android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ચાલુ પ્રસંગે ગેસ સિલિન્ડર ફાટ્યો, MG ફાર્મના કાઉન્ટર પર આગ લાગતા મચી અફરાતફરી
calendar_today February 4, 2026

Ahmedabad News : ચાલુ પ્રસંગે ગેસ સિલિન્ડર ફાટ્યો, MG ફાર્મના કાઉન્ટર પર આગ લાગતા મચી અફરાતફરી

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા જોધપુર ચાર રસ્તા પાસેના MG ફાર્મમાં આજે એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ફાર્મમાં એક પ્રસંગ ચાલી રહ્યો હતો અને મહેમાનોની હાજરી હતી, તે જ સમયે ફૂડ કાઉન્ટર પર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જમણવારના સમયે જ આગ લાગતા પ્રસંગમાં હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ફફડાટ મચી ગયો હતો. લોકોએ જીવ બચાવવા માટે દોડધામ શરૂ કરી દીધી હતી, જેના કારણે થોડા સમય માટે ભયનું વાતાવરણ સર્જાયું હતું.ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી આ ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ પ્રસરે તે પહેલા જ તેને રોકી લેવામાં આવી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ સિલિન્ડરમાં લીકેજને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર વિભાગે હાલમાં સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને સાવચેતીના ભાગરૂપે તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો : Surat News : ગરીબો સાથે છેતરપિંડી, રૂ. 1800ની સાયકલ રૂ. 2500માં પધરાવી કરોડોનું ફૂલેકું ફેરવતું નેટવર્ક ઝડપાયું

Read Full Story arrow_forward
Gandhinagar News: ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત 88 ટકા કામ પૂર્ણ, ગુજરાત દેશમાં ચોથા ક્રમેઃ જીતુ વાઘાણી
calendar_today February 4, 2026

Gandhinagar News: ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત 88 ટકા કામ પૂર્ણ, ગુજરાત દેશમાં ચોથા ક્રમેઃ જીતુ વાઘાણી

આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠક બાદ ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પી.એમ.કિસાનમાં ૮૮% ખેડૂતોના KYC અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. નાણાકીય ગ્રાન્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ વધુમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. રાજ્યમાં કુલ ૫૯ લાખ લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. જેના પરિણામે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂ.૨૦૬ કરોડનું સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ છે. આ પણ વાંચોઃ Gandhinagar News: India USA ટ્રેડ ડિલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નવી તકોના સર્જન માટેની ડિલ

Read Full Story arrow_forward
Indian Coast Guardમાં સામેલ થયું સ્વદેશી જહાજ અમૂલ્ય, ઓડિશા દરિયાકાંઠાની સુરક્ષા બનશે વધુ મજબૂત
calendar_today February 4, 2026

Indian Coast Guardમાં સામેલ થયું સ્વદેશી જહાજ અમૂલ્ય, ઓડિશા દરિયાકાંઠાની સુરક્ષા બનશે વધુ મજબૂત

ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવતા અત્યાધુનિક પેટ્રોલ જહાજ અમૂલ્યને ઔપચારિક રીતે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)માં સામેલ કરવામાં આવ્યું છે. આ જહાજ મંગળવારે (3 ફેબ્રુઆરી) ઓડિશાના પારાદીપ બંદરે પહોંચ્યું, જ્યાં કોસ્ટ ગાર્ડ બર્થ પર એક ખાસ સ્વાગત સમારોહ યોજાયો. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ બનાવવામાં આવેલા આ જહાજમાં 60%થી વધુ સ્વદેશી ઉપકરણ અને ભાગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકારની મેક ઈન ઈન્ડિયા પહેલને અનુરૂપ આ જહાજ દેશની દરિયાઈ શક્તિ અને દરિયાકાંઠાની સુરક્ષાને એક નવું પ્રોત્સાહન આપશે.આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અમૂલ્ય ભારતીય કોસ્ટ ગાર્ડના જણાવ્યા મુજબ ICGS અમૂલ્યનું વજન આશરે 320 ટન છે અને તે આશરે 50થી 51 મીટર લાંબુ છે. આ જહાજ 3000 kW ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે અને તે મહત્તમ 28 નોટની ગતિ માટે સક્ષમ છે. આ જહાજ અત્યાધુનિક શસ્ત્ર સિસ્ટમથી સજ્જ છે, જેમાં 30 mm CNR-91 બંદૂક અને 12.7 mm મશીનગન (350 રાઉન્ડ ફાયરિંગ ક્ષમતા)નો સમાવેશ થાય છે. આ બધા શસ્ત્રો ફાયર કંટ્રોલ સિસ્ટમ દ્વારા સમર્થિત છે, જે તેની ઘાતકતા અને ચોકસાઈમાં વધારો કરે છે. આ સાથે અમૂલ્ય જહાજમાં ઈન્ટિગ્રેટેડ બ્રિજ સિસ્ટમ (IBS) અને ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ (IPMS) પણ ઈન્સ્ટોલ કરવામાં આવી છે, જે જહાજની કાર્યકારી કાર્યક્ષમતા, સ્વાયત્તતા અને દેખરેખ ક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. આ પેટ્રોલ જહાજ મુખ્યત્વે ઓડિશા દરિયાકાંઠે તૈનાત કરવામાં આવશે અને તે કમાન્ડર, નોર્થ ઈસ્ટ કોસ્ટ ગાર્ડ, હેડક્વાર્ટર નંબર 7, પારાદીપના કમાન્ડર હેઠળ કાર્ય કરશે. આ જહાજમાં 5 અધિકારીઓ સહિત કુલ 34 કર્મચારીઓ રહેશે. ગોવા શિપયાર્ડ ખાતે થયું છે નિર્માણ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ અમૂલ્યને ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઈન અને બનાવવામાં આવ્યું હતું. તેને 25 ડિસેમ્બર, 2019ના રોજ ગોવા બંદર પર કાર્યરત કરવામાં આવ્યું હતું. તે 8 ઝડપી પેટ્રોલ જહાજોની સિરિઝમાં બીજું છે. ICGS અમૂલ્યના કાફલામાં સમાવેશ થવાથી માત્ર ઓડિશામાં જ નહીં, પરંતુ સમગ્ર પૂર્વીય દરિયાકાંઠે દરિયાકાંઠાની દેખરેખ, પેટ્રોલિંગ અને દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત થવાની અપેક્ષા છે.આ પણ વાંચો :  Aadhaar Card : કેન્દ્ર સરકારે 2.5 કરોડ આધારકાર્ડ કર્યા બંધ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય

Read Full Story arrow_forward