android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar : વ્યાજખોરોનો આતંક, 45 લાખ વ્યાજે આપી જમીન પડાવી 1.50 કરોડમાં વેચી મારી, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ સહિત 3ની ધરપકડ
calendar_today February 5, 2026

Bhavnagar : વ્યાજખોરોનો આતંક, 45 લાખ વ્યાજે આપી જમીન પડાવી 1.50 કરોડમાં વેચી મારી, વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ સહિત 3ની ધરપકડ

ભાવનગર શહેરમાં વ્યાજખોરોના ત્રાસ સામે વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે.45.70 લાખ રૂપિયા વ્યાજે આપી ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી ફરિયાદ મુજબ આરોપીઓએ 45.70 લાખ રૂપિયા વ્યાજે આપી ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી બાદમાં તે જમીન દોઢ કરોડ રૂપિયામાં વેચી નાખી હતી. પાંચ વિઘા જમીન સામે 45.70 લાખ રૂપિયા લીધા ફરિયાદ અનુસાર, વર્ષ 2018માં સુરત ખાતે રહેતા ફરિયાદી રજનીભાઈ જાસોલિયાને રૂપિયાની જરૂર હોવાથી તેમણે પોતાની પાંચ વિઘા જમીન સામે 45.70 લાખ રૂપિયા લીધા હતા. આરોપીઓએ ત્રણ ટકા વ્યાજે રકમ આપી જમીન પોતાના નામે કરાવી લીધી હતી. વર્ષ 2021માં આરોપીઓએ આ જમીન અન્ય વ્યક્તિને અંદાજે દોઢ કરોડ રૂપિયામાં વેચી મારી પછી જમીનના ભાવમાં વધારો થતાં વર્ષ 2021માં આરોપીઓએ આ જમીન અન્ય વ્યક્તિને અંદાજે દોઢ કરોડ રૂપિયામાં વેચી મારી હતી. વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ  સમગ્ર ઘટનાને લઇ ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ચોથી વ્યક્તિની શોધખોળ ભરતનગર પોલીસ દ્વારા ચોથી વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.આ પણ વાંચો----    Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

Read Full Story arrow_forward
Gir Somnath News: મુરલીધર કોમ્પલેક્ષમાં ભીષણ આગ, NOC વગરની બિલ્ડિંગ સામે તંત્રની લાલ આંખ!
calendar_today February 5, 2026

Gir Somnath News: મુરલીધર કોમ્પલેક્ષમાં ભીષણ આગ, NOC વગરની બિલ્ડિંગ સામે તંત્રની લાલ આંખ!

ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ-જૂનાગઢ બાયપાસ રોડ પર આજે એક મોટી આગની ઘટના સામે આવી છે. જ્યાં આવેલા મુરલીધર કોમ્પલેક્ષમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, ચાર માળનું આખું કોમ્પલેક્ષ આગની લપેટમાં આવી ગયું હતું.શોર્ટ સર્કિટથી લાગી આગ ઘટનાની માહિતી અનુસાર, કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક ડીઝલ પંપ સર્વિસની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. દુકાનમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી. ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ લાખોની મિલકત બળીને ખાખ થઈ ગઈ છે.https://x.com/sandeshnews/status/2019313038688649445 તંત્રની મોટી કાર્યવાહીના સંકેત આગની આ ઘટનામાં વહીવટી તંત્રની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ કોમ્પલેક્ષ ફાયર NOC (No Objection Certificate) વગર જ ધમધમી રહ્યું હતું. અગાઉ પણ તંત્ર દ્વારા ફાયર સિસ્ટમ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી હતી. આ મામલે ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીએ જણાવ્યું હતું કે, આ કોમ્પલેક્ષ મંજૂરી વગરનું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. સંલગ્ન વિભાગોના રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો - Gir Somnath News: ગેરકાયદે દબાણો કરનારાને કલેક્ટરનો સ્પષ્ટ સંદેશ, સરકારી જમીન પર દબાણ ચલાવી લેવાશે નહીં

Read Full Story arrow_forward
Mehsana: સાંકળચંદ પટેલ યુનિ.નો 8મો પદવીદાન સમારોહ,‘યુવાનો વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી શકે તેવા સશક્ત બને’ - CM ભૂપેન્દ્ર પટેલ
calendar_today February 5, 2026

Mehsana: સાંકળચંદ પટેલ યુનિ.નો 8મો પદવીદાન સમારોહ,‘યુવાનો વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી શકે તેવા સશક્ત બને’ - CM ભૂપેન્દ્ર પટેલ

વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પદવી મેળવનાર 2200થી વધુ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતા યુવાનોને ‘વિકસિત ભારત’ના સાચા ઘડવૈયા ગણાવ્યા હતા.સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોમાં આત્મવિશ્વાસ જગાડતા મહત્વના નિવેદનો કર્યા હતા. પીએમ મોદીના વિઝનને ટાંકીને તેમણે જણાવ્યું કે, "આજનો યુવાન વિશ્વના કોઈપણ દેશ સાથે આંખમાં આંખ મિલાવીને ઊભો રહી શકે તેવો સશક્ત હોવો જોઈએ."સરકારનો સંકલ્પ યુવાનોને માત્ર નોકરી શોધનારા નહીં, પણ ‘જોબ ક્રિએટર’ (રોજગાર દાતા) બનાવવાનો છે. તાજેતરના બજેટમાં પણ યુવાનોના કૌશલ્ય વર્ધન અને પ્રોત્સાહન માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.યુવાનોએ ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે કામ કરી ભારતને અગ્રેસર બનાવવામાં ફાળો આપવો જોઈએ.બ્લોકચેન ટેકનોલોજી દ્વારા ડિગ્રી એનાયતઆ પદવીદાન સમારોહમાં ટેકનોલોજીનો આધુનિક ઉપયોગ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. યુનિવર્સિટીએ બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને QR કોડ સાથેની ડિગ્રી આપી છે. આ ડિગ્રીની સત્યતા વિશ્વના કોઈપણ ખૂણેથી ત્વરિત ચકાસી શકાશે, જેનાથી ડોક્યુમેન્ટ ફ્રોડની શક્યતા નહિવત બનશે. કુલ 2213 વિદ્યાર્થીઓમાંથી 981 વિદ્યાર્થિનીઓએ પદવી મેળવી છે, જે શિક્ષણ ક્ષેત્રે સ્ત્રીઓના વધતા પ્રભુત્વને દર્શાવે છે.યુનિવર્સિટીની પ્રગતિ અને સોલાર પ્રોજેક્ટમુખ્યમંત્રીએ યુનિવર્સિટીની સફરની પ્રશંસા કરતા કહ્યું કે, માત્ર 1500 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સંસ્થા આજે 20,000 વિદ્યાર્થીઓ સાથે વટવૃક્ષ બની છે. કાર્યક્રમ દરમિયાન 1500 KWના સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.આ પણ વાંચો: Bhavnagar: શહેરમાં મહીં-પરીએજમાં મેન્ટેનન્સને કારણે શહેરના 40% વિસ્તારોમાં બે દિવસ પાણી કાપ

Read Full Story arrow_forward