android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad માં તંત્રની ઘોર બેદરકારી, અતુલ-દિવદ બ્રિજ પર પડ્યું મોટું ગાબડું, અકસ્માતનો ભય વધ્યો
calendar_today February 5, 2026

Valsad માં તંત્રની ઘોર બેદરકારી, અતુલ-દિવદ બ્રિજ પર પડ્યું મોટું ગાબડું, અકસ્માતનો ભય વધ્યો

વલસાડ તાલુકામાં માળખાગત સુવિધાઓની પોલ ખોલતી વધુ એક ઘટના સામે આવી છે. અતુલથી દિવદ ગામને જોડતા મહત્વના બ્રિજ પર મોટું ગાબડું પડતા સ્થાનિક વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્રિજ પરનો સિમેન્ટ ક્રોંક્રીટનો વેરિંગ કોટ સંપૂર્ણપણે ઉખડી ગયો છે, જેના કારણે બ્રિજમાં વપરાયેલા લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. આ સ્થિતિ માત્ર વાહનો માટે જ નહીં, પણ બ્રિજની મજબૂતી માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.બ્રિજ બન્યા જોખમી બ્રિજની સુરક્ષાને લઈને સ્થાનિકોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ આ બ્રિજ પર સ્ટ્રીટ લાઈટના અભાવે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, અને હવે રસ્તાની આ જર્જરિત હાલતે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, વહીવટી તંત્રની રાહ જોયા વગર કંટાળેલા સ્થાનિક લોકોએ પોતાની સુરક્ષા માટે જાતે જ ફાળો ઉઘરાવી બ્રિજ પર RCCનું પેચવર્ક કામ શરૂ કર્યું છે. લોકશાહીમાં જ્યારે જનતાએ જાતે રસ્તા રિપેર કરવા પડે, ત્યારે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થાય છે. આ પણ વાંચો : Ahmedabad માં રખડતા ઢોરના ત્રાસનો આવશે અંત, મનપા દ્વારા નવી પોલિસીનું કડક અમલીકરણ

Read Full Story arrow_forward
Bhavnagar: જેલમાં જયરાજ આહીરને VIP સુવિધા? બગદાણાના પૂર્વ સરપંચે CCTV ચેક કરવાની માંગ સાથે DGPને કરી લેખિત ફરિયાદ
calendar_today February 5, 2026

Bhavnagar: જેલમાં જયરાજ આહીરને VIP સુવિધા? બગદાણાના પૂર્વ સરપંચે CCTV ચેક કરવાની માંગ સાથે DGPને કરી લેખિત ફરિયાદ

ભાવનગરની જિલ્લા જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ એક વીડિયો વાયરલ કરીને આક્ષેપ કર્યો છે કે, જેલમાં બંધ જયરાજ આહીરને જેલ પ્રશાસન દ્વારા સ્પેશિયલ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ મામલે તેમણે ઉચ્ચ કક્ષાએ પત્ર લખી તપાસની માંગ કરી છે.ભાવનગર જિલ્લા જેલ વિવાદોના ઘેરામાં આવીબગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત 14 વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ આ કેસમાં જયરાજ આહીર ભાવનગર જિલ્લા જેલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ છે.નવનીત બાલધિયાના આક્ષેપોજેલના નિયમોનું ઉલ્લંઘન કરીને જયરાજ આહીરને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે. જો જેલના સીસીટીવી ફૂટેજની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આ VIP સુવિધાનું સત્ય બહાર આવી શકે તેમ છે. જેલના અધિકારીઓની મીલીભગતથી જ આવી સુવિધાઓ શક્ય હોવાનું વીડિયોમાં જણાવાયું છે.ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતમાત્ર વીડિયો વાયરલ કરવા પૂરતું સીમિત ન રહેતા, પીડિત નવનીત બાલધિયાએ આ બાબતે કડક કાર્યવાહી માટે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો છે. તેમણે DGP (જેલ વિભાગ), DIG (જેલ વિભાગ રેન્જ), જેલ અધિક્ષક, ભાવનગર વિભાગોને લેખિત પત્ર પાઠવ્યો છે.ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાએ ભારે ચકચાર જગાવી હતી અને કોળી સમાજમાં પણ આ અંગે રોષ જોવા મળ્યો હતો. હવે જેલની અંદર આરોપીને મળી રહેલી કથિત સુવિધાઓએ નવો વિવાદ છેડ્યો છે.આ પણ વાંચો: Mehsana: સાંકળચંદ પટેલ યુનિ.નો 8મો પદવીદાન સમારોહ,‘યુવાનો વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી શકે તેવા સશક્ત બને’ - CM ભૂપેન્દ્ર પટેલ

Read Full Story arrow_forward
K-culture : સોશિયલ મીડિયામાં ચેતવણી ! કે-કલ્ચર બાળકો માટે ‘સાયલન્ટ કિલર’ બની શકે છે?
calendar_today February 5, 2026

K-culture : સોશિયલ મીડિયામાં ચેતવણી ! કે-કલ્ચર બાળકો માટે ‘સાયલન્ટ કિલર’ બની શકે છે?

ભારતમાં હવે સોશિયલ મીડિયા એટલું પ્રભાવશાળી બની ગયું છે કે આજની નવી પેઢી તેના આધારે જ પોતાની વિચારધારા અને જીવનશૈલી ઘડવા લાગી છે. મોબાઇલ સ્ક્રીન પર દેખાતી રીલ્સ અને વીડિયો હવે ફક્ત સમય પસાર કરવાનો સાધન નથી રહ્યા, પરંતુ ઘણા બાળકો માટે તે જ તેમની દુનિયા બની ગઈ છે. આવા સમયમાં જો કોઈ ટ્રેન્ડ સૌથી વધારે ચર્ચામાં છે, તો તે છે K-કલ્ચર — જે હવે માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ બાળકોના મન, ઓળખ અને ભાવનાત્મક જોડાણ પર ઊંડો પ્રભાવ પાડવા લાગ્યું છે. તેવું સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં શું જણાવવામાં આવ્યું ? સોશિયલ મીડિયામાં જણાવવામાં આવી રહ્યું છે કે કે-કલ્ચર, કે-ડ્રામા અને કોરિયન લાઇફસ્ટાઇલનો વધતો ક્રેઝ બાળકોના માનસ પર ઊંડો પ્રભાવ પાડી રહ્યો છે. ખાસ કરીને ટીનએજ બાળકો માટે આ ચમકતી દુનિયા હવે ફક્ત મનોરંજન નહીં, પરંતુ એક અલગ જ “વર્ચ્યુઅલ વાસ્તવિકતા” બની ગઈ છે. વાસ્તવિક દુનિયાથી દૂર ઇન્સ્ટાગ્રામ રીલ્સ, શોર્ટ વીડિયો અને કોરિયન મ્યુઝિકમાં બતાવાતું પરફેક્ટ જીવન — સ્વચ્છ રસ્તા, સુંદર લોકો, હંમેશા ખુશ દેખાતા ચહેરા — બાળકોને ધીમે ધીમે પોતાની જ વાસ્તવિક દુનિયાથી દૂર ખેંચી લે છે. સોશિયલ મીડિયા પર એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે બાળકો આ દુનિયાને પોતાની ઓળખ બનાવી લે છે, ત્યારે હકીકત સ્વીકારવી તેમના માટે મુશ્કેલ બની જાય છે. ગાઝિયાબાદમાં બનેલી ઘટના ગાઝિયાબાદમાં બનેલી ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ્સમાં લખાયું છે કે ત્રણ સગીર બહેનો કોરિયન કલ્ચરથી એટલી ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ હતી કે તેઓ પોતાને ભારતીય માનવા તૈયાર નહોતી. કહેવાય છે કે તેમના માટે મોબાઇલ ફોન માત્ર એક ડિવાઇસ નહીં, પરંતુ તેમની કલ્પિત દુનિયાનો દરવાજો હતો. સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે જ્યારે માતાપિતાએ ફોન છીનવી લીધા, ત્યારે બાળકોને એવું લાગ્યું કે તેમની આખી દુનિયા તૂટી ગઈ. આ ઘટના બતાવે છે કે સમસ્યા ફોનમાં નથી, પરંતુ ફોનની અંદર બનેલી ખોટી વાસ્તવિકતામાં છે. એક મહત્વનો પ્રશ્ન અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે — શું ખરેખર કે-કલ્ચર ખતરનાક છે? ઘણા લોકો માને છે કે કોઈપણ સંસ્કૃતિ ખરાબ નથી. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે બાળક પોતાની ઓળખ, પરિવાર અને આસપાસની દુનિયાથી કટ થઈ જાય છે. સોશિયલ મીડિયામાં બતાવાતું જીવન હંમેશા એડિટેડ અને અધૂરું સત્ય હોય છે, પરંતુ બાળકો તેને સંપૂર્ણ સત્ય માની લે છે. કોવિડ પછી બાળકો ઘરમાં બંધ રહ્યા, શાળાઓ બંધ હતી, મિત્રો સાથે મળવાનું ઓછું થયું. આવા સમયમાં મોબાઇલ અને ઓનલાઈન દુનિયા જ તેમનો સાથ બની ગઈ હતી. સોશિયલ મીડિયામાં કહેવાય છે કે જો આ ડિજિટલ દુનિયાને સમયસર સમજવામાં ન આવે, તો તે “સાયલન્ટ કિલર” બની શકે છે. તેવો દાવો સોશિયલ મીડિયાના અનેક અહેવાલોમાં કરવામાં આવ્યો છે.  માતાપિતા અને શિક્ષકો માટે એક મોટો સંકેત નિષ્ણાતો માને છે કે ,આ ઘટના માતાપિતા અને શિક્ષકો માટે એક મોટો સંકેત છે. બાળકોના હાથમાંથી ફોન ખેંચી લેવાને બદલે, તેમની સાથે વાત કરવી જરૂરી છે. તેઓ શું જોઈ રહ્યા છે, શું વિચારી રહ્યા છે, અને કેમ આ દુનિયા તેમને આકર્ષે છે — આ સમજવું સૌથી જરૂરી છે.આ પણ વાંચો : Grok AI : ચેતવણીઓ છતાં મસ્કનું ગ્રોક AI અશ્લીલ છબીઓ બનાવે ! અહેવાલોમાં મોટો ખુલાસો

Read Full Story arrow_forward