Rajkot: મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને રાહત, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો
છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવમાં આખરે ઘટાડો નોંધાતા મધ્યમ વર્ગના પરિવારો અને ખાસ કરીને ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂ. 30 થી રૂ. 50 સુધીનો ઘટાડો નોંધાયો છે. ખાદ્યતેલના ભાવમાં ચાલી રહેલી સટ્ટાકીય તેજીને આખરે બ્રેક લાગી છે.તેલના ભાવમાં ઘટાડો થતા બજારમાં નવી સ્થિતિ નીચે મુજબ છેતેલનો પ્રકાર જૂનો ભાવ (15 કિલો) નવો ભાવ (15 કિલો) ઘટાડો સિંગતેલ રૂ. 2900 રૂ. 2850 રૂ. 50કપાસિયા તેલ રૂ. 2340 રૂ. 2310 રૂ. 30ભાવ ઘટવા પાછળના મુખ્ય કારણોબજારના નિષ્ણાતો અને વેપારીઓના મતે ભાવમાં ઘટાડો થવા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે. મગફળીની પુષ્કળ આવક: હાલમાં માર્કેટિંગ યાર્ડ અને ખુલ્લા બજારમાં વિપુલ માત્રામાં નવી મગફળી ઠલવાઈ રહી છે. પુરવઠો વધવાને કારણે તેલના ભાવ પરનું દબાણ ઘટ્યું છે.ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચતા સામાન્ય ગ્રાહકોએ ખરીદીમાં કાપ મૂક્યો હતો. ઘરાકી ઓછી થતા અને ઊંચા ભાવે વેચાણ અટકતા સટ્ટાખોરોએ તેજી પર બ્રેક લગાવવી પડી છે.આ પણ વાંચો: Surat: ગજેરા ગ્રુપ પર 6 દિવસીય IT મેગા સર્ચ પૂર્ણ, કરોડોના બેનામી વ્યવહારો અને દસ્તાવેજો જપ્ત
Read Full Story arrow_forward