android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad: રાણપુરના જાળીલા ગામે રખડતા શ્વાનોએ ત્રાટકીને વાડામાં બાંધેલા 80 ઘેટા પર હુમલો
calendar_today February 5, 2026

Botad: રાણપુરના જાળીલા ગામે રખડતા શ્વાનોએ ત્રાટકીને વાડામાં બાંધેલા 80 ઘેટા પર હુમલો

બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના જાળીલા ગામે મંગળવારે રાત્રિના સુમારે એક ગંભીર બનાવ બન્યો હતો. જાળીયા ગામના હરજીભાઈ રાઘાભાઇ સાંચલા નામના પશુપાલકના વાડામાં સાતથી આઠ ભટકતા કુતરાઓ વાડામાં કૂદીને ઘૂસી ગયા હતા અને અંદાજે 80 ઘેટાં પર અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં લગભગ 40 ઘેટાંનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે 30 જેટલા ઘેટાંને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતા જ પશુપાલક તાત્કાલિક પોતાના વાડામાં દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા કુતરાઓને ભગાડવામાં સફ્ળ રહ્યા હતા. આ બનાવની માહિતી મળતા જ જાળીલા ગામના સરપંચ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી મદદરૂપ કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત ઘેટાઓને તાત્કાલિક સારવાર માટે પશુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી પશુપાલકોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગામમાં ભટકતા કુતરાઓના આતંકને કારણે પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા તંત્રને ભટકતા કુતરાઓ પર નિયંત્રણ લાવવા અને પશુપાલકોને યોગ્ય વળતર આપવા માટે માંગ ઉઠાવવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: હારીજના અડિયા ગામે સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજનો સમુહલગ્ન મહોત્સવ રંગેચંગે યોજાયો
calendar_today February 5, 2026

Patan: હારીજના અડિયા ગામે સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજનો સમુહલગ્ન મહોત્સવ રંગેચંગે યોજાયો

હારીજ તાલુકાના અડિયા ગામે સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સમુહલગ્ન મહોત્સવ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સાથે સાથે અન્ય રાજકીય આગેવાનો તથા સમાજના શ્રોષ્ઠીઓની હાજરીમાં સમાજના 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. અડિયા ગામે ગુરૂવારે સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાતાઓના સહયોગથી તમામ લગ્નગ્રંથિથી જોડાયેલી દિકરીઓને ભેટ સોગાદો અને કરીયાવર ભેટરૂપે આપવામાં આવી હતી. સાથે સાથે રક્તદાન શિબિર પણ રાખવામાં આવી હતી. યોજાયેલ સમુહલગ્ન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સમાજના આમંત્રણને માન આપીને લગ્નગ્રંથિથી જોડાનાર 22 નવયુગલોને આશિર્વાદ આપવા પહોંચ્યા હતા. તેમનું સમાજ દ્વારા સન્માન કર્યું આવકાર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવદંપતીઓને આશિર્વાદ આપતાં જણાવ્યું હતું કે. તમારૂં વૈવાહિક જીવન પ્રેમ, વિશ્વાસ,સમજણ અને સંયમથી ભરપુર રહે તેમજ એક બીજાને જીવનસાથી નહીં પરંતુ પરિવાર,સમાજ અને રાષ્ટ્રના જવાબદાર નાગરિક તરીકે આગળ વધો તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. સાથે વધુમાં તેમણે કહ્યું હતું કે જ્યારે હું અહીં આવ્યો તે સમયે કોઈએ ફોન કરી આજે કોઈ કાર્યક્રમ ન રાખતા બહું લેટ થાય છે તેમ કહ્યું હતું. પરંતુ જે રીતે બેઠા છીએ તે રીતે સમાજ અને સમાજની રીતે સરકારી તરીકે અમારે જ્યાં પણ આવવું પડે ત્યાં જઈશું અને સરકાર તમારી સાથે જ છે તેમ જણાવી તમામને લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી.યોજાયેલ સમુહલગ્ન દરમિયાન સમાજની એક નવી એપ લોન્ચ કરવામાં આવી હતી. જે સમાજને ડિજિટલ પ્લેટફોર્મ પર જોડવામાં મદદરૂપ બનશે. યોજાયેલ કાર્યક્રમમાં સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજના શ્રોષ્ઠીઓ સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: કોરડામાં 'રાસ-ગરબા'નો રંગ વિવાદમાં ફેરવાયો ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો આરોપ!
calendar_today February 5, 2026

Patan: કોરડામાં 'રાસ-ગરબા'નો રંગ વિવાદમાં ફેરવાયો ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો આરોપ!

સાંતલપુર તાલુકાના કોરડા ગામના યુવા સરપંચના લગ્નપ્રસંગે આયોજિત રાસ ગરબા અંગે સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ થતા વિવાદ ઉભો થયો છે. વાયરલ થયેલા વિડિઓ બાદ ઠાકોર સમાજના બંધારણ તોડવામાં આવ્યું હોવાના આક્ષેપો સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે ચર્ચામાં આવ્યા છે.લગ્નપ્રસંગે માતાજીનો પ્રસંગ જોડાયેલો હોવાથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું યુવા સરપંચના પિતા મગનજી ઠાકોરે જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે ધાર્મિક પરંપરા અને આસ્થાને ધ્યાનમાં રાખીને જ કાર્યક્રમ યોજાયો હતો, સમાજના કોઈપણ બંધારણને તોડવાનો ઉદ્દેશ્ય ન હતો. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે. બીજી તરફ્, સ્થાનિક મત વિસ્તારના ધારાસભ્ય લવિંગજી સોલંકી પણ આ લગ્નપ્રસંગે હાજર રહ્યા હોવાનું સામે આવતા મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. સોશિયલ મીડિયામાં ઉઠેલા વિવાદ બાદ ગામ અને સમાજમાં વિવિધ મતભેદો સામે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર મામલે શાંતિ જળવાય તે માટે સમજદારીપૂર્ણ વલણ અપનાવવાની અપીલ પણ થઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward