Budget Session: ડોકલામ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનથી લોકસભામાં હોબાળો, રાજનાથ સિંહ અને અમિત શાહ લાલઘુમ
આજે સંસદના ચાલુ બજેટ સત્રનો ચોથો દિવસ છે. બજેટ સત્ર 29 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણથી શરૂ થયું હતું. બીજા દિવસે નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો હતો. ત્રીજા દિવસે, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. રાષ્ટ્રપતિના અભિભાષણ માટે આભાર પ્રસ્તાવ પર ચર્ચા આજથી શરૂ થઈ છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે લોકસભામાં આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ માટે લોકસભામાં 18 કલાક અને રાજ્યસભામાં 16 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. રાજનાથ સિંહે રાહુલ ગાંધીને અટકાવ્યારાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર રાહુલગાંધીએ બોલવાનું શરૂ કર્યુ હતું. લોકસભામાં રાહુલગાંધીએ ડોકલામ અને ચીની સૈનિકોની ઘૂસણખોરી અંગે નિવેદન આપતા લોકસભામાં હોબાળો થઇ ગયો હતો. રાહુલ ગાંધીના ચાલુ ભાષણ દરમિયાન જ રાજનાથ સિંહે તેમને અટકાવી દીધા હતા અને કહ્યું કે જે પુસ્તક કદી છપાયુ નથી,તેનો ઉલ્લેખ ન કરે. અમિત શાહે પણ કર્યો વિરોધ તો અમિત શાહે પણ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો અને કહ્યું કે રાહુલ ગાંધી કહે છે કે મેગેઝીનમાં આ નિવેદન છપાયુ છે. જ્યારે અમિત શાહે કહ્યું કે મેગેઝિન તો કંઇ પણ લખે છે. મેગેઝિનમાં લખેલા પૂર્વ સેના અધ્યક્ષ નરવણેના નિવેદનને લઇને રાહુલ ગાંધીએ બોલતા અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી મેગેઝિનની રિપોર્ટ વાંચી રહ્યા છે. રાહુલ ગાંધી શું બોલ્યા ? રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ શરૂ કરતાની સાથે જ લોકસભામાં હોબાળો મચી ગયો. તેમણે દાવો કર્યો કે તેઓ આર્મી ચીફ જનરલ નરવણેની એક નોંધ ટાંકી રહ્યા હતા, જે સ્પષ્ટ કરશે કે કોણ દેશભક્ત છે અને કોણ નથી. રાહુલે દાવો કર્યો હતો કે ડોકલામમાં ચાર ચીની ટેન્ક ભારતીય ક્ષેત્રમાં લગભગ 100 મીટર ઘૂસી ગયા હતા. તેમના નિવેદન પર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઉભા થઈને વાંધો ઉઠાવ્યો, અને કહ્યું કે જો આ નિવેદનો પ્રકાશિત સ્ત્રોતમાં હોય, તો તેનો ઉલ્લેખ કરવો જોઈએ, નહીં તો તેને વાંચવું જોઈએ નહીં.
Read Full Story arrow_forward