android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, ઠંડા પવનો ફૂંકાતા શહેરીજનો ઠુઠવાયા
calendar_today February 5, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, ઠંડા પવનો ફૂંકાતા શહેરીજનો ઠુઠવાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં વહેલી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ, બેવડી ઋતુનો માર સહન કરતા શહેરીજનો
calendar_today February 5, 2026

Weather News : ગુજરાતમાં વહેલી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ, બેવડી ઋતુનો માર સહન કરતા શહેરીજનો

અમદાવાદમાં 18.7, ડીસામાં 15.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 18.4, વલ્લભ વિદ્યાનગરમાં 18.4 ડિગ્રી, વડોદરામાં 19.6 ડિગ્રી, સુરતમાં 20.6 ડિગ્રી, દમણમાં 19.4 ડિગ્રી, ભુજમાં 15.8 ડિગ્રી, કંડલામાં એરપોર્ટ 14.6, અમરેલીમાં 18.0 ડિગ્રી, ભાવનગરમાં 20.8 ડિગ્રી, દ્વારકામાં 18.9 ડિગ્રી, ઓખામાં 19.6 ડિગ્રી, પોરબંદરમાં 16.3 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, વેરાવળમાં 22.0 ડિગ્રી, દીવમાં 19.0 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.8 ડિગ્રી, મહુવામાં 19.1 ડિગ્રી, કેશોદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુ.માં સૌથી ઓછી ઠંડી પડી પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, ઠંડા પવનો ફૂંકાતા શહેરીજનો ઠુઠવાયા 

Read Full Story arrow_forward
Ahmedabad News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર આજે થશે સુનાવણી, જમીનને લઈ 1500 કરોડનું કર્યુ હતુ કૌભાંડ
calendar_today February 5, 2026

Ahmedabad News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર આજે થશે સુનાવણી, જમીનને લઈ 1500 કરોડનું કર્યુ હતુ કૌભાંડ

દરમ્યાનમાં કલેક્ટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલે જામીન મેળવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરતા ડિસ્ટ્રીક્ટ જજ કે.એમ. સોજીત્રાએ કારણદર્શક નોટિસ કાઢીને આવતીકાલ તા.૫ના રોજ સુનાવણી રાખી છે. ઈડીની તપાસમાં ૧૦ કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતુ. જમીન એનએ કરવા માટે સિસ્ટેમિક ચાલતા જમીન કૌભાંડમાં લાંચનો ૫૦% હિસ્સો કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો, જ્યારે અન્ય ભાગ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર સહિત અન્યોને મળતો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે જમીન એન.એ. કરવા માટે ભાવો નક્કી કર્યા હતા જેમાં પર સ્કવેર મીટર જમીન એન.એ. કરવા માટે રૂ.૧૦નો ભાવ ચાલતો હતો. ઈડીને મળેલી ૮૦૦ શીટોમાં રૂ.૧૦ કરોડની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત જમીન બિનખેતી (એનએ) કરવાની ગેરકાયદેસર પ્રક્રિયામાં લાંચના નાણાંની વહેંચણી વ્યવસ્થિત રીતે કરવામાં આવતી હતી. દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રુપે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની ૩ જાન્યુઆરીએ ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતા. હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું કૌભાંડ ઈડીને રાજેન્દ્રકુમાર પટેલને ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ ૧૨ ડિવાઈ સમળી આવતા જપ્ત કર્યા હતા. જેમાં પેન ડ્રાઈવમાં મહત્વની વિગતો મળી હોવાથી તેમને સાથે રાખીને તપાસ કરી હતી. અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડ મોડસ ઓપરેન્ડીથી કરતા હતા. જેમાં આરોપીની મુખ્ય ભૂમિકા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જમીન એનએ આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. આ કૌભાંડ CLU (ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું.આયોજનબદ્ધ રીતે જમીન એનએ કરી આપવા ચોરસ મીટર દીઠ રકમ નક્કી કરી હતી આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસ મીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. દરમ્યાનમાં પકડાયેલ કલેકટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલે જામીન મેળવવા માટે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. જેમાં પોતે નિર્દોષ છે, ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. તપાસમાં પુરો સહકાર આપ્યો હોવાથી જામીન મંજૂર કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટે તપાસનીશ એજન્સીને નોટિસ કાઢીને આવતીકાલ તા.પના રોજ સુનાવણી માટે રાખી છે. આ પણ વાંચો : Weather News : ગુજરાત વહેલી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ, બેવડી ઋતુનો માર સહન કરતા શહેરીજનો

Read Full Story arrow_forward