android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabda News : હવામાન વિભાગની ઓફિસમાં જ ‘ચોરીનું વાવાઝોડું’, ચોર એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ ઉઠાવી ગયા
calendar_today February 4, 2026

Ahmedabda News : હવામાન વિભાગની ઓફિસમાં જ ‘ચોરીનું વાવાઝોડું’, ચોર એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ ઉઠાવી ગયા

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી પ્રાદેશિક હવામાન વિભાગની ઓફિસ (IMD) માંથી કિંમતી વૈજ્ઞાનિક મશીનોની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકારી કચેરીના પરિસરમાંથી અજાણ્યા તસ્કરોએ શહેરની હવાની ગુણવત્તા માપતી ‘એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ’ (Air Quality Monitoring System) ના મશીનો પર હાથફેરો કર્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ, ચોરાયેલા આ મશીનોની કિંમત અંદાજે ₹7.56 લાખ જેટલી થાય છે. હાઈ-પ્રોફાઈલ વિસ્તાર ગણાતા નવરંગપુરામાં સરકારી વિભાગના સુરક્ષા કવચને ભેદીને થયેલી આ ચોરીએ અનેક સવાલો ઉભા કર્યા છે.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ઘટનાની જાણ થતા જ હવામાન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી તસ્કરોની ઓળખ થઈ શકે. આ મશીનો સામાન્ય વ્યક્તિ માટે કોઈ કામના હોતા નથી, પરંતુ તે અત્યંત મોંઘા અને સંવેદનશીલ હોવાથી તેનો ઉપયોગ માત્ર સરકારી એજન્સીઓ જ કરતી હોય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ચોરી પાછળ કોઈ જાણભેદુ છે કે કેમ. આ પણ વાંચો : Surat News : ગજેરા બંધુઓની મુશ્કેલીમાં વધારો: પાલની રૂ. 100 કરોડની જમીન પચાવી પાડ્યાનો ગંભીર આક્ષેપ

Read Full Story arrow_forward
Ahmedabad News : અસલાલી તળાવ વિવાદ હાઈકોર્ટમાં, 40 વર્ષથી વસતા પરિવારોના ડિમોલિશન પર સ્ટેની માંગ
calendar_today February 4, 2026

Ahmedabad News : અસલાલી તળાવ વિવાદ હાઈકોર્ટમાં, 40 વર્ષથી વસતા પરિવારોના ડિમોલિશન પર સ્ટેની માંગ

અમદાવાદના અસલાલી વિસ્તારમાં આવેલા તળાવની જમીન પરના દબાણો હટાવવાનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સ્થાનિક સત્તાતંત્ર દ્વારા તળાવ કિનારે વસતા પરિવારોને ડિમોલિશન માટે નોટિસ ફટકારવામાં આવતા રહીશોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અરજદારોની રજૂઆત છે કે તેઓ છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી અહીં વસવાટ કરી રહ્યા છે અને અચાનક નોટિસ આપીને તેમને ઘરવિહોણા કરવા તે અન્યાય છે. આથી, માનવીય અભિગમ અપનાવીને ડિમોલિશનની કામગીરી રોકવા અથવા યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે અરજી કરવામાં આવી છે.ડિમોલિશન નોટિસ સામે કાનૂની જંગ આ મામલે સુનાવણી હાથ ધરતા ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે કલેક્ટરને એક વિશેષ કમિટીની રચના કરવા સૂચના આપી છે, જે અસરગ્રસ્ત પરિવારોની રજૂઆતો સાંભળશે. અદાલતે નિર્દેશ આપ્યો છે કે દબાણ હટાવતા પહેલા આ પરિવારોના પુનર્વસન માટે યોગ્ય નીતિ ઘડવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે. હવે આ કેસની વધુ સુનાવણી એપ્રિલ મહિનામાં હાથ ધરવામાં આવશે, ત્યાં સુધી વહીવટી તંત્રએ આ આદેશોનું પાલન કરીને રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ પણ વાંચો : Ahmedabda News : હવામાન વિભાગની ઓફિસમાં જ ‘ચોરીનું વાવાઝોડું’, ચોર એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ ઉઠાવી ગયા

Read Full Story arrow_forward
Gandhinagar News: રાજ્યમાં છેલ્લા 8 વર્ષમાં 13994 મિલિયન ઘનફૂટ પાણીનો કરાયો સંગ્રહ
calendar_today February 4, 2026

Gandhinagar News: રાજ્યમાં છેલ્લા 8 વર્ષમાં 13994 મિલિયન ઘનફૂટ પાણીનો કરાયો સંગ્રહ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં સુજલામ સુફલામ જળ અભિયાન ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી.જે અંતર્ગત આ અભિયાન આગામી તા.21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે.આ અભિયાન અન્વયે વરસાદ વહેલો આવે તો તે પહેલા પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો ઊંડા કરવાની કામગીરીની દર વર્ષ કરતાં વહેલી શરૂ કરવામાં આવશે. શ્રમિકોને રોજગારી આપવામાં આવી આ ઉપરાંત આગામી તા.૦૩ માર્ચના રોજ રોજ હોળી છે,જેથી શ્રમિકો તહેવારને લઈને વતન જતાં હોવાથી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે પણ આ અભિયાન વહેલા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અભિયાન અંતર્ગત વર્ષ 2018થી 2025 સુધી છેલ્લા 8 વર્ષમાં અંદાજે 13994 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે તથા 260 લાખ કરતાં વધુ માનવદિન થકી શ્રમિકોને રોજગારી આપવામાં આવી છે. આ પણ વાંચોઃ Banaskantha : ગબ્બર ઠાકોર સમાજની બહાર, ઠાકોર સમાજની બેઠકમાં કરાયો કડક નિર્ણય

Read Full Story arrow_forward