android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News: પ્રેમને સમાજના બંધનો નડ્યા, પ્રેમી-પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
calendar_today February 5, 2026

Surendranagar News: પ્રેમને સમાજના બંધનો નડ્યા, પ્રેમી-પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બામણવા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમમાં નિષ્ફળતા અને સામાજિક મર્યાદાઓના કારણે એક પ્રેમી યુગલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. કુટુંબી સગા હોવાના કારણે લગ્ન ગ્રંથિથી જોડાઈ ન શકવાના દુઃખમાં આ પ્રેમી-પંખીડાએ મોતને વહાલું કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.શું છે સમગ્ર ઘટના? બામણવા ગામમાં રહેતા 21 વર્ષીય કુણાલ ઠાકોર અને 19 વર્ષીય જાનકી ઠાકોર છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. બંને લગ્ન કરીને સાથે જીવન વિતાવવા માંગતા હતા, પરંતુ તેઓ કુટુંબી સગા થતા હોવાથી સામાજિક અને પારિવારિક અવરોધો ઉભા થયા હતા. લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, બંને એક થઈ શકે તેમ ન હોવાથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. શોકનું મોજું અને પોલીસ તપાસ બંનેએ એકસાથે ગળેફાંસો ખાઈ લેતા નાના એવા બામણવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને નીચે ઉતારી, પંચનામું કરી પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ ખસેડ્યા છે. કુણાલ અને જાનકીના આ કરૂણ અંતથી ઠાકોર સમાજ સહિત સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય તેમજ તમામ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 ફેબ્રુઆરીના રોજ યોજાશે

Read Full Story arrow_forward
Rajkot: જંગલેશ્વર દબાણ વિવાદમાં કલેક્ટરની સ્પષ્ટતા, સરકારી જમીન પચાવનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ જોગવાઈ નથી
calendar_today February 5, 2026

Rajkot: જંગલેશ્વર દબાણ વિવાદમાં કલેક્ટરની સ્પષ્ટતા, સરકારી જમીન પચાવનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ જોગવાઈ નથી

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વ્યાપક દબાણો અને તેને હટાવવા માટે અપાયેલી નોટિસ બાદ સર્જાયેલા વિવાદ પર જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે વહીવટી તંત્રનું વલણ સ્પષ્ટ કર્યું છે. કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું છે કે, સરકારી જમીન પર દબાણ કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની કાયદામાં કોઈ જ જોગવાઈ નથી અને દરેક વ્યક્તિને ઘરની સામે ઘર આપવું શક્ય નથી.હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવશેજંગલેશ્વર વિસ્તારમાં આશરે 1358 જેટલા આસામીઓને ડિમોલિશન માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલો હાઈકોર્ટ પહોંચતા કોર્ટે અસરગ્રસ્તોને રાહત આપતા GRT (ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ) માં અપીલ કરવા માટે મુદ્દત આપી છે.કલેક્ટરે જણાવ્યું કે, "હાઈકોર્ટે વહીવટી તંત્રને કોઈ નવી સૂચના આપી નથી, પરંતુ અસરગ્રસ્તોને અપીલ કરવાની તક આપી છે, જેનું અમે સન્માન કરીશું."ગુજરાત હાઈકોર્ટે GRTને આ અપીલોનો ફેંસલો 90 દિવસમાં કરવા આદેશ આપ્યો છે.વૈકલ્પિક વ્યવસ્થા કેમ શક્ય નથી?કલેક્ટર ઓમ પ્રકાશે આ મામલે કાયદાકીય ગૂંચવણ અને પેર પેચીદા પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરી છે, કલેક્ટર હસ્તકની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ જોગવાઈ ગુજરાત સરકારના નિયમોમાં નથી. મ્યુનિસિપલ કમિશનર હસ્તકની જમીન પરના દબાણદારોને જી.આર. (G.R.) મુજબ વૈકલ્પિક વ્યવસ્થા મળી શકે છે, પરંતુ કલેક્ટર હસ્તકની જમીન માટે આવા કોઈ નિયમો નથી.  સરકારી જમીન પર મોટા પ્રમાણમાં દબાણો હોય છે. દરેક દબાણકર્તાને અન્ય જગ્યાએ જમીન કે મકાન ફાળવવું વહીવટી રીતે શક્ય નથી.શું છે સમગ્ર વિવાદ?ડિસેમ્બર મહિનાથી કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વરના ચાર ખંડ પૈકીના બે ખંડમાં રહેતા દબાણદારોને તબક્કાવાર નોટિસો આપવામાં આવી રહી છે. આ જમીન પર ગેરકાયદેસર મકાનો બનાવી લેવામાં આવ્યા છે. જોકે, તંત્રએ આસામીઓને પોતાના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે પૂરતો સમય પણ આપ્યો હતો.હવે, જ્યારે મામલો ટ્રિબ્યુનલમાં છે, ત્યારે 90 દિવસ સુધી વહીવટી તંત્ર આદેશની રાહ જોશે. કલેક્ટરના આ કડક વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આગામી સમયમાં જંગલેશ્વરમાં મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી થઈ શકે છે.આ પણ વાંચો: Ahmedabad: રખિયાલમાં પત્ની પ્રેમી સાથે ભાગી જતાં પતિનો પિત્તો ગયો, પ્રેમીના બનેવી પર તલવારના ઘા ઝીંક્યા

Read Full Story arrow_forward
Ahmedabad : પાલડીમાં ગૌ તસ્કરીનો પર્દાફાશ, અન્ય ત્રણ લોકો કારનું પાયલોટીંગ કરતા હોવાનો ખુલાસો, તપાસ શરુ
calendar_today February 5, 2026

Ahmedabad : પાલડીમાં ગૌ તસ્કરીનો પર્દાફાશ, અન્ય ત્રણ લોકો કારનું પાયલોટીંગ કરતા હોવાનો ખુલાસો, તપાસ શરુ

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે થયેલા કાર અકસ્માતમાં ગૌ તસ્કરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. ધોળકા તરફથી આવી રહેલી કારમાં ચાર ગાયો ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહી હતી.કારના ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યો અકસ્માત બાદ જાગૃત નાગરિકોએ કારના ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યો. તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલ ડ્રાઈવરનું નામ મકબૂલ છે. ત્રણ શંકાસ્પદ આરોપીઓ પાયલટ કારમાં સવાર હતા તપાસ દરમિયાન ખુલાસો થયો કે મકબૂલ સાથે અન્ય ત્રણ લોકો પણ ગૌ તસ્કરીમાં સંડોવાયેલા છે. આ ત્રણેય શંકાસ્પદ આરોપીઓ પાયલટ કારમાં સવાર હતા અને હાલ પોલીસની પકડથી દૂર છે. પાલડી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરુ પાલડી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ગૌ તસ્કરી સાથે સંકળાયેલા તમામ આરોપીઓને ઝડપવાની કામગીરી તેજ કરવામાં આવી છે.આ પણ વાંચો-----    Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

Read Full Story arrow_forward