android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : GPSC દ્વારા શિક્ષણ વિભાગમાં બમ્પર ભરતી, વર્ગ-1 ના મહત્વના પદો માટે જાહેરાત
calendar_today February 4, 2026

Gandhinagar News : GPSC દ્વારા શિક્ષણ વિભાગમાં બમ્પર ભરતી, વર્ગ-1 ના મહત્વના પદો માટે જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી ઉચ્ચ કક્ષાની જગ્યાઓ ભરવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) સમકક્ષ વર્ગ-1 ના પદો પર નિમણૂક કરવામાં આવશે. ખાસ કરીને આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત બેઠકો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોને રાજ્યના શિક્ષણ વહીવટી માળખામાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપવાની અમૂલ્ય તક પ્રાપ્ત થશે.દિવ્યાંગ ઉમેદવારો માટે સુવર્ણ તક આ ભરતીને પગલે શિક્ષણ વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી વર્ગ-1 ની જગ્યાઓ ભરાશે, જેનાથી વહીવટી કામગીરીમાં વધુ ગતિ અને પારદર્શિતા આવશે. જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી આ સત્તાવાર જાહેરાત મુજબ, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે આયોગ દ્વારા સ્પષ્ટ દિશાનિર્દેશો પણ જાહેર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પરીક્ષાની તારીખો અને અન્ય વિગતવાર માહિતી આયોગની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પણ વાંચો : Surat ઇકો સેલની મોટી સફળતા, રોકાણના બહાને કરોડોની ઠગાઈ કરનાર પિન્કેશ પટેલ ઝબ્બે

Read Full Story arrow_forward
Ahmedabad News: AMCના ડ્રાફ્ટ બજેટની જોગવાઈ મુદ્દે ભાજપના ધારાસભ્યનો વિરોધ
calendar_today February 4, 2026

Ahmedabad News: AMCના ડ્રાફ્ટ બજેટની જોગવાઈ મુદ્દે ભાજપના ધારાસભ્યનો વિરોધ

અમદાવાદ મહાનગર પાલિકાના ડ્રાફ્ટ બજેટની જોગવાઈ મુદ્દે ભાજપના ધારાસભ્ય અમિત શાહે વિરોધ કર્યો છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે વિરોધ નોંધાવ્યો છે. જમાલપુર સ્થિત સ્લોટર હાઉસ ખસેડવાની જોગવાઈ કરવામાં આવી છે. નવા સ્લોટર હાઉસ માટે 32 કરોડની જોગવાઈ કરાઈ છે. સુધારા બજેટમાં વિષય પડતો મુકવા માટે રજૂઆત કરવામાં આવી છે. સ્લોટર હાઉસનું કામ મનપા પરત કરે તેવી માગ કરવામાં આવી છે. બજેટના પ્રેઝન્ટેશનમાં ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો છે. શહેરમાં નવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે AMCનું વર્ષ 2026 - 27નું ડ્રાફ્ટ બજેટ મ્યુ.કમિશનર બંછાનિધિ પાની એ આજે રજૂ કર્યું હતું. કોર્પોરેશનમાં 17018 કરોડ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું . ગત વર્ષ ના ડ્રાફ્ટ બજેટ માં રૂ 3017 કરોડ નો વધારો કરાયો છે. બજેટમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ખાસ જોગવાઈ મૂકવામાં આવી છે. બજેટમાં જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવાનું AMC નું આયોજન છે.કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાને રાખીને અમદાવાદ શહેરમાં વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી સુવિધાઓ માટે અનેક જોગવાઇઓ બજેટમાં રજૂ કરવામાં આવી છે. શહેરમાં નવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 211 કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. ઘુમા સુધી પણ એલિવેટેડ કોરિડોર બનશે આ ઉપરાંત 5 જિમ, 3 સ્વિમિંગ પૂલ અને 35 પ્લે ગ્રાઉન્ડ માટે રૂ. 100 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. બજેટમાં 8 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકાયો છે, જેમાં બેઝિક સર્વિસ, સસ્ટેનેબિલિટી, હેરિટેજ ઈઝ ઓફ મૂવમેન્ટ, ઇન્ક્લુઝિવ સીટી, સીટી બ્યુટીફિકેશન અને ગવર્નન્સ સીટીઝન સેન્ટ્રિક ફેસિલિટીનો સમાવેશ થાય છે.જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આયોજન કરી રહ્યું છે.શહેરમાં ટ્રાફિકની સુગમતા માટે નહેરુનગરથી શિવરંજની, શિવરંજનીથી રામદેવનગર અને ઇસ્કોન બ્રિજ સુધી એલિવેટેડ કોરિડોર માટે રૂ. 1000 કરોડની જોગવાઈ છે. બોપલ SP રિંગ રોડથી ઘુમા સુધી પણ એલિવેટેડ કોરિડોર બનશે. આ પણ વાંચોઃ AMCનું વર્ષ 2026 - 27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, નહેરુનગરથી શિવરંજની સુધી તથા બોપલ-SP રિંગ રોડથી ઘુમા સુધી એલિવેટેડ કોરિડોર બનશે

Read Full Story arrow_forward
Bhavnagar News: શહેરમાં લાંબા સમયથી સીટી બસની સુવિધાથી લોકો વંચિત, ખાનગી વાહનો મોંઘા પડે છે
calendar_today February 4, 2026

Bhavnagar News: શહેરમાં લાંબા સમયથી સીટી બસની સુવિધાથી લોકો વંચિત, ખાનગી વાહનો મોંઘા પડે છે

ભાવનગર શહેરમાં લાંબા સમયથી સીટી બસની સુવિધાથી લોકો સાવ વંચિત છે.ભાવનગર મહાનગર હોવા છતાં આશરે 8 થી 10 વર્ષ આજુ બાજુ થી સીટી બસની સુવિધાઓ ઠપ્પ થઈ છે.જ્યારે આજુબાજુના જિલ્લા અને ગામડામાં આ સુવિધા જોવા મળે છે.ભાવનગર મહાનગર હોવા છતાં પણ સીટી બસની સુવિધા નથી.લોકો છેલ્લા લાંબા સમયથી રિક્ષા ભાડા ખર્ચીને ત્રાહિમામ થઈ ગયા છે.ભાવનગરમાં પ્રધાનમંત્રી ઇ બસ આવી ગઈ હોવા છતાં ક્યારે શરૂ થશે તેવી લોકમાંગ ઉઠવા પામી છે 40થી વધુ ઈલેક્ટ્રીક બસ આવી ગઈ ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમયથી સીટી બસની સેવા બંધ હાલતમાં હતી અને તેમાં થોડા સમય પહેલા એક આશાનું કિરણ જાગ્યું અને એક સાથે 40 જેટલી ઇલેક્ટ્રીક બસ આવી.છેલ્લા એક માસ કરતા વધુ સમયથી પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના અંતર્ગતની 40થી વધુ ઈલેક્ટ્રીક બસ આવી ગઈ છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં એટલે કે 30 દિવસમાં ત્રણ વખત અલગ અલગ તારીખ ઈ-બસ સેવા લોકાર્પણની કરી હતી પરંતુ લોકાર્પણ થઈ શક્યું ન હતું.ત્યારે હવે ફરી એક વખત આગામી તારીખ 14 ફેબ્રુઆરીનો દિવસ નક્કી થઈ હોવાનું તંત્ર દ્વારા જણાવ્યું હતું. શહેરમાં સીટી બસ સેવા ઠપ્પ થઈ ચૂકી છે પી.એમ ઈ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેર માં છેલ્લા એક માસથી શહેરીજનો સીટી બસ સેવા શરૂ કરવાની વાતને લઈને રાહ જોઈ રહ્યા છે.છેલ્લા લાંબા સમયથી શહેરમાં સીટી બસ સેવા ઠપ્પ થઈ ચૂકી છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઈ-બસ સેવા શરૂ કરવાની વાતને લઈને લોકોમાં ભારે ઉત્સાહ સાથે આતુરતા જોવા મળી રહી છે.સમગ્ર યોજના ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અને ચૂંટણી પહેલા લોકાર્પણ થાય તો લોકો ભાજપને મત આપે તે માટે એ બસ સેવાનો વિલંબ થઈ રહ્યો હોય તેવો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપો કરાયા છે. આ પણ વાંચોઃ Ahmedabad News: AMCના ડ્રાફ્ટ બજેટની જોગવાઈ મુદ્દે ભાજપના ધારાસભ્યનો વિરોધ

Read Full Story arrow_forward