android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Business News: ભારતમાં વેચાણ વધારવા Teslaની Spinny સાથે ભાગીદારી, સ્પિની ટેસ્લા ગ્રાહકોને પુરુ પાડશે પ્લેટફોર્મ
calendar_today February 4, 2026

Business News: ભારતમાં વેચાણ વધારવા Teslaની Spinny સાથે ભાગીદારી, સ્પિની ટેસ્લા ગ્રાહકોને પુરુ પાડશે પ્લેટફોર્મ

ભારત માટે એક સેકન્ડ હેન્ડ કાર વેચાણ કંપની મસ્કની ટેસ્લા સાથે સ્પર્ધા કરશે. સ્પિની-ટેસ્લાનો નવો કરાર ભારતના અગ્રણી વપરાયેલી કાર બજારોમાંના એક, સ્પિનીએ ટેસ્લા સાથે એક નવો કરાર કર્યો છે. સ્પિની ટેસ્લા ગ્રાહકોને તેમના હાલના વાહનને વેચવા અને ડિજિટલ પ્રક્રિયા દ્વારા ટેસ્લા કાર ખરીદવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ભાગીદારી ટેસ્લાના સ્વિચ એન્ડ સેવ પ્રોગ્રામનો એક ભાગ છે. જેનો હેતુ સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રિક વાહન અપનાવવાની સુવિધા આપવાનો છે. વધારાનું એક્સચેન્જ બોનસ આ વ્યવસ્થા હેઠળ, સ્પિની દ્વારા ટેસ્લા પર સ્વિચ કરનારા ગ્રાહકોને ટેસ્લા તરફથી ₹3 લાખનું એક્સચેન્જ પ્રોત્સાહન મળશે. વધુમાં, સ્પિની ડિલિવરી પર ₹25,000 સુધીનું વધારાનું એક્સચેન્જ બોનસ પણ પ્રદાન કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, ફાઇનાન્સ વિકલ્પો ₹49,000 EMIથી શરૂ થાય છે અને ₹6 લાખનું ડાઉન પેમેન્ટ ચૂકવવું પડે છે. કાર ₹1 કિમી ચાલે છે ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર પેટ્રોલ અને ડીઝલ વાહનો કરતાં ઓપરેટિંગ ખર્ચમાં નોંધપાત્ર રીતે ઓછી છે. કંપનીના જણાવ્યા અનુસાર, ગ્રાહકો ઇંધણ અને જાળવણી પર દર મહિને ₹20,000 સુધીની બચત કરી શકે છે. ટેસ્લા મોડેલ Y હોમ ચાર્જિંગ માટે મફત વોલ કનેક્ટર સાથે આવે છે અને ચાર્જિંગ ખર્ચ પ્રતિ કિલોમીટર આશરે ₹1 હોવાનો અંદાજ છે. સ્પિની સાથે કાર એક્સચેન્જ સરળ બનશે વેચાણ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. ગ્રાહકો તેમની હાલની કાર સ્પિની એપ દ્વારા, કોઈપણ સ્પિની હબ પર અથવા ટેસ્લા સેન્ટર પર વેચી શકે છે અને તે જ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ટેસ્લા ખરીદી પૂર્ણ કરી શકે છે. સ્પિનીના સ્થાપક અને સીઈઓ નીરજ સિંહે જણાવ્યું હતું કે ભાગીદારીનો હેતુ ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાનું સરળ બનાવવાનો છે. આ પણ વાંચોઃ World Cancer Day: માત્ર પાંચ આદત બદલવાથી અટકાવી શકાય 40% કેન્સરના કેસ, WHOના અભ્યાસમાં થયો ખુલાસો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : બંધારણ ભંગ મુદ્દે ઠાકોર સમાજમાં બે ભાગ,જાબડીયાના લોકોનું ગબ્બર-અર્જુન ઠાકોરને સમર્થન
calendar_today February 4, 2026

Gujarat Latest News Live : બંધારણ ભંગ મુદ્દે ઠાકોર સમાજમાં બે ભાગ,જાબડીયાના લોકોનું ગબ્બર-અર્જુન ઠાકોરને સમર્થન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠા જોખમમાં? વિદ્યાર્થીઓએ જાહેરમાં કરી અશોભનીય ઉજવણી
calendar_today February 4, 2026

Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠા જોખમમાં? વિદ્યાર્થીઓએ જાહેરમાં કરી અશોભનીય ઉજવણી

સમગ્ર દેશમાં ગુજરાત મોડેલની ચર્ચાઓ થઈ રહી છે. દેશના રાજ્યોમાં ગુજરાત મોડેલને રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજના આધુનિક ગુજરાતના શિક્ષિત સમાજમાં વિદ્યાર્થીઓના ભણતર સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે. આખા ગુજરાતમાં સૌથી મોટી અને સૌથી જૂની ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ અને સંસ્કારો સામે સવાલો ઉભા થયાં છે. શિક્ષણના મૂળભૂત મૂલ્યો પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વિદેશી કલ્ચરના રવાડે ચઢીને ઉજવણી કરી હતી. એકબીજાની ટી શર્ટ પર વિદ્યાર્થીઓએ અશ્લિલ અને અભદ્ર શબ્દો લખ્યા હતાં. વિદ્યાર્થીઓની આ ઉજવણી શિક્ષણ જગતને શરમમાં મુકે તેવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. વિદ્યાર્થીઓની આવી હરકતોને કારણે શિક્ષણ સંસ્થાની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા થયાં છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવા અશોભનીય વર્તનથી શિક્ષણના મૂળભૂત મૂલ્યો પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે. શિક્ષણ સંસ્થામાં આ પ્રકારની ઉજવણી કેટલી યોગ્ય અમદાવાદ વિશ્વમાં હેરિટેજ સિટી તરીકે જાણિતું છે. ગુજરાતની અસ્મિતા સમાન અનેક બાબતો આ શહેરમાં છે. ઐતિહાસિક રીતે પણ અમદાવાદનું નામ લોકોના હોઠ પર ચર્ચાતુ હોય છે. જ્યાં ગરબા અને પ્રાચિન સંસ્કૃતિની ધરોહર હોય ત્યાં આજના આધુનિક યુગમાં યુવાનો જ વિદેશી કલ્ચરના રવાડે ચઢ્યા છે. આજના શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરવામાં ક્યાંક કચાશ હોય તેવા સવાલો પણ ઉભા થયાં છે. જે શિક્ષણ સંસ્થામાં દેશના પ્રખર લોકો અભ્યાસ કરી ચૂક્યા હોય તે શિક્ષણ સંસ્થામાં આ પ્રકારની ઉજવણી કેટલી યોગ્ય છે? આ પણ વાંચોઃ Navsariના ખેરગામમાં દીપડાનો આતંક, ઘર પાસે રમતી 5 વર્ષની બાળકી પર કર્યો હુમલો અને પછી...

Read Full Story arrow_forward