android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News: ઠાકોર સમાજના બંધારણમાં રાસ ગરબા નહીં કરવાનો ઉલ્લેખ નથીઃ શીતલ ઠાકોર
calendar_today February 5, 2026

Patan News: ઠાકોર સમાજના બંધારણમાં રાસ ગરબા નહીં કરવાનો ઉલ્લેખ નથીઃ શીતલ ઠાકોર

બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા નવું બંધારણ બનાવીને અમલમાં મુકવામાં આવ્યું છે. આ બંધારણ અમલમાં મુકાયુ તેના થોડા જ દિવસોમાં જાબડિયા ગામમાં કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોર દ્વારા તેનો ભંગ કરવામાં આવ્યો હતો. તેમણે ઘરમાં પ્રસંગ હોવાથી ડીજે બોલાવતા ઠાકોર સમાજના આગેવાનો લાલઘૂમ થયા હતાં અને બંને કલાકારોનો સામાજિક બહિષ્કાર કર્યો હતો. બીજી તરફ સાંતલપુરના કોરડા ઠાકોર સમાજનો બંધારણ તોડવાનો મુદ્દો પણ સામે આવ્યો છે. ઠાકોર સમાજે માત્ર ડીજે પર પ્રતિબંધ મુક્યો છે સાંતલપુર તાલુકાના કોરડા સરપંચના સમૂહલગ્ન પ્રસંગે રાસ ગરબા યોજાયા હતાં. આ રાસ ગરબા યોજવા બાબતે કલાકાર શીતલ ઠાકોરે કહ્યું હતું કે, ઠાકોર સમાજના બંધારણમાં રાસ ગરબા નહીં કરવા તેવું ઠરાવેલું નથી. ઠાકોર સમાજે માત્ર ડીજે પર પ્રતિબંધ મુક્યો છે. અમે ઠાકોર સમાજનું બંધારણ તોડ્યુ નથી. સમાજનું બંધારણ જાણી તેમાં રસ દાખવો. આ પણ વાંચોઃ Botad News: રાણપુરમાં ગાયને હડકવા ઉપડતા અફરાતફરી સર્જાઈ, જીવના જોખમે રેસ્ક્યૂ કરાઈ

Read Full Story arrow_forward
Vadodara News: શહેરમાં અવાજ પ્રદૂષણ અટકાવવા વિસ્તાર મુજબ નોઇઝ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા
calendar_today February 5, 2026

Vadodara News: શહેરમાં અવાજ પ્રદૂષણ અટકાવવા વિસ્તાર મુજબ નોઇઝ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા

વડોદરા શહેરમાં કોઇપણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ જાહેર શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નિયમોને આધિન જાહેરહિતમાં રહી કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે.અવાજ પ્રદૂષણને અટકાવવા અંગે વખતોવખતના ચૂકાદાના નિર્દેશો તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પર્યાવરણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે તે મુજબ ધ્વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો મુજબ નક્કી કરવામાં આવ્યા છે તેનું ચૂસ્તપણે પાલન કરવાનું રહે છે. વિસ્તાર મુજબ નોઇઝ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે. મેળાવડા દરમિયાન લાઉડ સ્પીકર સવારે ૬ થી રાત્રે ૧૦ દરમિયાન ઔદ્યોગિક વિસ્તારમાં ૭૫, વાણિજય વિસ્તારમાં ૬૫, રહેણાંક વિસ્તારમાં ૫૫ અને શાંત વિસ્તારમાં ૫૦ ડેસિબલ નોઇઝ સ્ટાન્ડર્ડ છે.રાત્રે ૧૦ થી સવારે ૬ દરમિયાન ઔદ્યોગિક વિસ્તારમાં ૭૦, વાણિજય વિસ્તારમાં ૫૫, રહેણાંક વિસ્તારમાં ૪૫ અને શાંત વિસ્તારમાં ૪૦ ડેસિબલ નોઇઝ સ્ટાન્ડર્ડ છે. સામાન્ય રીતે તહેવારો દરમિયાન, લગ્ન પ્રસંગો, મેળાવડા દરમિયાન લાઉડ સ્પીકર, ડ્રમ, પબ્લિક એડ્રેસ સીસ્ટમના ઉપયોગની ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. રહેણાંક વિસ્તારમાં થઇ રહેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ, વાહનોની અવરજવર અને હોર્ન વગાડવાને કારણે તથા બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને કારણે પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે.ધ્વનિ પ્રદૂષણ કરતા સાધનો વગાડવા પર પ્રતિબંધ આથી રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી નિયત કરવામાં આવેલા સમયમાં હોર્ન સહિત ધ્વનિ પ્રદૂષણ કરતા સાધનો વગાડવા પર પ્રતિબંધ છે. માઇક સીસ્ટમ ભાડે આપનાર માલિક, ભાગીદાર, સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજર સમગ્ર વડોદરા શહેરના હુકમત વિસ્તારમાં વરઘોડા, રાજયકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જગ્યામાં ઉપયોગ માટે ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઇક સીસ્ટમ ભાડે આપી શકશે નહી. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવા વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઇક સીસ્ટમનો ઉપયોગ થઇ શકશે નહિ. છૂટછાટ માટેની શરતો પણ છે જેને ધ્યાને લેવાની રહેશે એકબીજાને ઉશ્કેરણી થાય તેવા ગાયનો-ઉચ્ચારણોનો માઇક સીસ્ટમમાં ઉપયોગ કરવો નહિ. રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો-કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન-ગરબા જાહેરમાર્ગ રોકાઇ તે રીતે કરવા નહિ. ડી. જે. સીસ્ટમ વગાડવા માટે જણાવ્યું તે તમામ પ્રાવધાનોનો અને જોગવાઇઓનો ઉલ્લંઘન કરતા હોય તેવું જાહેર જગ્યાએ ખુલ્લા સ્થળો પર વગાડવા પર પ્રતિબંધ છે. માઇક સીસ્ટમ વગાડવા માટેના પ્રતિબંધો માંથી છૂટછાટ માટેની શરતો પણ છે જેને ધ્યાને લેવાની રહેશે. વડોદરા શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તા.૨૦-૦૨-૨૦૨૬ સુધી આ હુકમનો અમલ કરવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.આ પણ વાંચોઃ PM Modi in Rajya Sabha : કોંગ્રેસના યુવરાજે શીખ સમુદાયનું અપમાન કર્યું, આસામના લોકોનું અપમાન કર્યું : વડાપ્રધાન મોદી

Read Full Story arrow_forward
Rajkot News: મોરબી રોડ પર વિદેશી વિદ્યાર્થીનો હાઈવોલ્ટેજ ડ્રામા, લોહીલુહાણ હાલતમાં રસ્તો બાનમાં લીધો
calendar_today February 5, 2026

Rajkot News: મોરબી રોડ પર વિદેશી વિદ્યાર્થીનો હાઈવોલ્ટેજ ડ્રામા, લોહીલુહાણ હાલતમાં રસ્તો બાનમાં લીધો

સૌરાષ્ટ્રના શિક્ષણ ધામ ગણાતા રાજકોટમાં વધુ એક વખત વિદેશી વિદ્યાર્થીની શરમજનક હરકત સામે આવી છે. શહેરના મોરબી રોડ પર આવેલી એક ખાનગી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીએ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઉતરી આવી ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. મોરબી રોડ પર આ વિદેશી વિદ્યાર્થી અચાનક લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. તે રસ્તાની વચ્ચે ઉભા રહીને જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો અને વાહનચાલકોને અટકાવી રસ્તો બાનમાં લીધો હતો.મોરબી રોડ વિદેશી વિદ્યાર્થીએ બાનમાં લીધો હતોવિદ્યાર્થીની આવી હાલત જોઈને સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. માનવતાના ધોરણે અને પરિસ્થિતિ થાળે પાડવા માટે સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ત્યારે એક નવો વળાંક આવ્યો હતો. જેવો વિદ્યાર્થીએ પોલીસને જોઈ, તે ગભરાઈ ગયો હતો અથવા કોઈ કારણોસર ટ્રીટમેન્ટ કરાવવા માંગતો નહોતો. ઘાયલ હોવા છતાં, પોલીસને જોઈને આ વિદ્યાર્થી સારવાર લીધા વિના જ ત્યાંથી નાસી છૂટ્યો હતો. સ્થાનિકે 108 એમ્બ્યૂલન્સ અને પોલીસ પણ બોલાવીઆ ઘટના પાછળનું કારણ શું હતું, વિદ્યાર્થીને ઈજા કેવી રીતે થઈ અને તે નશાની હાલતમાં હતો કે કેમ, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે, વારંવાર વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા સર્જાતી આવી અવ્યવસ્થાને પગલે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ હાલ વાયરલ વીડિયોના આધારે તપાસ કરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward