android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod News: Dahod News: મામાના ઘરે આવેલા ભાણિયાએ કરી આત્મહત્યા
calendar_today February 2, 2026

Dahod News: Dahod News: મામાના ઘરે આવેલા ભાણિયાએ કરી આત્મહત્યા

દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશના ભોપાલનો વતની અને અહીં પોતાના મોસાળમાં રહેવા આવેલા એક 33 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવાનના આ આકસ્મિક પગલાથી પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.નાના-નાનીના ઘરે ભર્યું અંતિમ પગલું ઘટનાની મળતી માહિતી મુજબ, 33 વર્ષીય રાહુલ મટાણી નામનો યુવક મૂળ ભોપાલનો રહેવાસી હતો અને હાલ દાહોદના ગોધરા રોડ પર આવેલા તેના નાના-નાની અને મામાના ઘરે રહેતો હતો. કોઈ અગમ્ય કારણોસર રાહુલે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પરિવારજનોને આ બાબતની જાણ થઈ ત્યારે દોડધામ મચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં યુવકે જીવ ગુમાવી દીધો હતો. આત્મહત્યાનું કારણ હજુ અકબંધ રાહુલ મટાણીએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો દાહોદ પોલીસ દ્વારા આ મામલે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવક માનસિક તણાવમાં હતો કે અન્ય કોઈ અંગત કારણ હતું, તે દિશામાં પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. ભોપાલમાં રહેતા તેના વાલી-વારસોને પણ જાણ કરવામાં આવી છે. એક યુવાન દીકરાના મોતના સમાચારથી તેના વતનમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. આ પણ વાંચો - Dahod: દાહોદ જિલ્લામાં હોળીનો દાંડ રોપાતા હોળીની તૈયારીઓ શરૂ

Read Full Story arrow_forward
Kheda News : તળપદા (દેવીપુજક) સમાજના મહાસંમેલનમાં લેવાયા ઐતિહાસિક નિર્ણય, કોઈ પણ રાજકારણીનો હાથો ન બની સમાજને એક રહેવા કરી અપીલ
calendar_today February 2, 2026

Kheda News : તળપદા (દેવીપુજક) સમાજના મહાસંમેલનમાં લેવાયા ઐતિહાસિક નિર્ણય, કોઈ પણ રાજકારણીનો હાથો ન બની સમાજને એક રહેવા કરી અપીલ

જોગણી માતાજીના મંદિર સ્થિત નગીનાવાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના 242થી વધુ ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં લગ્ન, જન્મ અને મરણ જેવા પ્રસંગોએ થતા બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકી આર્થિક રીતે પછાત વર્ગને બેઠા કરવા માટે કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે, જેનું ઉલ્લંઘન કરનાર સામે 2,51,000 સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. મરણના પ્રસંગોમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે મહુધાના જોગણી માતાજીના મંદિર પરિસરમાં આયોજિત આ સંમેલનમાં સમાજના અગ્રણીઓએ મોંઘવારીના સમયમાં આર્થિક સધ્ધરતા લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત દાગીનામાં મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં 50 ગ્રામનું મંગળસૂત્ર અને 100 ગ્રામના ચાંદીના છડા મળી કુલ 150 ગ્રામ વજનની મર્યાદા બાંધવામાં આવી છે. સગાઈ કે અન્ય પ્રસંગોએ અપાતી માટલીઓ અને સાડીઓની પહેરામણી પણ બંધ કરવામાં આવી છે. જન્મ અને મરણના પ્રસંગોમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. યુવાનોના શિક્ષણ અને કારકીર્દિ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો બાળકના જન્મ સમયે કરાતી ઓઢામણી તેમજ ભલાસ કે બાધામાં મામા પક્ષ સિવાયના તમામ પક્ષોની ઓઢામણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મરણ પ્રસંગે વહેંચવામાં આવતા વાસણો, સાડીઓનો વ્યવહાર અને સગાઓ દ્વારા લાવવામાં આવતા ફળ-ફળાદીની પ્રથા પણ સદંતર બંધ કરવામાં આવી છે. મોસાળાની રકમ 11,000 થી 51,000 ની વચ્ચે રાખવાનું નક્કી કરાયું છે. સમાજના ઉત્થાન માટે માત્ર રીત-રિવાજો જ નહીં, પણ યુવાનોના શિક્ષણ અને કારકીર્દિ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારની યોજનાનો લાભ લેવા આહવાન કરાયું અગ્રણીઓએ યુવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગ અને દુરુપયોગ અને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહી વિચરતી વિમુક્ત જાતિ નિગમની યોજનાઓનો લાભ લેવા અને નવી ફિલ્ડમાં કારકીર્દિ બનાવવા આહ્વાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે હાજર જનમેદનીએ આ નવા નિયમોના પાલન માટે શપથ લીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ અગ્રણી જર્નાદન તળપદા, શશીકાંત તળપદા સહિત અનેક યુવાનોએ પોતાનું યોગદાન આપ્યુ હતુ. જાનમાં ડી.જે. લઈ જવા પર પ્રતિબંધ લગ્ન પ્રસંગના નિર્ણયો મુજબ હવે છોકરા પક્ષ તરફથી જાનમાં ડી.જે. લઈ જવા પર સદંતર પ્રતિબંધ મુકાયો છે. માત્ર છોકરી પક્ષ પોતાની સગવડ મુજબ વાજિત્રની વ્યવસ્થા કરશે અને વર પક્ષે તે સ્વીકારીને સામૈયું કરવાનું રહેશે. જો છોકરી પક્ષ પાસે વ્યવસ્થા ન હોય તો સાદાઈથી લગ્ન વિધિ આટોપવાની રહેશે. તેવો નિર્ણય કરાયો છે. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઈજાગ્રસ્ત 14 હજારથી વધુ પક્ષીઓને ‘કરુણા અભિયાન’ થકી જીવતદાન અપાયું

Read Full Story arrow_forward
Ahmedabad: વેજલપુરમાં 'ફ્રી ફાયર' ગેમની લત સગીરાને ભારે પડી, પશ્ચિમ બંગાળનો યુવક ઘરે આવી દુષ્કર્મ આચરી ભગાડી ગયો
calendar_today February 2, 2026

Ahmedabad: વેજલપુરમાં 'ફ્રી ફાયર' ગેમની લત સગીરાને ભારે પડી, પશ્ચિમ બંગાળનો યુવક ઘરે આવી દુષ્કર્મ આચરી ભગાડી ગયો

આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન ગેમ્સ બાળકો માટે કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો જીવતો જાગતો કિસ્સો અમદાવાદના વેજલપુરમાં જોવા મળ્યો છે. માત્ર 16 વર્ષની સગીરાને ઓનલાઇન ગેમ દ્વારા પ્રેમજાળમાં ફસાવી પશ્ચિમ બંગાળનો 21 વર્ષીય યુવક અપહરણ કરી ભગાડી જતો હતો, જેને પોલીસે રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો છે.વેજલપુરમાં સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો બનાવપોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, ભોગ બનનાર 16 વર્ષની સગીરા 'ફ્રી ફાયર' (Free Fire) ગેમ રમવાની શોખીન હતી. આ ગેમ રમતા-રમતા દોઢ વર્ષ પહેલાં તેનો સંપર્ક પશ્ચિમ બંગાળના આશિક ઉર્ફે અરમાન (ઉંમર 21 વર્ષ) સાથે થયો હતો. ધીમે-ધીમે આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો અને આરોપીએ સગીરાને પોતાની જાળમાં ફસાવી દીધી હતી.ગેમ રમતા પરિચય અને દોઢ વર્ષનો સંપર્કઆરોપી અરમાન પશ્ચિમ બંગાળથી સ્પેશિયલ અમદાવાદ સગીરાને મળવા માટે આવ્યો હતો. તે સગીરાના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ, તે સગીરાને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી પશ્ચિમ બંગાળ લઈ જવા માટે ટ્રેનમાં બેસાડી ભગાડી જતો હતો.વેજલપુર પોલીસની ફિલ્મી ઢબે કાર્યવાહીસગીરા ગુમ થતા પરિવારજનોએ તાત્કાલિક વેજલપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી સગીરાને લઈને ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ જઈ રહ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી રેલવે સ્ટેશન પરથી જ ટ્રેનમાંથી આરોપી આશિક ઉર્ફે અરમાનની ધરપકડ કરી લીધી હતી અને સગીરાને સુરક્ષિત રીતે છોડાવી હતી.પોક્સો હેઠળ ગુનો દાખલવેજલપુર પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે કે તેમના સંતાનો મોબાઈલ પર કઈ ગેમ રમે છે અને કોના સંપર્કમાં છે તેની કાળજી રાખવી કેટલી અનિવાર્ય છે.આ પણ વાંચો: Junagadh: ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, ઈ-મેલ મળતા જ કોર્ટ ખાલી કરાવાઈ

Read Full Story arrow_forward