android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : નવનીત બાલધિયા કેસમાં જયરાજ આહીરના જામીન મંજૂર
calendar_today February 7, 2026

Gujarat Latest News Live : નવનીત બાલધિયા કેસમાં જયરાજ આહીરના જામીન મંજૂર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Junagadh: જૂથળ સેવા સહકારી મંડળીમાં 2.09 કરોડનું કૌભાંડ, તત્કાલીન મંત્રી વિરુદ્ધ ફરિયાદ
calendar_today February 7, 2026

Junagadh: જૂથળ સેવા સહકારી મંડળીમાં 2.09 કરોડનું કૌભાંડ, તત્કાલીન મંત્રી વિરુદ્ધ ફરિયાદ

માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામની સેવા સહકારી મંડળીમાં ખેડૂતો અને સભાસદોના પરસેવાની કમાણીમાં મસમોટી ઉચાપત થઈ હોવાની વિગતો સામે આવી છે. મંડળીના તત્કાલીન મંત્રી કાન્તિભાઇ નરશીભાઇ હિંગરાજીયા દ્વારા પદનો દુરુપયોગ કરીને કુલ ₹2,09,49,609 ની ઉચાપત કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.જૂથળ ગામની સેવા સહકારી મંડળીમાં ઉચાપત પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી મંત્રીએ અત્યંત વ્યવસ્થિત રીતે છેતરપિંડીનું જાળ બિછાવ્યું હતું.આરોપીએ ખોટા પત્રકો અને બોગસ રસીદો બનાવીને ખોટા ધિરાણો મંજૂર કરાવ્યા હતા.મંડળીના સત્તાવાર ચોપડામાં કાગળો અને જામીનગીરીના દસ્તાવેજો સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યા હતા.મંડળીના પ્રમુખ, કમિટીના સભ્યો અને ભોળા ખેડૂત સભાસદોને વિશ્વાસમાં લઈને તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.માળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલઆ સમગ્ર મામલે ઓડિટ અને તપાસ બાદ ઉચાપતનો આંકડો બે કરોડને પાર પહોંચતા અંતે માળિયા પોલીસ સ્ટેશનમાં કાન્તિભાઇ હિંગરાજીયા વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Rajkot: ભક્તિનગરમાં રામેશ્વર મહાદેવ મંદિરે તસ્કરો ત્રાટક્યા, દાનપેટી તોડી ચોરીની ઘટના CCTVમાં કેદ

Read Full Story arrow_forward
Vav Tharad : સાંચોર-થરાદ હાઇવે સર્વિસ રોડ પર બાઇક-કાર વચ્ચે ગંભીર અકસ્માત, 2 ના મોત, એક યુવકને ગંભીર ઇજા
calendar_today February 7, 2026

Vav Tharad : સાંચોર-થરાદ હાઇવે સર્વિસ રોડ પર બાઇક-કાર વચ્ચે ગંભીર અકસ્માત, 2 ના મોત, એક યુવકને ગંભીર ઇજા

વાવ-થરાદ જિલ્લામાં સાંચોર-થરાદ હાઇવે સર્વિસ રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક અને કાર વચ્ચે ટક્કર જોરદાર ટક્કર થતાં બે યુવકના મોત થયા હતા જ્યારે એક યુવકને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.કાર ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી મળી રહેલી માહિતી પ્રમાણે સાંચોર થરાદ હાઇવે પર સર્વિસ રોડ પર કાર ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી જેથી બાઇક પર બેઠેલા ત્રણેય યુવક ફંગોળાયા હતા અને ગંભીર ઇજા થવાથી બે યુવકના મોત થયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઇજાગ્રસ્તને તાત્કાલિક થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી  પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતમાં પિલુડા ગામના પટેલ ભાણજી ભાઈ કેશરાભાઈ અને નાગજીભાઈ સામાજી વજીરનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો----    Rajkot : પતિદેવોના વહીવટથી DDO લાલઘૂમ, પંચાયતમાં પતિદેવ વહીવટ કરશે તો તલાટી સામે કાર્યવાહી થશે, અન્ય કોઇની સહી હશે તો પણ કાર્યવાહી

Read Full Story arrow_forward