android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદમાં મનપાની ગંભીર બેદરકારી, રોડ જ નહીં, હવે બમ્પ પર પણ પડી રહ્યા છે ખાડા
calendar_today February 3, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં મનપાની ગંભીર બેદરકારી, રોડ જ નહીં, હવે બમ્પ પર પણ પડી રહ્યા છે ખાડા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Weather : આજે રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થશે
calendar_today February 3, 2026

Gujarat Weather : આજે રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થશે

રાજ્યમાં એક તરફ ઠંડીનો માહોલ યથાવત છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ ચિંતા વધારી છે. હવામાન વિભાગે આજે રાજ્યના ઘમા જિલ્લાઓમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વડોદરા, ભરૂચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં માવઠાની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આજે વડોદરા, ભરૂચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના ઉપરાંત આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ખાસ સતર્કતા રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ખેડૂતો માટે આ માવઠું ચિંતાજનક બની શકે છે,આ પણ વાંચો----     Gujarat Latest News Live : આજે રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થશે

Read Full Story arrow_forward
Surat : તંદુરસ્તી માટે પીવાતા નીરાના સેમ્પલ ફેલ, નીરામાં ધારાધોરણ કરતા ઓછી ગુણવતા મળી આવી
calendar_today February 3, 2026

Surat : તંદુરસ્તી માટે પીવાતા નીરાના સેમ્પલ ફેલ, નીરામાં ધારાધોરણ કરતા ઓછી ગુણવતા મળી આવી

તંદુરસ્તી માટે લાભદાયી માનવામાં આવતું નીરો સુરતમાં હવે આરોગ્ય માટે જોખમી બની શકે તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. સુરત શહેરના સ્ટેશન ચોક વિસ્તારમાં આવેલા બજારમાંથી લેવામાં આવેલા નીરાના નમૂનાઓ ફેલ જાહેર થયા છે.ચોર્યાસી-ઓલપાડ નીરા ઉત્પાદક મંડળીમાંથી સપ્લાય ખાદ્ય અને ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ નીરો ચોર્યાસી-ઓલપાડ નીરા ઉત્પાદક મંડળીમાંથી સપ્લાય કરવામાં આવ્યું હતું. ધારાધોરણ મુજબની ગુણવત્તા ન હતી તપાસ દરમિયાન નીરામાં ધારાધોરણ મુજબની ગુણવત્તા ન હોવાને કારણે નમૂનાઓ ફેલ ઠર્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે રિપોર્ટ અનુસાર નીરામાં જરૂરી ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો છે, જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવો નીરો પીવાથી લીવર પર અસર પડી શકે છે તેમજ પાચનતંત્ર બગડવાની શક્યતા રહે છે. સપ્લાયર અને વેચાણકર્તાઓ સામે કાર્યવાહી ઘટનાને પગલે ખાદ્ય વિભાગે સંબંધિત સપ્લાયર અને વેચાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો----    Gujarat Latest News Live : આજે રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થશે

Read Full Story arrow_forward