કો. ઓપરેટિવ બૅન્ક અલગ બનતાં 3.5 લાખ ખાતેદારોને લાભ થશે

પંચમહાલમાંથી દાહોદ જિલ્લાનું વિભાજન થયાને 28 વર્ષના વ્હાણા વિતી ગયા, ત્યારે હવે પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કમાંથી દાહોદ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના અસ્તિત્વમાં આવવાની દિશા ઉજ્જવળ બની છે. જેનાથી બેન્કના લાખો સભાસદો, ખેડૂતો અને થાપણદારોને લાભ થવાનું નિશ્ચિત છે.કેન્દ્રમાં સહકાર વિભાગ આ વખતે જ મોદી સરકારે જુદો બનાવીને સહકારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે .જે વિભાગના કેન્દ્રીય મંત્રી પણ અમિત શાહ જ છે. દાહોદ જીલ્લામાં પણ વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ, સહકારી બેન્કો, ક્રેડિટ સોસાયટીઓ, સેવા સહકારી મંડળીઓ અને ઔદ્યોગિક સહકારી મંડળીઓ કાર્યરત છે. આ તમામ એકમોને ધિરાણ માટેનું એક માત્ર સહકારી વિકલ્પ હોય તો તે પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કોઓપરેટીવ બેન્ક છે. જેનો વહીવટ 28 વર્ષ બાદ પણ પંચમહાલ જિલ્લાથી જ ચાલી રહ્યો છે. ત્યારે 2026માં રાજ્યની આવી 9 જેટલી નવી બેન્ક ઉભી કરવાની જાહેરાત સરકારે કરતા પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કોઓપરેટીવ બૅન્કનું પણ વિભાજન થતાં દાહોદ જિલ્લાને પોતાની અલાયદી મધ્યસ્થ સહકારી બેન્ક મળશે. દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાની મુખ્ય શાખા સહિત કુલ 16 શાખા પંચમહાલ બેન્કની કાર્યરત છે, તેમાં 94 જેટલી સહકારી મંડળીઓ જોડાયેલી છે. 350થી વધારે દુધ ઉત્પાદક મંડળીઓને તેનો આર્થિક લાભ થઈ રહ્યો છે. આ બેન્કમાં 3.5 લાખ બચત ખાતા પણ ચાલી રહ્યા છે. આ બેન્ક વાહન સહિતની વિવિધ લોન પણ આપે છે તેમજ પશુપાલકોને અને ખેડૂતોને ધિરાણ પણ આપે છે. આ બેન્કને કારણે સહકારી પ્રવૃત્તિઓ વેગવંતી બને છે અને છેવાડાના માનવી આત્મનિર્ભર બને છે. આ બેન્ક અલગ અસ્તિત્વમાં આવશે, ત્યારે તેનો અભૂતપૂર્વ લાભ સહકારી એકમો, ખેતી અને પશુપાલકોના વિકાસમાં મળશે તે નિશ્ચિત છે. PDCમાં દાહોદ જિલ્લાના વર્તમાન ડિરેકટરો : કનૈયાલાલ કિશોરી (MLA), મહેશભાઇ ભુરિયા(MLA), પ્રજીતસિંહ રાઠોડ, ધનાભાઈ ભરવાડ, કનુભાઈ ડામોર જિલ્લામાં કાર્યરત બૅન્કની શાખાઓ : (1) દાહોદ (જિલ્લા શાખા) (2) ગોદી રોડ (3) રાછરડા (4) કતવારા (5) ગરબાડા (6) ગાંગરડી (7) જેસાવાડા (8) ધાનપુર (9) દેવગઢ બારીયા (10) પીપલોદ (11) લીમખેડા (12) રણધીકપુર (13) સંજેલી (14) ઝાલોદ (15) લીમડી (16) ફતેપુરા નેતાઓના મનમાં લડ્ડુ ફૂટયા : દાહોદ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક જુદી અસ્તિત્વમાં આવશે, ત્યારે તેની ગવર્નિંગ બોડી પણ જુદી બનશે અને તેની ચુંટણી થશે. ત્યારે તેમાં સત્તા મેળવવા પણ નેતાઓ ઘાંઘા થશે, પરંતુ આ જાહેરાતથી સહકારી ક્ષેત્રના નેતાઓમાં આનંદની લહેરખી વ્યાપી ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra:અકસ્માત અટકાવવા બનાવાયેલા બમ્પથી અનેક વાહનચાલકો પટકાયા
calendar_today January 2, 2026

Godhra:અકસ્માત અટકાવવા બનાવાયેલા બમ્પથી અનેક વાહનચાલકો પટકાયા

ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર સમ્રાટ નગર પાસે બનાવેલા બમ્પથી 15 થી વધુ વાહનચાલકોને અકસ્માત થતાં વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બમ્પ એટલો મોટો છે અને તેના પર પટ્ટા પણ લગાવાયા નહીં હોવાથી કે, ત્યાં કોઈ લાઈટ લગાવાઈ નહીં હોવાથી, રાત્રિ સમયે અનેક દ્વિચક્રી વાહનચાલકો રસ્તા ઉપર પટકાતાં ઇજાગ્રસ્ત થયા હતાં, જ્યારે કાર જેવા વાહનો પછડાતી જોવા મળે છે. જો કે, પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે અને સ્થાનિક યુવાનોએ આ સ્થળે બેરીકેડીંગ કર્યું હતું.ગોધરાના બામરોલી રોડ ઉપર અનેક સોસાયટી વિસ્તાર આવેલા છે. આ રોડ ઉપર 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે, અને અકસ્માતો પણ સર્જાતા હોય છે. જેથી સબંધિત વિભાગ દ્વારા અકસ્માતોને ઘટાડવા માટે તાજેતરમાં આ માર્ગ ઉપર સમ્રાટ નગર પાસે મોટા બમ્પ બનાવાયા છે. પરંતુ આ સ્પીડબ્રેકરો એટલા મોટા બનાવી દીધા અને તેના ઉપર રિફ્લેક્ટર કે સફેદ પટ્ટા નહીં લગાવતા દૂરથી સ્પીડમાં આવતા વાહન ચાલકોને આ બમ્પ નહીં દેખાતાં અંદાજિત 15 થી વધુ દ્વિચક્રી વાહન ચાલકો આ સ્થળે રોડ પર પટકાવાના અને અકસ્માતનો ભોગ બની ઈજાગ્રસ્ત પણ થયા હતા. અધુરામાં પુરૂ આ સ્થળે લાઈટ પણ નહીં હોવાના કારણે રાત્રિ સમયે વાહન ચાલકોને બમ્પ નહીં દેખાતા અકસ્માત સર્જાયા હતા. દરમિયાન રાત્રિ પેટ્રોલિંગ કરતી શહેર પોલીસની ટીમે સ્થાનિક યુવાનોની મદદથી આ સ્થળે તાત્કાલિક બેરીકેડિંગ કરી દીધુ હતું, તેમજ કેટલાક યુવાનો વાહનચાલકોને રોકી વાહનો ધીમે હંકારવા સાવચેત કરતાં જોવા મળ્યા હતા. સબંધિત વિભાગ દ્વારા વહેલી તકે આ બમ્પ ઉપર રિફ્લેક્ટર કે સફેદ પટ્ટા લગાવવા અને બમ્પને નાના કરવા માંગ કરાઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:યુરીયા ખાતરની બેગના નિયત ભાવ કરતાં વધુ લેવાતાં હોવાનો આક્ષેપ
calendar_today January 2, 2026

Dahod:યુરીયા ખાતરની બેગના નિયત ભાવ કરતાં વધુ લેવાતાં હોવાનો આક્ષેપ

દાહોદ જિલ્લામાં ચોમાસુ પાક લણવાની તૈયારી ચાલી રહી હતી, તે દરમિયાન આકસ્મિક માવઠું થતાં અનેક ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. જે બાદ પણ ખેડૂતોએ ફરીથી શિયાળુ પાકમાં ઘઉં અને ચણાનું વાવેતર કર્યું છે. પાક સારો થાય તે હેતુથી ખેડૂતોએ પાણીની વ્યવસ્થા કરી, ખાતરનો પૂરતો ઉપયોગ કરવાની તૈયારી પણ કરી હતી. પરંતુ આ સંવેદનશીલ સમયગાળા દરમિયાન ખાતરની અછતનો લાભ લઈ કેટલાક એગ્રો સંચાલકો ખેડૂતોની મજબૂરીનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા હોવાની ગંભીર ફરીયાદો સામે આવી છે.દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં એગ્રો સંચાલકો બેફમ બન્યા હોવાના આક્ષેપો ઉઠયા છે. ખેડૂતોને જરૂરી પ્રમાણમાં ખાતર મળતું નથી, એટલું જ નહીં પરંતુ સરકાર દ્વારા નક્કી કરેલા નિયત ભાવ કરતાં ઘણી વધારે વસૂલાત કરવામાં આવી રહી છે. યુરિયા ખાતરની 45 કિલોની એક બેગનો નિયત ભાવ રૂા.266.50 હોવા છતાં ખેડૂતો પાસેથી રૂા.360થી લઈને રૂા.500 સુધી વસૂલવામાં આવી રહ્યા હોવાની ફરીયાદો વધી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, એગ્રો સેન્ટરોમાં આધારકાર્ડ અને ફ્ગિંરપ્રિન્ટ દ્વારા નોંધણી કરીને પણ તેમને એક જ બેગ ખાતર આપવામાં આવે છે, જ્યારે વધુ થેલીઓની માંગણી કરવામાં આવે ત્યારે એગ્રો સંચાલકો ગલ્લાતલ્લા કરે છે. વધુમાં, ખાતર સાથે ઝીંક જેવી વસ્તુઓ જબરજસ્તી આપવામાં આવી રહી છે, જે ખેડૂતોને જરૂરી ન હોવા છતાં ખરીદવા મજબૂર કરવામાં આવે છે. પરિણામે ખેડૂતોને બમણો આર્થિક ભાર સહન કરવો પડે છે. ખેડૂતોને ઝીંક આપવું ફરજિયાત નથી : ખેતીવાડી અધિકારી આ મુદ્દે જિલ્લા ખેતીવાડી અધિકારી સી.એમ. પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જો ખેડૂત ફ્ક્ત ખાતર માંગે તો માત્ર ખાતર જ આપવાનું હોય છે. ખાતર સાથે ઝીંક આપવી ફરજિયાત નથી. તેમજ નિયત ભાવ કરતાં વધુ ભાવની વસૂલાત સામે કહ્યું કે, જો ખેડૂતો તરફ્થી લેખિત રજૂઆત મળશે તો એગ્રો સેન્ટરની મુલાકાત લઈને નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward