android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India US Trade Deal: એક દેશ પર નિર્ભરતા ઓછી થશે અને ભાવ વધુ સ્થિર રહેશે, બજારની અનિશ્ચિતતા થશે દૂર
calendar_today February 3, 2026

India US Trade Deal: એક દેશ પર નિર્ભરતા ઓછી થશે અને ભાવ વધુ સ્થિર રહેશે, બજારની અનિશ્ચિતતા થશે દૂર

'મધર ઓફ ઓલ ડીલ' બાદ 'ફાધર ઓફ ઓલ ડીલ'એ ચર્ચા જગાવી છે. ભારત વિશ્વનું પાલનહાર બનશે. જેમાં સ્વદેશી ઉત્પાદનો દરેક ઘર સુધી પહોંચશે. ટેરિફ ઘટતા બજારનો નકશો બદલાયો રશિયા પાસેથી તેલ ખરીદી માટે પેનલ્ટી ટેરિફ સહિત લગભગ 50% સુધી પહોંચેલા ટેરિફ હવે ઘટાડીને 18% કરાયા છે. ભારત-અમેરિકા વેપાર કરારને 'ફાધર ઓફ ઓલ ડીલ' ગણવામાં આવી રહ્યો છે. કારણ કે તેનાથી વૈશ્વિક વેપાર લેન્ડસ્કેપ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. આ ટેરિફ ઘટાડાથી બજારની અનિશ્ચિતતા મોટાભાગે દૂર થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પરના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જે ટેરિફ પહેલા ખૂબ ઊંચા હતા. તે હવે ઘટાડીને 18% કરવામાં આવ્યા છે. નિકાસ ક્ષેત્રો માટે મોટી રાહત ટ્રમ્પે પીએમ મોદી સાથે વાત કર્યા પછી આ સોદોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, બંને દેશો વચ્ચેની મિત્રતા અને આદરને કારણે તેનો તાત્કાલિક અમલ કરવામાં આવ્યો છે. ભારત હવે રશિયા પાસેથી ઓછું તેલ અને યુએસ પાસેથી વધુ તેલ અને ગેસ ખરીદશે અને વેનેઝુએલા સાથે પણ વિકલ્પો ખુલ્લા છે. ભારતે ઉર્જા, ટેકનોલોજી અને અન્ય કોમોડિટીઝમાં યુએસ પાસેથી નોંધપાત્ર ખરીદીનું વચન આપ્યું છે. આનાથી ભારતનો ઉર્જા પુરવઠો વૈવિધ્યસભર બનશે, એક દેશ પર નિર્ભરતા ઓછી થશે અને ભાવ વધુ સ્થિર રહેશે. બજાર માટે સારા સમાચાર ટ્રમ્પની ટેરિફ નીતિ પહેલા, એવી આશંકા હતી કે ભારતને વધુ દબાણનો સામનો કરવો પડશે. પરંતુ મોદી અને ટ્રમ્પ વચ્ચેના મજબૂત બંધને આ ટાળ્યું. આ બજાર માટે ખૂબ જ સકારાત્મક છે કારણ કે FII નું વેચાણ બંધ થઈ ગયું છે અને ખરીદી ફરી શરૂ થઈ શકે છે. આનાથી રૂપિયો પણ મજબૂત થશે. એકંદરે, આ સોદો બંને દેશો માટે ફાયદાકારક છે. ભારતની નિકાસ વધશે, નોકરીઓનું સર્જન થશે, રોકાણ વધશે અને અર્થતંત્ર ઝડપથી વધશે. આ પણ વાંચોઃ India US Trade Deal News: ટ્રેડ ડીલ મામલે ભારત સરકારની પ્રતિક્રિયા, PM Modi અને Donald Trump વચ્ચેના સારા સંબંધોનું છે આ પરિણામ

Read Full Story arrow_forward
Tapi News : ભાજપના 41 હોદ્દેદારોએ અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી
calendar_today February 3, 2026

Tapi News : ભાજપના 41 હોદ્દેદારોએ અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી

તાપી જિલ્લામાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આદિજાતિ મોરચાના અધ્યક્ષ સામે પ્રદેશમાં રજૂઆત કરવામાં આવી છે. અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. 41 હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને રજૂઆત કરી છે. કાર્યકર્તાઓને ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તાપી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ગુજરાત ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. તાપી જિલ્લા ભાજપમાં આદિજાતી મોરચાના અધ્યક્ષ સામે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. તાપી જિલ્લા આદિજાતિ મોરચાના અધ્યક્ષ અમિત પટેલ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી પદના મજબૂત દાવેદાર હોવાનું માનવામાં આવે છે. અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા રજૂઆત તેમના વિરુધ્ધ કાર્યકર્તાઓને એટ્રોસિટી એક્ટ હેઠળ ફસાવી દેવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જિલ્લાના 41 હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને ફરિયાદ કરી છે. અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા રજૂઆત કરવામાં આવી છે. તેમનું ધમકી આપતો એક ઓડિયો પણ વાયરલ થયો છે. આ પણ વાંચોઃ Gandhinagar News : જાહેરહિતના કામમાં ગુણવત્તા સાથે સહેજ પણ બાંધછોડ ચલાવાશે નહીંઃ મુખ્યમંત્રીની સરપંચોને ટકોર

Read Full Story arrow_forward
Suratમાં સીનિયર સિટીઝનનો મોબાઈલ હેક કરી રૂ.6 લાખ પડાવનારની ધરપકડ
calendar_today February 3, 2026

Suratમાં સીનિયર સિટીઝનનો મોબાઈલ હેક કરી રૂ.6 લાખ પડાવનારની ધરપકડ

સુરતમાં ડિજિટલ છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાયબર ગઠિયાઓએ એક વૃદ્ધનો મોબાઈલ હેક કરી લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી મુખ્ય આરોપી વિષ્ણુ ઉર્ફે બાબુ રામવિલાશસિંગ સૂર્યવંશીને મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી ઝડપી પાડ્યો છે.આરોપીએ સીનિયર સિટીઝનનો મોબાઈલ કર્યો હેક આરોપીએ પોતાના અન્ય સાગરીતો સાથે મળી છેલ્લા બે-ત્રણ મહિનાથી ફરિયાદી સીનિયર સિટીઝનનો મોબાઈલ હેક કર્યો હતો. મોબાઈલનું એક્સેસ મેળવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીના ફ્લિપકાર્ટ એકાઉન્ટમાં લોગઈન કરી રૂ.1.35 લાખનો iPhone ખરીદ્યો હતો, જેની ડિલિવરી તેમણે છેક કોલકાતા ખાતે મેળવી હતી. આટલું જ નહીં, ગઠિયાઓએ ફરિયાદીના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતોનો ઉપયોગ કરી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.6 લાખથી વધુની રકમ સાફ કરી દીધી હતી. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી હાલમાં સુરત પોલીસે આરોપી વિષ્ણુની ધરપકડ કરી તેના અન્ય સાગરીતો વિશે પૂછપરછ શરૂ કરી છે. આ ટોળકીએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. સાયબર વિભાગે લોકોને અજાણી લિંક પર ક્લિક ન કરવા અને મોબાઈલ સિક્યુરિટી બાબતે જાગૃત રહેવા અપીલ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward