android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
CBIએ સાયબર ગુનેગારો પર કસ્યો સકંજો, દેશભરમાં 35 જગ્યાઓ પર પાડી રેડ
calendar_today February 2, 2026

CBIએ સાયબર ગુનેગારો પર કસ્યો સકંજો, દેશભરમાં 35 જગ્યાઓ પર પાડી રેડ

30 જાન્યુઆરી 2026ના દિવસે જ્યારે સવારે અચાનક દેશ-દુનિયાની સાયબર દુનિયામાં હલચલ મચી ગઈ, ત્યારે ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ એક મોટા અને સુનિયોજિત અભિયાનને અંઝામ આપ્યો, જેનું નામ રાખવામાં આવ્યું 'Operation CyStrike'. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય હતો, તે આંતરરાષ્ટ્રીય સાયબર ઠગની ગેંગને તોડવાનો, જે ભારતમાં બેસીને ઘણા દેશના લોકોને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા હતા.CBIએ અન્ય વિદેશી એજન્સીઓની લીધી મદદ આ કાર્યવાહી માત્ર ભારત સુધી સીમિત નહતી પણ તેમાં ઘણા દેશની એજન્સીઓ સામેલ હતી. આ ઓપરેશનની સૌથી મોટી ખાસિયત તેનું આંતરરાષ્ટ્રીય તાલમેલ હતું. CBIએ અમેરિકાની FBI, યૂનાઈટેડ કિંગડમ, કુવૈત, આયરલેન્ડ અને સિંગાપુરની એજન્સીઓની સાથે મળીને આ કાર્યવાહી કરી. ઈન્ટરપોલની મદદથી સૂચનાઓનું આદાન-પ્રદાન થયું અને ઠગબાજોના નેટવર્કને ટ્રેક કરવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા મુજબ આ સાયબર ગુનાની વિરૂદ્ધ અત્યાર સુધીની સૌથી સંગઠિત બહુરાષ્ટ્રીય કાર્યવાહીમાંથી એક છે. 35 જગ્યાઓ પર એક સાથે રેડ કરવામાં આવી 'Operation CyStrike' હેઠળ એક જ દિવસમાં દેશભરમાં 35 જગ્યાઓ પર એક સાથે રેડ કરવામાં આવી. જેમાં દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સુધી CBIની ટીમ પહોંચી. દરેક જગ્યાએથી ડિજિટલ પુરાવા એકત્ર કર્યા અને શંકાસ્પદ લોકો સાથે પુછપરછ કરવામાં આવી. અચાનક થયેલી આ કાર્યવાહીથી સાયબર ઠગોમાં અફરા-તફરી મચી ગઈ છે. ડિજિટલ પુરાવાની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે CBIએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી હજુ ખતમ થઈ નથી, જપ્ત કરેલા ડિજિટલ પુરાવાની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે. એજન્સીએ આંતરરાષ્ટ્રીય સાયબર-ફાઈનાન્શિયલ ફ્રોડ ગેંગ માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે. Operation CyStrikeએ એ સંદેશ આપ્યો છે કે સાયબર ગુનેગારો હવે કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી. આ પણ વાંચો : Air Indiaના બોઈંગ વિમાનમાં ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં સર્જાઈ ખામી, લંડનથી બેંગલુરૂ આવી રહ્યું હતું વિમાન

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ભારતીય કૂટનીતિની મોટી જીત, અમેરિકાએ ભારત માટે ટેરિફ ઘટાડ્યો, હવે માત્ર 18 ટકા જ ટેરિફ રહેશે
calendar_today February 2, 2026

Gujarat Latest News Live : ભારતીય કૂટનીતિની મોટી જીત, અમેરિકાએ ભારત માટે ટેરિફ ઘટાડ્યો, હવે માત્ર 18 ટકા જ ટેરિફ રહેશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Bhavnagar News: બગદાણા કેસમાં મહુવા કોર્ટે જામીન મંજૂર કરતાં આઠ આરોપીઓ જેલમુક્ત થયા
calendar_today February 2, 2026

Bhavnagar News: બગદાણા કેસમાં મહુવા કોર્ટે જામીન મંજૂર કરતાં આઠ આરોપીઓ જેલમુક્ત થયા

ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં મહુવા કોર્ટે આઠ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. બગદાણા હુમલા કેસમાં 14 આરોપીઓ હાલમા જેલમાં છે. જેમાંથી આઠ આરોપીઓને જામીન મળતાં તેઓ જેલમુક્ત થયાં છે. 8 આરોપીના જામીન મહુવા કોર્ટ મંજૂર કર્યા ભાવનગરના બગદાણામા નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં આઠ આરોપીઓ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ ઘટનામાં પોલીસે 14 આરોપીઓેને જેલમાં ધકેલી દીધા છે. આઠ આરોપીઓએ તેમના વકીલ દ્વારા મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં કોર્ટે આઠ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. જો કે એક શખ્સે કરેલી આગોતરા જામીન અરજી પરત ખેંચાઈ હોવાનું જાણવા મળ્યું છે. આઠ આરોપીઓની અરજી મંજૂર થતાં તેમને જિલ્લા જેલ ખાતેથી મુક્ત કરાયા હતાં. આ પણ વાંચોઃ Air Indiaના બોઈંગ વિમાનમાં ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં સર્જાઈ ખામી, લંડનથી બેંગલુરૂ આવી રહ્યું હતું વિમાન

Read Full Story arrow_forward