android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News :ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે
calendar_today February 2, 2026

Agriculture News :ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુતમ ટેકાના ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વી. જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે. ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થાની ખરીદી લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવાની ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા.૦૧/૦૨/૨૦૨૬ થી તા.૦૧/૦૩/૨૦૨૬ સુધી કરવામાં આવશે. તેમજ ઘઉંની ખરીદી તા.૦૪/૦૩/૨૦૨૬ થી તા.૧૫/૦૫/૨૦૨૬ સુધી કરવામાં આવશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થાની ખરીદી કરવામાં આવશે. ફરજિયાત ઓનલાઈન નોંધણી કરવાની રહેશે ખેડૂત મિત્રોએ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો, ૭/૧૨, ૮/અ ની નકલ, તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨, ૮/અ ના થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. ખેડૂતોએ તેમના પાકનું લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે સબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી ફરજિયાત ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે SMS - ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનુ આધારકાર્ડ/ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ક્રમ રદ કરવામાં આવશે. વધુ માહિતી માટે તથા નોંધણી માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવાનો રહેશે. આ પણ વાંચોઃ Natural Farming : ગ્લોબલ વોર્મિંગના લીધે બદલાતા હવામાનમાં શાકભાજીના પાકોનું રક્ષણ તથા સારી આવક મેળવવા વૈજ્ઞાનિક માવજત અગત્યનું પાસું

Read Full Story arrow_forward
Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન બુદ્ધના અવશેષો વડોદરાથી શ્રીલંકા દર્શનાર્થે મોકલશે
calendar_today February 2, 2026

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન બુદ્ધના અવશેષો વડોદરાથી શ્રીલંકા દર્શનાર્થે મોકલશે

પાડોશી દેશ શ્રીલંકાના કોલંબો શહેર ખાતે આયોજિત બુદ્ધિસ્ટ સંમલેનમાં ભાગ લેનારા ભાવિકોના દર્શનાર્થે વડોદરામાં રહેલા ભગવાન બુદ્ધના અવશેષો મોકલવામાં આવશે. મંગળવારના રોજ આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવશેષોને કોલંબો મોકલશે. ભગવાન બુદ્ધના અવશેષોના દર્શન પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ મંગળવારના રોજ બપોરે સવા ચાર વાગ્યે મુખ્યમંત્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં આગમન થશે.તે સમયે બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન બુદ્ધના અવશેષોના દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરશે. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શોભાયાત્રા કાઢવામાં આવશે. બાદમાં પ્લેન મારફત વાયા દિલ્હી થઇ કોલંબો મોકલવામાં આવશે. આ પણ વાંચોઃ World News : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત

Read Full Story arrow_forward
Agriculture News: જમીન વધુ ફળદ્રુપ ઓછો ખર્ચ અને બમણું ઉત્પાદન એટલે પ્રાકૃતિક કૃષિ
calendar_today February 2, 2026

Agriculture News: જમીન વધુ ફળદ્રુપ ઓછો ખર્ચ અને બમણું ઉત્પાદન એટલે પ્રાકૃતિક કૃષિ

પ્રાકૃતિક ખેતી આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાનો પ્રકાશસ્તંભ બની છે. આ ખેતી પદ્ધતિએ માત્ર જમીનની ફળદ્રુપતા જ જાળવી નથી રાખી, પરંતુ ખેડૂતોના આત્મવિશ્વાસમાં પણ નવો ઉલ્લાસ ભર્યો છે. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરતાં અહિના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. આ સાથે જ સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય સ્તરે નેશનલ મિશન ઑન નેચરલ ફાર્મિંગ (NMNF) હેઠળ અનેક યોજનાઓ અમલમાં છે. ખેતરમાં મિશ્ર પાક ખેતીની શરૂઆત કરી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વધુ વ્યાપ વધે તે માટે ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતી તાલીનું પણ આયોજન થઇ રહ્યું છે. પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી ડાંગના પુર્વપટ્ટી વિસ્તારના બિબુપાડા ગામના પ્રગતિશિલ ખેડૂત ગમનભાઇ ઠાકરેએ પરંપરાગત ખેતી સાથે પોતાના ખેતરમાં મિશ્ર પાક ખેતીની શરૂઆત કરી છે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજીને અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતીનું પ્રોત્સાહન આપતાં ગમનભાઇ ઠાકરે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. જમીનની ફળદ્રુપતામાં સુધારો થયો પ્રાકૃતિક ખેત પધ્ધતિ વિશે ગમનભાઇ ઠાકરેએ જણાવ્યું હતું કે, અગાઉ તેઓ રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ કરતા જેના કારણે તેઓના જમીનની તંદુરસ્તી ઘટતી જોવા મળી હતી. જેથી તેઓએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય લીધો. પોતાના ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વર્મીકમ્પોસ્ટ તથા દેશી ગાય આધારિત દ્રાવણોનો ઉપયોગ શરૂ કર્યો જેના પરિણામે જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું, જમીન નરમ અને પોચી બની, સૂક્ષ્મ જીવાણુઓમાં વધારો થયો અને અળસીયાની સંખ્યા વધતા જમીનની ફળદ્રુપતામાં સુધારો થયો છે. સહજીવી વૈકલ્પિક પાકોની પસંદગી ઝીરો બજેટ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિમાં સહજીવી વૈકલ્પિક પાકોની પસંદગી મહત્વનું પરિબળ હોય છે. મુખ્ય પાક એક દળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાક એવો લેવો જોઈએ કે તેનું મૂળ ઊંડે ન જાય. સહજીવી પાક મુખ્ય પાક કરતા અડધા અથવા ત્રિજા ભાગના સમયમાં તૈયાર થતો હોવો જોઈએ, મુખ્ય પાક કરતાં ઓછા સમયમાં તૈયાર થઈ જવો જોઈએ. સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ. જો મુખ્ય પાકના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા સહન કરવાની શક્તિ વધારે હોય તો વૈકલ્પિક પાક તેઓ લેવો જોઈએ, જેના પાનની સૂર્યપ્રકાશ સહન કરવાની શક્તિ ઓછી હોય. આ પણ વાંચોઃ World News : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત

Read Full Story arrow_forward