android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : સલાબતપુરામાં આતંક મચાવનાર અન્નુ ખલનાયક અને બંટી ગેંગના ત્રણ મુખ્ય સાગરીતને પકડી પોલીસે કાન પકડાવ્યા
calendar_today February 7, 2026

Surat : સલાબતપુરામાં આતંક મચાવનાર અન્નુ ખલનાયક અને બંટી ગેંગના ત્રણ મુખ્ય સાગરીતને પકડી પોલીસે કાન પકડાવ્યા

સુરતના સલાબતપુરા વિસ્તારમાં અન્નુ ખલનાયક અને બંટી ગેંગે રાત્રીના સમયે જાહેરમાં દાદાગીરી અને આતંક મચાવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ લુખ્ખા તત્વોને ઝડપી લઇ તેમનો વરઘોડો કાઢ્યો હતો અને કાન પકડીને માફી મંગાવી હતી.પોલીસની પણ બીક રાખ્યા વગર દાદાગીરી કરીને લોકોમાં ભયનો માહોલ સર્જયો સુરતના સલાબતપુરા વિસ્તારમાં તાજેતરમાં રાત્રીના સમયે અન્નુ ખલનાયક અને બંટી ગેંગે ટુ વ્હીલર ઉપર આવીને આતંક સર્જયો હતો અને પોલીસની પણ બીક રાખ્યા વગર દાદાગીરી કરીને લોકોમાં ભયનો માહોલ સર્જયો હતો અન્નુ ખલનાયક અને બંટી ગેંગના ત્રણ મુખ્ય સાગરીતને ઝડપી લેવાા પોલીસને મામલાની જાણ થતાં તત્કાળ ઘટનામાં સંડોવાયેલા અન્નુ ખલનાયક અને બંટી ગેંગના ત્રણ મુખ્ય સાગરીતને ઝડપી લીધા હતા અને જે સ્થળે દાદાગીરી કરી હતી તે સ્થળે લઇ જઇને જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી હતી. ત્રણેય અસામાજીક તત્વોને ઝડપી લઇને કાયદાનું ભાન કરાવ્યું પોલીસે ત્રણેય અસામાજીક તત્વોને ઝડપી લઇને કાયદાનું ભાન કરાવ્યું હતું અને ગુનેગારોને ચેતવણી આપી હતી કે કાયદો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે..આ પણ વાંચો-----   AMCમાં વહીવટદાર શાસન નિશ્ચિત, 9 માર્ચે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થશે

Read Full Story arrow_forward
Surat News : સુરતના લિંબાયતમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી
calendar_today February 7, 2026

Surat News : સુરતના લિંબાયતમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી

આ કેસની વિગત મુજબ લિંબાયતની એક સ્કૂલમાં અભ્યાસ કરતા બે બાળકો રાત્રીના સમયે પોતના ઘરે રમતા હતા. ત્યારે પાડોશમાં રહેતો મહેન્દ્ર અશોકભાઈ શાહ (ઉ.વ.૫૨)એ એકલતાનો લાભલઈને સગીરાને કેરેટ ઉપર બેસાડીને તેણીની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ગભરાયેલી આ સગીરાએ તાત્કાલીક પોતાના ઘરે જઈને માતાને સમગ્ર હકીકત કહેતા તેઓ ચોંકી ઉઠયા હતા. નારીઓની પૂજા અને સત્કાર થાય છે ત્યાં સદા ભગવાનની કૃપા રહે છે બનાવ અંગે પરિવારની સાથે વાત કરીને મહેન્દ્રની સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને મહેન્દ્રની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરી હતી, જ્યારે ભોગનનારી સગીરા તરફે એડવોકેટ મનોજ પવાર દ્વારા દલીલો કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ સંસ્કૃતના એક શ્લોકને ટાંકીને ચૂકાદો આપ્યો હતો કે, જ્યાં નારીઓની પૂજા અને સત્કાર થાય છે ત્યાં સદા ભગવાનની કૃપા રહે છે. આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા જ્યાં નારીઓના આદર, સત્કરા થતા નથી ત્યાં શુભકાર્યો પણ થતા નથી. સ્ત્રી અમૂલ્ય છે પરંતુ તે અલંકાર કે વસ્તુ નથી સ્ત્રી મનોરંજન કે ભોગવિલાસનું સાધન નથી. આરોપીએ બાળાના પાડોશી છે, અને તેમની જવાબદારી બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવું વાતાવરણ પુરુ પાડવાની છે. જો આરોપી દ્વારા આવું દુષ્કર્મ કરાઈ તો તેને છોડી દેવાઈ નહીં તેમ ટાંકીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા કરી હતી. આ પણ વાંચો : Surat News : સુરતમાં જમીન દલાલ સાથે કાકા-ભત્રીજાએ કરી 10.87 કરોડની ઠગાઇ, સોદો રદ થવા છતા રુપિયા અને મિલકત પડાવી

Read Full Story arrow_forward
અમદાવાદના આંગણે ભારતીય સેનાનો શૌર્ય પર્વ: સધર્ન કમાન્ડ ઇન્વેસ્ટિચર સેરેમની 2026
calendar_today February 7, 2026

અમદાવાદના આંગણે ભારતીય સેનાનો શૌર્ય પર્વ: સધર્ન કમાન્ડ ઇન્વેસ્ટિચર સેરેમની 2026

અમદાવાદ ખાતે 6 અને 7 ફેબ્રુઆરી 2026 દરમિયાન સધર્ન કમાન્ડ દ્વારા એક ભવ્ય 'ઇન્વેસ્ટિચર સેરેમની' (સન્માન સમારોહ) નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાની સમૃદ્ધ પરંપરાઓ અને આચારસંહિતાને અનુરૂપ, આ કાર્યક્રમની શરૂઆત આર્મી કમાન્ડર માટેના ભવ્ય ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવી હતી.

Read Full Story arrow_forward