android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : મનપાની ઘોર બેદરકારી, ખરાબ-રોડ રસ્તાને કારણે મોવડી રોડ પર એક્ટિવા ચાલક મહિલાને અકસ્માત
calendar_today February 2, 2026

Rajkot : મનપાની ઘોર બેદરકારી, ખરાબ-રોડ રસ્તાને કારણે મોવડી રોડ પર એક્ટિવા ચાલક મહિલાને અકસ્માત

રાજકોટ શહેરના મોવડી રોડ પર કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે અકસ્માત સર્જાતા એક મહિલાને ગંભીર ઇજા થઇ હતી.મોવડી રોડ પર એક્ટિવા ચાલક મહિલાને અકસ્માત પ્રાપ્ત માહિતી અનુસાર, મોવડી રોડ પર રાત્રિના સમયે એક્ટિવા પર એક મહિલા પસાર થઇ રહી હતી ત્યારે બાપા સીતારામ ચોક પાસે ખરાબ રસ્તામાં તેનું એક્ટિવા પટકાયું હતું જેના કારણે એક્ટિવા પર સવાર મહિલા સહિત ત્રણ વ્યક્તિ નીચે પટકાયા હતા. અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજા આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજા થતાં તેને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે જ્યાં તેની તબિયત નાજૂક ગણાવાઇ છે ખરાબ રસ્તાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો ખરાબ રસ્તાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેથી કોર્પોરેશનની લાપરવાહી છતી થઇ હતી. ઘટનાના પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. આ માંમલે જવાબદારો સામે કાર્યવાહી કરાય તેવી માગ સ્થાનિકોએ કરી છે. આ પણ વાંચો-----    Vadodara : નાર્કોટિક્સ કેસમાં મોટો ખુલાસો, SMCએ SOGના ASI લક્ષ્મી દેસાઇની ધરપકડ કરી

Read Full Story arrow_forward
Surat: સચિનમાં કાપડના વેપારી સાથે 10.45 લાખની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો
calendar_today February 2, 2026

Surat: સચિનમાં કાપડના વેપારી સાથે 10.45 લાખની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો

 સુરત શહેરમાં વેપારીઓ સાથે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં કાપડના એક વેપારી પાસેથી લાખો રૂપિયાનો માલ ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વગર ફરાર થઈ જનાર આરોપી ચમનસિંહ ગૌડને સચિન પોલીસે દબોચી લીધો છે.સચિન વિસ્તારમાં કાપડના વેપારી સાથે છેતરપિંડીઆરોપી ચમનસિંહ ભવાનીસિંહ ગૌડ દ્વારા સચિન વિસ્તારના એક કાપડ વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિશ્વાસમાં લઈને આરોપીએ ફરિયાદી પાસેથી અંદાજે રૂપિયા 10.45 લાખની કિંમતનો કાપડનો જથ્થો ઉધારમાં ખરીદ્યો હતો. વેપારીને આશા હતી કે સમય મર્યાદામાં તેનું પેમેન્ટ આવી જશે, પરંતુ આરોપીના ઈરાદા કંઈક અલગ જ હતા.દુકાન બંધ કરી થયો હતો ફરારમાલની ડિલિવરી મેળવી લીધા બાદ, જ્યારે પેમેન્ટ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે ચમનસિંહે પોતાની દુકાન રાતોરાત બંધ કરી દીધી હતી. તે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને કોઈને પણ જાણ કર્યા વિના પેમેન્ટ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો હતો. વેપારીએ જ્યારે તપાસ કરી ત્યારે પોતે છેતરાયા હોવાનું માલૂમ પડ્યું હતું, જે બાદ સચિન પોલીસ સ્ટેશનમાં વિધિવત છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.સચિન પોલીસની સફળતાછેતરપિંડીની ફરિયાદ નોંધાતા જ સચિન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી ચમનસિંહ ભવાનીસિંહ ગૌડને શોધી કાઢી તેની ધરપકડ કરવામાં આવી છે.આ પણ વાંચો: Rajkot: કાલાવડ રોડ પર કાર ચાલકે કાબૂ ગુમાવ્યો, કાર ડિવાઈડર કૂદી રેલિંગમાં ઘૂસી

Read Full Story arrow_forward
Gandhinagar News : ગુજરાતની જળ-વિરાસતમાં પાંચમું રત્ન ઉમેરાયું, કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે રામસર સાઇટ
calendar_today February 2, 2026

Gandhinagar News : ગુજરાતની જળ-વિરાસતમાં પાંચમું રત્ન ઉમેરાયું, કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે રામસર સાઇટ

વેટલેન્ડ્સ એટલે કે જળપ્લાવિત વિસ્તારો પૃથ્વીની ઇકોસિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે, જે જૈવવિવિધતા જાળવવામાં અને પર્યાવરણના સંતુલનમાં પાયાની ભૂમિકા ભજવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જળાશયો, નદીઓ, કાદવ-કીચડવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના ભાગોના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે. ૧૯૭૧માં ઈરાનના 'રામસર' શહેરમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેને 'રામસર સંમેલન' તરીકે ઓળખવામાં આવે છે. રામસર શહેરમાં થયેલી સંધિ બાદ વેટલેન્ડ્સના સંરક્ષણ ભારત આ સંધિમાં ૧૯૮૨માં જોડાયું હતું અને ત્યારથી દેશમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટેના પ્રયત્નો અમૃતકાળમાં નવી ઊંચાઈએ પહોંચ્યા છે. સમગ્ર વિશ્વ જ્યારે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભારત પર્યાવરણના જતન અને વિકાસના સંતુલિત મોડેલ તરીકે વૈશ્વિક ફલક પર ઉભરી આવ્યું છે. વેટલેન્ડ્સ જેને આપણે જળપ્લાવિત વિસ્તારો કહીએ છીએ, તે માત્ર પાણીના સંગ્રહસ્થાનો નથી પરંતુ તે પૃથ્વીની જૈવિક પ્રક્રિયાઓનું હૃદય છે. રામસર શહેરમાં થયેલી સંધિ બાદ વેટલેન્ડ્સના સંરક્ષણ માટે જે આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ થયું હતું, તેને ભારતે છેલ્લા દાયકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક નવી ઊંચાઈ આપી છે. ભારતની આ વિકાસયાત્રા હવે પ્રકૃતિના સંરક્ષણ સાથે અતૂટ રીતે જોડાઈ ગઈ છે.વર્ષ ૨૦૨૬ની વિશેષ થીમ અને સાંસ્કૃતિક વારસો વર્ષ ૨૦૨૬ માટેની થીમ "Wetlands and Traditional Knowledge: Celebrating Cultural Heritage" એટલે કે “વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાની ઉજવણી” ભારતની અસ્મિતા સાથે સીધી જોડાયેલી છે. ભારતની સભ્યતા હજારો વર્ષોથી નદીઓ અને સરોવરોના કિનારે ફૂલીફાલી છે. આપણા પૂર્વજો પાસે જળ સંચય અને જળપ્લાવિત વિસ્તારોની જાળવણીનું જે પરંપરાગત જ્ઞાન હતું, તેને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનો પ્રયાસ સરકાર કરી રહી છે. આ થીમ હેઠળ માત્ર પર્યાવરણીય પાસાઓ જ નહીં, પણ સ્થાનિક આદિવાસી સમુદાયો અને ગ્રામીણ જનતાની તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આસ્થાને પણ ઉજાગર કરવામાં આવી છે, જેઓ પેઢીઓથી આ કુદરતી સ્ત્રોતોના સાચા રક્ષક રહ્યા છે. ભારતની રામસર સાઇટ્સની ઐતિહાસિક સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા સતત વધી રહી છે. ભારતની રામસર સાઇટ્સની સંખ્યામાં થયેલો અભૂતપૂર્વ વધારો એ સરકારની પર્યાવરણીય કટિબદ્ધતાનો જ્વલંત પુરાવો છે. જાન્યુઆરી ૨૦૨૬ સુધીની વિગતો મુજબ, તાજેતરમાં ગુજરાતમાં કચ્છના ‘છારી-ઢંઢ’ અને ઉત્તર પ્રદેશના ‘પટના પક્ષી અભયારણ્ય’નો રામસર સાઇટ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત હવે કુલ ૯૮ રામસર સાઇટ્સ ધરાવે છે, જે દક્ષિણ એશિયાના કોઈપણ દેશની સરખામણીએ સૌથી વધુ છે. આ સાઇટ્સ અંદાજે ૧૩.૮૪ લાખ હેક્ટર વિસ્તારને આવરી લે છે. પશ્ચિમ બંગાળનું ‘સુંદરબન’ તેના વિશાળ મેન્ગ્રોવ્સ સાથે ભારતનું સૌથી મોટું વેટલેન્ડ છે, જ્યારે હિમાચલ પ્રદેશનું ‘રેણુકા સરોવર’ સૌથી નાનું હોવા છતાં જૈવવિવિધતાની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. આ આંકડાઓ ભારતની ઇકો-સિસ્ટમની મજબૂતીનું પ્રતિબિંબ પાડે છે. ગુજરાતનું ગૌરવ: ‘છારી-ઢંઢ’નું વૈશ્વિક અંકન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શન હેઠળ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટે નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. આ વર્ષે ગુજરાત માટે ગૌરવની ક્ષણ એ છે કે, કચ્છના બન્ની અને મોટા રણની વચ્ચે આવેલું ‘છારી-ઢંઢ’ હવે ભારતની ૯૮મી રામસર સાઇટ તરીકે વિશ્વના નકશા પર અંકિત થયું છે. છારી-ઢંઢ એટલે ‘ખારાશવાળું સરોવર’, જે ચોમાસા દરમિયાન હજારો એકર વિસ્તારમાં ફેલાઈ જાય છે. આ વિસ્તારની વિશેષતા એ છે કે તે અત્યંત લુપ્તપ્રાય વનસ્પતિઓ જેવી કે ‘ગૂગળ’ અને ‘કડાયો’નું આશ્રયસ્થાન છે. છારી-ઢંઢની જૈવવિવિધતા અને સ્થાનિક રક્ષકો અહીં દર વર્ષે શિયાળામાં ૩૦,૦૦૦થી વધુ ‘કોમન ક્રેન’ કુંજ પક્ષીઓ મધ્ય એશિયાથી હજારો માઇલનું અંતર કાપીને આવે છે. આ ઉપરાંત, ગંભીર રીતે લુપ્ત થતી પ્રજાતિ 'સોશિયેબલ લેપવિંગ' અને 'કોમન પોચાર્ડ' જેવા પક્ષીઓ માટે આ સુરક્ષિત આવાસ છે. આ વેટલેન્ડની જૈવવિવિધતા એટલી સમૃદ્ધ છે કે તે સાઉદી અરેબિયા અને અન્ય દેશોના પક્ષીઓને પણ આકર્ષે છે, જે ‘સેન્ટ્રલ એશિયન ફ્લાયવે’માં ભારતની ભૂમિકાને સુનિશ્ચિત કરે છે. કચ્છના બન્ની વિસ્તારના માલધારીઓ પેઢીઓથી છારી-ઢંઢના રક્ષક રહ્યા છે. તેમનું પશુપાલન અને કુદરત સાથેનું સહઅસ્તિત્વ જ આ વેટલેન્ડ્સને જીવંત રાખે છે. સરકાર દ્વારા અહીં ઈન્વેસિવ સ્પીસીઝના નિયંત્રણ માટે સ્થાનિક સમુદાયો અને NGOના સહયોગથી વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. ૮૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ ક્ષેત્ર ચોમાસામાં વરસાદી પાણીથી ભરાય છે અને શિયાળો આવતા જ પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠે છે. ગુજરાતની પંચરત્ન રામસર સાઇટ્સ ગુજરાતની પાંચ રામસર સાઇટ્સ રાજ્યની ભૌગોલિક વિવિધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે: ૧. નળ સરોવર: પેલિકન અને ફ્લેમિંગો માટે વિશ્વવિખ્યાત. ૨. થોળ પક્ષી અભયારણ્ય: ખેતી અને પ્રકૃતિના અદ્ભુત તાલમેલનું પ્રતીક. ૩. વઢવાણા: ગાયકવાડી શાસનની જળ-વ્યવસ્થાનની દૂરંદેશીનું પ્રતીક. ૪. ખીજડીયા: મીઠા અને ખારા પાણીના સંગમવાળું અજોડ નિવસનતંત્ર. ૫. છારી-ઢંઢ: રણ અને જળનું અનોખું મિલનસ્થાન. પાણીને શુદ્ધ કરી ભૂગર્ભ જળના સ્તરને ઊંચા લાવે છે સરકાર માને છે કે, વિકાસ પર્યાવરણના ભોગે ન હોવો જોઈએ. વડાપ્રધાનની 'અમૃત ધરોહર' યોજના હેઠળ આ સાઇટ્સની આસપાસના લોકોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરી સંરક્ષણ કરવામાં આવે છે. આ તમામ સ્થળોએ ડ્રોન સર્વેલન્સ, સેટેલાઇટ મેપિંગ અને આક્રમક વનસ્પતિઓના નિયંત્રણ માટે સરકાર દ્વારા સઘન એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રકૃતિના સંરક્ષણ વગર માનવજાતનું અસ્તિત્વ અશક્ય છે. વેટલેન્ડ્સ માત્ર સુંદરતાનું પ્રતીક નથી, પરંતુ તે ક્લાયમેટ ચેન્જ સામે લડવામાં આપણા સૌથી મોટા સાથી છે. ગુજરાત સરકાર વેટલેન્ડ્સને ‘પૃથ્વીની કિડની’ તરીકે ગણે છે, જે પાણીને શુદ્ધ કરી ભૂગર્ભ જળના સ્તરને ઊંચા લાવે છે. આ વિસ્તારો પૂર નિયંત્રણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતાને કારણે આજે કચ્છના રણથી લઈને મધ્ય ગુજરાત સુધીની જળ વિરાસત વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બની છે. 'વિકાસ પણ, વિરાસત પણ'ના મંત્ર સાથે પ્રકૃતિના આ અમૂલ્ય વારસાને આગામી પેઢીઓ માટે અકબંધ રાખવા સરકાર કટિબદ્ધ છે. આમ, વિશ્વ વેટલેન્ડ દિવસ એ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ તે પર્યાવરણીય ન્યાય અને ટકાઉ વિકાસ તરફનું એક મક્કમ ડગલું છે. આપણે આપણી કુદરતી વિરાસતને આધુનિક ભારતની પ્રગતિ સાથે જોડીને એક હરિયાળા ભવિષ્યનું નિર્માણ કરીએ. આવો, આપણે સૌ સાથે મળીને આ પ્રકૃતિના ‘જળ-તીર્થો’નું જતન કરીએ અને આવનારી પેઢીને હરિયાળું તથા સુરક્ષિત ગુજરાત ભેટમાં આપીએ. આ પણ વાંચો : Junagadh News : પડતર માગોને લઇ પાટીદાર આંદોલનકારીઓ સક્રિય, સ્થાનિક ચૂંટણીમાં EWS અનામત મુદ્દે બેઠકમાં ચર્ચા

Read Full Story arrow_forward